Home /News /tech /આ સ્માર્ટફોન્સમાં મળશે શાનદાર બેટરી પાવર, કિંમત પણ છે 15 હજાર રૂપિયાથી ઓછી

આ સ્માર્ટફોન્સમાં મળશે શાનદાર બેટરી પાવર, કિંમત પણ છે 15 હજાર રૂપિયાથી ઓછી

15000ની અંદર વાળા સ્માર્ટ લોંગ બેટરીલાઇફ વાળા ફોન

Best Smart Phone Under 15000 Rupees: તમારા માટે અહીં 15000 રૂપિયાથી પણ ઓછી કિંમતના અમુક શાનદાર સ્માર્ટફોનનું લિસ્ટ તૈયાર કર્યુ છે, જેની બેટરી કેપેસીટી ઘણી વધુ છે.

જો તમે સ્માર્ટફોન (Smartphone) લેવાનું વિચારી રહ્યા છો અને તમારું બજેટ 15000 રૂપિયાથી ઓછું છો (Under 15,000 Rupees SmartPhone) તો તમારી પાસે ઘણા સારા ઓપ્શન છે. જેમાંથી તમે લાંબી બેટરી લાઇફ અને લેટેસ્ટ ફિચરવાળા ફોન પસંદ કરી શકો છો. અમે તમારા માટે અહીં 15000 રૂપિયાથી પણ ઓછી કિંમતના અમુક શાનદાર સ્માર્ટફોનનું લિસ્ટ તૈયાર કર્યુ છે, જેની બેટરી કેપેસીટી ઘણી વધુ છે.

Redmi Note 10: Redmi Note 10 એન્ડ્રોઇડ 11 પર બેઝ્ડ MIUI 12 પર ચાલે છે, જે 5000mAhની બેટરી લાઇફ સાથે આવે છે. ડિવાઇસમાં 6.43-ઇંચની FHD+AMOLED ડિસ્પ્લે છે, જે 60Hz સ્ક્રીન રિફ્રેશ રેટ અને 1100 નિટ્સ બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. ફોનની સ્ક્રિનનો એસ્પેક્ટ રેશિયા 20:9 છે. આ ફોનમાં કવાલકોમ સ્નેપડ્રેગન 678 ચિપસેટ પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે ગ્રાફિક્સ માટે એડ્રેનો 612 જીપીયૂ સાથે 11 નેનોમીટર ટેક્નોલોજી પર બનાવવામાં આવ્યું છે.

આ ફોનમાં પાછળ એક ક્વોડ કેમેરા છે, જેમાં 48 મેગાપિક્સલનો મેઇન કેમેરા, 2 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ કેમેરા અને 1 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર છે. આ ફોનમાં 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં પ્રોટેક્શન માટે ફ્રન્ટમાં કોર્નિંગ ગોરિલા ગ્લાસ 3 છે. કિંમતની વાત કરીએ તો આ ફોનનું 4GB+ 64GB વેરિએન્ટ એમેઝોન પર 12,999 રૂપિયામાં ઉપલબ્ધ છે.

Realme Narzo 30- Realme Narzo 30માં પણ તમને 5000mAhની ક્ષમતા વાળી બેટરી લાઇફ મળશે, જે 18W ફાસ્ટ ચાર્જીંગને સપોર્ટ કરશે. ડિવાઇસ 6.5-ઇંચ FHD+IPS LCDની સાથે આવે છે, જે 90Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન 6GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે Mediatek ડાઇમેંશન 700 પ્રોસેસર પર કામ કરે છે. જ્યાં સુધી કેમેરાનો સવાલ છે, તો ડિવાઇસ 48 મેગાપિક્સલના પ્રાઇમરી કેમરાવાળા ટ્રિપલ લેયર કેમેરા સેટઅપ સાથે આવે છે.

અન્ય સેન્સરમાં 2 મેગાપિક્સલ ડેપ્થ અને 2 મેગાપિક્સલ મેક્રો શૂટર સામેલ છે. સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. Realme Narzo 30નું 4G મોડલ 4GB RAM + 64GB સ્ટોરેજ મોડલ માટે રૂ.12,999 રૂપિયાની શરૂઆતી કિંમત સાથે આવે છે. આ ફોનના 6GB RAM + 126GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત રૂ. 14,999 છે.

Poco M3- Poco M3માં 6000 mAhની બેટરી છે જે 18W ફાસ્ટ ચાર્જને સપોર્ટ કરે છે. સ્માર્ટફોન 6.53-ઇંચ FHD+ ડિસ્પ્લેની સાથે આવે છે. આ સ્માર્ટફોન ક્વોલકોમ સ્નેપડ્રેગન 662 પ્રોસેસર દ્વારા સંચાલિત છે. કેમેરા માટે સ્માર્ટફોનમાં 48 મેગાપિક્સલનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. Poco M3ના 4GB+64GB વેરિએન્ટની કિંમત ફ્લિપકાર્ટ પર રૂ.12,499 છે.
First published:

Tags: Poco, Realme, Top Budget Smartphones