Home /News /tech /

8GB RAM ધરાવતા બેસ્ટ સ્માર્ટફોન, Realme, Vivo અને OnePlus સહિતની કંપનીના ફોન છે સામેલ

8GB RAM ધરાવતા બેસ્ટ સ્માર્ટફોન, Realme, Vivo અને OnePlus સહિતની કંપનીના ફોન છે સામેલ

રિયલમી એક્સ7 મેક્સ 5જી (ફાઇલ તસવીર)

8GB RAM smartphones: Realme GT Neo 2 સ્માર્ટફોનમાં 7nm પ્રોસેસ પર આધારિત ઓક્ટાકોર સ્નેપડ્રેગન 870 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

મુંબઈ. 8GB RAM વાળા સ્માર્ટફોન ખરીદવા તે હવે સામાન્ય વાત થઈ ગઈ છે. શું તમે હાઈ એન્ડ માર્કેટ સેગમેન્ટમાં પરફોર્મન્સ ઓરિયન્ટેડ સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો? 8GB RAM વાળા સ્માર્ટફોનનું લિસ્ટ અહીંયા આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં રિયલમી, વિવો અને વનપ્લસ સહિતની કંપનીઓના મૉડલ સામેલ છે. તમે સરળતાથી પસંદગી કરી શકો તે માટે અહીં કિંમત અને ફીચર સહિતની તમામ વિગત આપવામાં આવી છે.

રિઅલમી GT Neo 2 (Realme GT Neo 2)

Realme GT Neo 2 સ્માર્ટફોનમાં 7nm પ્રોસેસ પર આધારિત ઓક્ટાકોર સ્નેપડ્રેગન 870 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ પ્રોસેસરને 650 GPU સાથે જોડાયું છે. ફોનમાં 8GB LPDDR5 RAM અને 128GB/256GB UFS 3.1 સ્ટોરેજ સ્પેસ મળે છે. આ સ્માર્ટફોનમાં 7GB વર્ચ્યુઅલ RAM આપવામાં આવી છે. રિઅલમી GT Neo 2 રૂ.31,999 માં ખરીદી શકાય છે. આ સ્માર્ટફોનમાં 64MP, 8MP અને 2MP પ્રાઈમરી કેમેરા અને 16MPનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. રિઅલમી GT Neo 2 સ્માર્ટફોનમાં 6.62 ઈંચની ડિસપ્લે અને 5000 mAh ની બેટરી આપવામાં આવી છે.

વિવો X70 Pro (Vivo X70 Pro)

વિવો X70 Pro સ્માર્ટફોનમાં 6nm પ્રોસેસ પર આધારિત ઓક્ટાકોર મિડીયાટેક ડાયમેન્સિટી 1200 SoC પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 8GB RAM અને 128GB સ્ટોરેજ સ્પેસ આપવામાં આવી છે. આ સ્માર્ટફોન 12GB RAM અને 256GB સ્ટોરેજ સ્પેસમાં પણ ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનની કિંમત રૂ. 46,990 છે અને તેમાં 50MP, 12MP અને 12MP નો પ્રાઈમરી કેમેરા અને 32MPનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 6.56 ઈંચની ડિસપ્લે અને 4450 mAh ની બેટરી મળે છે.

iQOO Z5 5G

iQOO Z5 5G સ્માર્ટફોનમાં ઓક્ટાકોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 778G પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 8GB RAM અને 128GB સ્ટોરેજ સ્પેસ આપવામાં આવી છે. આ સ્માર્ટફોન 12GB RAM અને 256GB સ્ટોરેજ સ્પેસમાં પણ ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનની કિંમત રૂ. 23,990 છે. આ સ્માર્ટફોનમાં 64MP, 8MP અને 2MP નો પ્રાઈમરી કેમેરા અને 16MPનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. iQOO Z5 5G માં 6.67 ઈંચની ડિસપ્લે અને 5000 mAh ની બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 4GB વર્ચ્યુઅલ RAM આપવામાં આવી છે.

વનપ્લસ નોર્ડ 2 5G (OnePlus Nord 2 5G)

વનપ્લસ નોર્ડ 2 5G સ્માર્ટફોનમાં ઓક્ટાકોર મિડિયાટેક ડાયમેન્સિટી 1200-AI પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 8GB RAM અને 128GB સ્ટોરેજ સ્પેસ આપવામાં આવી છે. આ સ્માર્ટફોન 12GB RAM અને 256GB સ્ટોરેજ સ્પેસ અને 6GB RAM માં પણ ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનની કિંમત રૂ. 24,999 છે. વનપ્લસ નોર્ડ 2 5G માં 50MP, 8MP અને 2MP નો પ્રાઈમરી કેમેરા અને 32MPનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 6.43 ઈંચની ડિસપ્લે અને 4500 mAh ની બેટરી આપવામાં આવી છે.

