Home /News /tech /

Metal body mobile: આ છે ભારતમાં મળતા શ્રેષ્ઠ મેટલ બોડી સ્માર્ટફોન, જાણો કયા ફોન છે સામેલ

Metal body mobile: આ છે ભારતમાં મળતા શ્રેષ્ઠ મેટલ બોડી સ્માર્ટફોન, જાણો કયા ફોન છે સામેલ

હોનોર વ્યૂ 20

Metal body smartphone: હવે ઓછા બજેટમાં પણ બજારમાં મેટલ બોડીના ફોન ઉપલબ્ધ છે. આજે અમે આપને મેટલ બોડી ધરાવતા કેટલાક મોડલ્સ વિશે માહિતી આપીશું.

મુંબઈ: થોડા સમય પહેલા સુધી મોટાભાગના સ્માર્ટફોન (smartphone) પ્લાસ્ટિક અથવા મેટલ પ્લાસ્ટિક કોમ્બિનેશનથી બનાવવામાં આવતા હતા. તે સમયે ફુલ મેટલ બોડી (Metal body smartphone) ધરાવતા સ્માર્ટફોનની કિંમત પણ વધુ જોવા મળતી હતી. જોકે, હવે સમયની સાથે ઘણાબધા ફેરફાર આવ્યા છે અને આ ભાવનો આ ફરક પણ ઘટતો ગયો છે. હવે ઓછા બજેટમાં પણ બજારમાં મેટલ બોડીના ફોન ઉપલબ્ધ છે. આજે અમે આપને મેટલ બોડી ધરાવતા કેટલાક મોડલ્સ વિશે માહિતી આપીશું.

Honor View20 - રૂ. 22,890

Honor View20 ફોનમાં HiSilicon Kirin 980 ઓક્ટાકોર પ્રોસેસર સાથે 128 GB સ્ટોરેજ અને 6 GB રેમ આપવામાં આવી છે. આ સાથે જ સ્માર્ટફોનમાં 6.4 ઈન્ચની 1080*2310 પિક્સલ ડિસ્પ્લે આપવામાં આવી છે. Honor View20 8.05mm સ્લિક મેટલ ડિઝાઈન અને 180 ગ્રામ વજન ધરાવે છે. ફોનમાં 48 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરા અને 25 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો આપવામાં આવે છે.

Panasonic Eluga Z1 Pro - રૂ. 12,990

Panasonic Eluga Z1 Proમાં મીડિયાટેક હીલિયો P22 ઓક્ટાકોર પ્રોસેસર સાથે 64 GB સ્ટોરેજ અને 4 GB રેમ આપવામાં આવી છે. આ સ્માર્ટફોન 8.05mm સ્લિક મેટલ ડિઝાઈન સાથે પ્રિમિયમ ટચ, 6.2 ઈન્ચની ડિસ્પ્લે અને 4000 mAhની બેટરી આપે છે. Panasonic Eluga Z1 Proમાં 13 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલ પ્રાઈમરી રિયર કેમેરા અને સેલ્ફી માટે 8 મેગાપિસ્કલ ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

Xiaomi Mi A2 - રૂ. 10,305

અલ્ટ્રા થીન બોડી સાથે Xiaomi Mi A2માં યૂઝર્સને ગ્રિપેબલ ટેક્સચર આપવામાં આવે છે. ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 660 ઓક્ટાકોર પ્રોસેસર સાથે 64 GB સ્ટોરેજ અને 4 GB રેમ આપવામાં આવી છે. સાથે જ ફોનમાં 12 MP + 20 MP ડ્યુઅલ લેન્સ પ્રાઈમરી કેમેરા અને 20 MP સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.

Samsung Galaxy A6 Plus - રૂ. 15,990

સ્લિક લૂક સાથે Samsung Galaxy A6 Plus એક મેટલબોડી સ્માર્ટફોન છે. ફોનમાં 6 ઇંચ ડિસ્પ્લે આપવામાં આવી છે, આ સાથે જ ક્વાલકોમ SDM450 સ્નેપડ્રેગન ઓક્ટાકોર પ્રોસેસર સાથે GB રેમ અને GB સ્ટોરેજ સ્પેસ આપવામાં આવી છે. Samsung Galaxy A6 Plusમાં 16 MP + 5 MP ડ્યુઅલ લેન્સ પ્રાઈમરી કેમેરા અને 24 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં 3500 mAhની બેટરી આપવામાં આવી છે.

LG V30 Plus - રૂ. 29,999

ટોપ એન્ડ હાર્ડવેર અને એલિગન્ટ ડિઝાઈન LG V30 Plus સ્માર્ટફોનની ખાસિયત છે. 128 GB સ્ટોરેજ અને 4 GB રેમ સાથે ફોનમાં ક્વોલકોમ MSM8998 સ્નેપડ્રેગન 835 ઓક્ટાકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. કેમેરાની વાત કરવામાં આવે તો ફોનમાં 16 MP + 13 MP ડ્યુઅલ લેન્સ પ્રાઈમરી કેમેરા અને 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા સાથે જ 3300 mAhની બેટરી આપવામાં આવી છે.

Oppo A83 Pro - રૂ. 8,990

Oppo A83 Pro v 7.1 નગેટ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ સ્માર્ટફોનમાં ઓક્ટાકોર પ્રોસેસર સાથે 4 GB રેમ અને 64 GB સ્ટોરેજ આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરા અને 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા સાથે 3180 mAhની બેટરી આપવામાં આવી છે.

આ પણ વાંચો:  માત્ર રૂ. 7000માં મળી રહ્યા છે આ શાનદાર સ્માર્ટફોન્સ, જાણો ફીચર્સ

Xiaomi Mi A1 - રૂ. 1,0380

Xiaomi Mi A1માં 5.5 ઈન્ચ 1080 x 1920 પિક્સલ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સાથે જ ફોનમાં 12MP+12 MP ડ્યુઅલ પ્રાઈમરી કેમેરા અને 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 64 GB સ્ટોરેજ અને 4 GB રેમ સાથે ઓક્ટાકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: ટેકનોલોજી, મોબાઇલ, સ્માર્ટફોન

આગામી સમાચાર