Home /News /tech /

Budget smartwatch: રૂ.10,000થી ઓછી કિંમતમાં મળે છે Xiaomi, Realme અને Amazfit જેવી કંપનીઓની આ સ્માર્ટવોચ

Budget smartwatch: રૂ.10,000થી ઓછી કિંમતમાં મળે છે Xiaomi, Realme અને Amazfit જેવી કંપનીઓની આ સ્માર્ટવોચ

સ્માર્ટવોચ (પ્રતીકાત્મક તસવીર)

Budget smartwatch: સ્માર્ટવોચમાં લોકોને સામાન્ય ઘડિયાળ કરતા ખૂબ સારા ફીચર્સ મળી રહે છે, તે જોતાં ટેક્નોલોજી (Technology)ની પ્રગતિ સાથે સ્માર્ટવોચ ધીમે ધીમે વધુને વધુ ગ્રાહકો મેળવી રહી છે.

નવી દિલ્હી. Budget smartwatch: સ્માર્ટફોનની જેમ હવે સ્માર્ટવોચ (Smartwatch) પણ જરૂરિયાતનું સાધન બનતું જાય છે. થોડા વર્ષોમાં જ સ્માર્ટવોચ ખરીદનાર વર્ગ મોટો થઈ ચૂક્યો છે. સ્માર્ટવોચમાં લોકોને સામાન્ય ઘડિયાળ કરતા ખૂબ સારા ફીચર્સ મળી રહે છે, તે જોતાં ટેક્નોલોજી (Technology)ની પ્રગતિ સાથે સ્માર્ટવોચ ધીમે ધીમે વધુને વધુ ગ્રાહકો મેળવી રહી છે. જોકે, આજે પણ ઘણા લોકો એવા છે, જે યોગ્ય સ્માર્ટવોચ મેળવવા માટે તેઓને Apple Watch-લેવલના પૈસા ખર્ચવા પડશે તેવું માને છે. પણ આ વાત સાચી નથી. આજે ભારતીય બજારમાં રૂ.10,000ના બજેટ (Budget smartwatch)માં ઘણા શ્રેષ્ઠ વિકલ્પો છે. જેથી અહીં શ્રેષ્ઠ વિકલ્પ અંગે જાણકારી આપવામાં આવી છે.

અમેઝફીટ જીટીએસ 2E - Amazfit GTS 2E (રૂ. 9,999)

આ સ્માર્ટવોચમાં ગ્રાહકને સ્ક્વેરમાં 1.65 ઇંચની AMOLED ડિસ્પ્લે મળે છે. જેમાં સ્લિમ બેઝલ્સ અને 348×442 પિક્સલ છે. સ્માર્ટવોચમાં ઓલવેઝ-ઓન ફંક્શન, હાર્ટ રેટ, બ્લડ ઓક્સિજન (spO2) અને સ્લીપ મોનિટરિંગ અને 90 સ્પોર્ટ્સ મોડ્સ મળે છે. આ ઉપરાંત 50થી વધુ વોચ ફેસ પણ આપવામાં આવે છે. તેને એક વખત ચાર્જ કરવાથી 14 દિવસની બેટરી લાઇફ મળી શકે છે અને તે 5ATM વોટર રેઝિસ્ટન્સ રેટિંગ સાથે આવે છે.

રિયલમી વોચ એસ પ્રો - Realme Watch S Pro (રૂ. 9,999)

રિયલમીની આ સ્માર્ટવોચમાં સ્ટેનલેસ સ્ટીલ બોડી અને 1.39 ઇંચની AMOLED રાઉન્ડ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેમાં 454×454 પિક્સલનું સ્ક્રીન રિઝોલ્યુશન છે. આ સ્માર્ટવોચમાં આઉટડોર રન, ઇન્ડોર રન જેવા 15 સ્પોર્ટ મોડ્સને મળે છે. આ ડીવાઈસ 24×7 હાર્ટ રેટ મોનિટર અને બ્લડ ઓક્સિજન લેવલ મોનિટર કરે છે.

શાઓમી મી વોચ રેવોલ્વ એક્ટિવ Xiaomi Mi Watch Revolve Active (રૂ. 9,999)

શાઓમીની આ સ્માર્ટવોચમાં ઓલવેઝ-ઓન ફીચર મળે છે. તે 1.3 ઇંચની AMOLED ડિસ્પ્લે સાથે આવે છે. ફિટનેસ માટે સ્માર્ટવોચને ઇન્ટિગ્રેટેડ VO2 મેક્સ સેન્સર, SpO2 સેન્સર, GPS, સ્લીપ મોનિટર, હાર્ટ રેટ મોનિટર અને ઘણું બધું મળે છે. આ વોચમાં 117થી વધુ સ્પોર્ટ્સ મોડ્સ અને 110 કસ્ટમાઇઝ કરી શકાય તેવા વોચ ફેસનો ઉપયોગ કરી શકાય છે.

અમેઝફીટ જીટીઆર 2e - Amazfit GTR 2e (રૂ. 9,999):

સ્માર્ટવોચમાં 1.39 ઇંચ રાઉન્ડ AMOLED ડિસ્પ્લે આપવામાં આવે છે. જેમાં 454×454 પિક્સલ રિઝોલ્યુશન અને ઓલવેઝ-ઓનની સુવિધા મળે છે. ડિસ્પ્લે પેનલ પર એન્ટી-ફિંગરપ્રિન્ટ વેક્યુમ કોટિંગ સાથે ટેમ્પર્ડ ગ્લાસ આવે છે. પટ્ટા વિના આ સ્માર્ટવૉચનું વજન 32 ગ્રામ છે અને તે એક જ ચાર્જમાં 24 દિવસ સુધી ચાલી શકે છે. સ્માર્ટવોચમાં 50થી વધુ વોચ ફેસ સાથે 90 સ્પોર્ટ્સ મોડ્સ છે. તે સ્ટ્રેસ લેવલ અને હૃદયના ધબકારા પર વધુ નજર રાખી શકે છે

ફાયર-બોલ્ટ ઇન્વીકીબલ - Fire -Boltt Invincible (રૂ. 7,800)

આ સ્માર્ટવોચ એમેઝોન પરથી ખરીદી શકાય છે. સ્માર્ટવોચ ઓલવેઝ ઓન મોડ અને 1.39 ઇંચની AMOLED ડિસ્પ્લે સાથે આવે છે. સ્માર્ટવોચમાં 100થી વધુ વોચ ફેસ, 100 સ્પોર્ટ મોડ્સ, 8જીબી ઇન્ટરનલ સ્ટોરેજ, હાર્ટ રેટ ટ્રેકિંગ, SpO2 ટ્રેકિંગ જેવી સુવિધા મળે છે. આ સ્માર્ટવોચ એક વખત ચાર્જ કરવાથી 7 દિવસ સુધીની ચાલે છે.

આ પણ વાંચો: Motorolaએ દમદાર ફીચર્સ ધરાવતી નવી Smartwatch કરી લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત

અમેઝફીટ ટી-રેકસ - AmazFit T-Rex (રૂ. 6,499)

સ્માર્ટવોચની કિંમત 6,499 રૂપિયા છે. તે રિલાયન્સ ડિજિટલ અને વિજય સેલ્સ પરથી ખરીદી શકાય છે. સ્માર્ટવોચમાં 360 x 360 રિઝોલ્યુશન, 1.3-ઇંચ એમોલેડ ડિસ્પ્લે મળે છે. આ સ્માર્ટવોચ મજબૂત હોવાનો દાવો કરાય છે અને તે 12 મિલિટરી સર્ટિફિકેટ સાથે આવે છે. તેમાં 20 દિવસની બેટરી લાઇફ મળી શકે છે અને તે 50 મીટર સુધી વોટર રેઝીસ્ટેન્સ છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Smartwatch, ટેકનોલોજી, મોબાઇલ, શ્યાઓમી, સ્માર્ટફોન

આગામી સમાચાર