ઓપ્પો Reno6 5G (OPPO Reno6 5G)

ઓપ્પો Reno6 5G સ્માર્ટફોનમાં ઓક્ટાકોર મિડિયાટેક MT6877 ડાયમેન્સિટી 900 5G 6nm પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 8GB RAM અને 128GB સ્ટોરેજ સ્પેસ આપવામાં આવી છે. આ સ્માર્ટફોનની કિંમત રૂ. 29,990 છે. આ સ્માર્ટફોનમાં 64MP, 8MP અને 2MPના પ્રાઈમરી કેમેરા અને 32MPનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 6.43 ઈંચની ડિસપ્લે અને 4300 mAh ની બેટરી આપવામાં આવી છે.

સેમસંગ ગેલેક્સી S20 FE 5G (Samsung Galaxy S20 FE 5G)

સેમસંગ ગેલેક્સી S20 FE 5G સ્માર્ટફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 8GB RAM અને 128GB સ્ટોરેજ સ્પેસ આપવામાં આવી છે. આ સ્માર્ટફોનની કિંમત રૂ. 47,999 છે. સેમસંગ ગેલેક્સી S20 FE 5G માં 12MP, 8MP અને 12MP પ્રાઈમરી કેમેરા અને 32MPનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 6.5 ઈંચની ડિસપ્લે અને 4500 mAh ની બેટરી આપવામાં આવી છે.

રિઅલમી X7 Max 5G (Realme X7 Max 5G)

રિઅલમી X7 Max 5G સ્માર્ટફોનમાં ઓક્ટાકોર મિડિયાટેક ડાયમેન્સિટી 1200 (6 nm) પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 8GB RAM અને 128GB સ્ટોરેજ સ્પેસ આપવામાં આવી છે. આ સ્માર્ટફોન 12GB RAM અને 256GB સ્ટોરેજ સ્પેસમાં પણ ઉપલબ્ધ છે. રિઅલમી X7 Max 5G ની કિંમત રૂ. 26,999 છે. આ સ્માર્ટફોનમાં 64MP, 8MP અને 2MP નો પ્રાઈમરી કેમેરા અને 16MPનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 6.43 ઈંચની ડિસપ્લે અને 4500 mAh ની બેટરી આપવામાં આવી છે.

આ પણ વાંચો: Best 5G Smartphones: સપ્ટેમ્બરમાં તમે ખરીદી શકશો રૂ. 30,000થી પણ ઓછી કિંમતમાં આ 5G સ્માર્ટફોન

Xiaomi Mi 11X Pro

Xiaomi Mi 11X Pro સ્માર્ટફોનમાં ઓક્ટા કોર ક્વોલકોમ SM8350 સ્નેપડ્રેગન 888 5G પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 8GB RAM અને 128GB સ્ટોરેજ સ્પેસ આપવામાં આવી છે, 256GB સ્ટોરેજ સ્પેસમાં પણ ઉપલબ્ધ છે. Xiaomi Mi 11X Pro ની કિંમત રૂ. 39,999 છે. આ સ્માર્ટફોનમાં 108MP, 8MP અને 5MP નો પ્રાઈમરી કેમેરા અને 20MPનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 6.67 ઈંચની ડિસપ્લે અને 4520 ની બેટરી આપવામાં આવી છે.

વનપ્લસ 9R 5G (OnePlus 9R 5G)

વનપ્લસ 9R 5G સ્માર્ટફોનમાં ઓક્ટા કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 870 (7nm) પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 8GB RAM અને 128GB સ્ટોરેજ સ્પેસ આપવામાં આવી છે. આ સ્માર્ટફોન 12GB RAM અને 256GB સ્ટોરેજ સ્પેસમાં પણ ઉપલબ્ધ છે. વનપ્લસ 9R 5G ની કિંમત રૂ. 39,999 છે. આ સ્માર્ટફોનમાં 48MP, 16MP, 5MP અને 2MP નો પ્રાઈમરી કેમેરા અને 16MPનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 6.55 ઈંચની ડિસપ્લે અને 4500 ની બેટરી આપવામાં આવી છે.

આ પણ વાંચો: Gaming Phones: ગેમિંગના શોખીનો માટે ભારતમાં ઉપલબ્ધ છે આ બેસ્ટ સ્માર્ટફોન્સ

વિવો X60 (Vivo X60)

વિવો X60 સ્માર્ટફોનમાં ઓક્ટા કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 870 (7nm) પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 8GB RAM અને 128GB સ્ટોરેજ સ્પેસ આપવામાં આવી છે. આ સ્માર્ટફોન 12GB RAM અને 256GB સ્ટોરેજ સ્પેસમાં પણ ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનની કિંમત રૂ. 37,990 છે. આ સ્માર્ટફોનમાં 48MP, 13MP અને 13MP નો પ્રાઈમરી કેમેરા અને 32MP સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 6.56 ઈંચની ડિસપ્લે અને 4300 ની બેટરી આપવામાં આવી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: ટેકનોલોજી, ભારત, મોબાઇલ, સ્માર્ટફોન

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन