Home /News /tech /Samsungથી લઇને Realme સુધી, 20 હજાર રૂપિયાથી પણ ઓછી કિંમતમાં આવે છે આ શાનદાર સ્માર્ટફોન, જુઓ લિસ્ટ
Samsungથી લઇને Realme સુધી, 20 હજાર રૂપિયાથી પણ ઓછી કિંમતમાં આવે છે આ શાનદાર સ્માર્ટફોન, જુઓ લિસ્ટ
(Image- Tech2)
Best Smartphone under 20,000 Rupees: 15-20 હજાર રૂપિયાના સેગમેન્ટવાળા ફોનને ઘણાં પસંદ કરવામાં આવે છે. આ સેગમેન્ટમાં શિયોમી, સેમસંગ, રિયલમી, વનપ્લસ, ઇનફિનિક્સ જેવી પોપ્યુલર બ્રાન્ડ સામેલ છે. આવો જાણીએ 20,000 રૂપિયાથી ઓછી કિંમતમાં આવતા ટોપ સ્માર્ટફોન વિશે.
Best Smartphone under 20,000 Rupees: નવો ફોન ખરીદતા પહેલા આપણે આપણા બજેટનું ધ્યાન રાખીએ છીએ કે આપણે કેટલા રૂપિયા સુધીનો ફોન ખરીદવો છે. એવામાં અમે તમને જણાવીએ કે 15-20 હજાર રૂપિયાના સેગમેન્ટવાળા ફોનને ખૂબ પસંદ કરવામાં આવે છે. આ સેગમેન્ટમાં Xiaomi, Samsung, Realme, OnePlus, Infinix જેવી ઘણી લોકપ્રિય બ્રાન્ડનો સમાવેશ થાય છે. આવો જાણીએ 20,000 રૂપિયાથી ઓછી કિંમતના ટોપ સ્માર્ટફોન વિશે...
Motorola Edge 20 Fusionમાં 6.67-ઇંચ FHD + OLED ડિસ્પ્લે સાથે 90Hz રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે. તેમાં મીડિયાટેક ડાઈમેન્શન 800U પ્રોસેસર સાથે 8 GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટોરેજ મળે છે. કેમેરાની વાત કરીએ તો Motorola Edge 20 Fusion 108-મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર, 8-મેગાપિક્સલ અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ અને 2-મેગાપિક્સલ ડેપ્થ લેન્સ સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ ધરાવે છે.
સેલ્ફી માટે તેમાં 32 મેગાપિક્સલનો કેમેરા છે. પાવર માટે ફોનમાં 30W ફાસ્ટ-ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAh બેટરી છે. કનેક્ટિવિટી માટે 5G, 4G LTE, ડ્યુઅલ-બેન્ડ Wi-Fi, બ્લૂટૂથ 5.0, GPS અને USB Type-C પોર્ટનો સમાવેશ થાય છે.
Realme 9 Edition 5G – 19,999 રૂપિયા (6GB/128GB)
રિયલમીના આ ફોનમાં કંપનીએ 6.6-ઇંચની ફુલ HD + IPS ડિસ્પ્લે આપી છે, જે 2412×1080 પિક્સલ રેઝોલ્યુશન સાથે આવે છે. તેનું ડિસ્પ્લે 144Hz ના રિફ્રેશ રેટ અને 600 નિટ્સ ની બ્રાઈટનેસ સાથે આવે છે. ફોન 8 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજથી સજ્જ છે. કેમેરા તરીકે આ ફોનમાં LED ફ્લેશ સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. આ ફોનમાં 5000mAh બેટરી છે, જે 30W ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે આવે છે.
Poco X4 Pro 5G - 18,999 રૂપિયા (6GB/128GB)
Poco X4 Pro 5G માં 6.67-ઇંચની ફુલ HD + સુપર AMOLED ડિસ્પ્લે છે, જેની બ્રાઇટનેસ 1200 નિટ્સ છે. તેના ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 120Hz છે. કેમેરા તરીકે, Poco X4 Pro 5Gમાં ત્રણ રિયર કેમેરા આપવામાં આવ્યા છે, જેમાં પ્રાઇમરી લેન્સ f/1.9 અપર્ચર સાથે 64 મેગાપિક્સલનો છે. બીજો લેન્સ અલ્ટ્રા વાઈડ એંગલ 8 મેગાપિક્સલનો છે. ત્રીજો લેન્સ 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ છે. આ ફોનમાં 5000mAh બેટરી છે જે 67W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.
Galaxy M33 5G મોબાઇલ ફોનમાં 6.6-ઇંચ TFT ફુલ HD પ્લસ LCD ડિસ્પ્લે છે. ડિસ્પ્લેનું રેઝોલ્યુશન 1080 x2408 છે. તેનો રિફ્રેશિંગ રેટ 120Hzનો હશે. ફોનમાં 5G ચિપસેટ Exynos 1280 octa-core SoC નો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાવર માટે, આ ફોનમાં 6,000mAh બેટરી આપવામાં આવશે, જે 25W USB Type C ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Redmi Note 11 Pro - 18,999 રૂપિયા (6GB/128GB)
ડ્યુઅલ-સિમ (નેનો) વાળા રેડમી નોટ 11 પ્રો કંપનીની MIUI 13 સ્કિન સાથે Android 11 પર ચાલે છે. આ સ્માર્ટફોન 120Hz રિફ્રેશ રેટ અને 1,200 નિટ્સ પીક બ્રાઇટનેસ સાથે 6.67-ઇંચ ફુલ-એચડી+ (1,080×2,400 પિક્સેલ્સ) AMOLED ડોટ ડિસ્પ્લે ધરાવે છે. Redmi Note 11 Pro એક MediaTek Helio G96 SoC દ્વારા સંચાલિત છે, જે 8GB સુધીની LPDDR4X RAM સાથે જોડાયેલ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર