મુંબઈ: એમેઝોન (Amazon) પર દર વર્ષે દિવાળીના અવસરે મેગા સેલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ એમેઝોન પર ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ શરુ થયો છે જે એક મહિના સુધી ચાલશે. જાણકારી માટે જણાવી દઈએ કે ફ્લિપકાર્ટ પર શરુ થયેલા બિગ બિલિયન ડેઝ સેલની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે, પણ એમેઝોનનો ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ હજુ પણ ચાલુ છે. 3 ઓક્ટોબરે લાઈવ થયેલો એમેઝોન સેલ ઓછામાં ઓછા એક મહિના સુધી ચાલશે. એમેઝોન સ્માર્ટવોચ, સ્માર્ટફોન, ટેબલેટ સહિતની ઘણી વસ્તુઓ પર કેટલાંય પ્રકારની સારી-સારી ઓફર આપી રહ્યું છે.
સામાન્ય ડિસ્કાઉન્ટ ઉપરાંત એમેઝોન પર ગ્રાહકોને કેશબેક, બેંક ઓફર, કૂપન અને અન્ય લાભો પણ મળી રહ્યા છે. સ્માર્ટવોચની વાત કરીએ તો એમેઝોન બજેટમાં આવનારી સ્માર્ટવોચ પર પણ ભારે ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. જો તમે પણ આ દિવાળીએ સ્માર્ટવોચ ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો અહીં અમુક વિકલ્પો આપ્યા છે જેના પર એમેઝોને મોટી છૂટ આપી છે...
ફાયર બોલ્ટ 360
આ સ્માર્ટવોચને ભારતમાં 3,499 રૂપિયામાં લોન્ચ કરવામાં આવી હતી, પણ સેલને કારણે હવે તેની કિંમત 2,499 રૂપિયા થઈ ગઈ છે.
શું છે ફીચર્સ?
આ સ્માર્ટવોચમાં 1.3 ઇંચનું ડિસ્પ્લે છે. આ વોચ રોટેટીંગ UI સાથે આવે છે એટલે કે તમે મેન્યૂ એક ગોળાકાર રૂપમાં જોઈ શકશો. આ વોચની અન્ય એક ખાસિયત એ છે કે તે ઇન-બિલ્ટ ગેમ્સ સાથે આવે છે, જે પહેલાં કોઈ બજેટ સ્માર્ટવોચમાં નથી જોવા મળી.
ફાયર બોલ્ટ માટે વોચ ફેસ એપથી ડાઉનલોડ થઈ શકે છે. તમે આ ઘડિયાળને ગોલ્ડ, બ્લેક અને સિલ્વર કલરમાં ખરીદી શકો છો.
Noise Colorfit Ultra
આ Amazon પર ઉપલબ્ધ સૌથી આકર્ષક લુક ધરાવતી સ્માર્ટવોચમાંથી એક છે. Noise Colorfit Ultraને સેલમાં 2,999 રૂપિયાની કિંમતે વેચવામાં આવી રહી છે. ભારતમાં જ્યારે આ વોચ લોન્ચ થઈ ત્યારે તેની કિંમત 4,999 રૂપિયા હતી.
તેમાં 1.75 ઇંચનું ટ્રુ વ્યૂ ડિસ્પ્લે છે, જેનું રેસોલ્યુશન 320*385 પિક્સલ છે. વોચમાં હાર્ટ રેટ મોનિટરિંગ, SpO2 ટ્રેકર, મેન્સ્ટ્રુઅલ સાઈકલ ટ્રેકર જેવા ફીચર્સ સામેલ છે.
Noise Pulseને કંપનીએ તાજેતરમાં જ લોન્ચ કરી છે. તમે આ સ્માર્ટવોચને એમઝોન પર 2,999 રૂપિયામાં ખરીદી શકો છો અને જો તમે પેમેન્ટ માટે ICICI બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરોછો તો તમને આ વોચ ફક્ત 2,249 રૂપિયામાં મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર