Home /News /tech /

ભારતના સૌથી વધુ વેચાતા સ્માર્ટફોનની યાદી, જુઓ લિસ્ટમાં કયા કયા ફોન છે સામેલ

ભારતના સૌથી વધુ વેચાતા સ્માર્ટફોનની યાદી, જુઓ લિસ્ટમાં કયા કયા ફોન છે સામેલ

સ્માર્ટફોન માર્કેટ

Top selling smartphones: Samsung Galaxy F62 હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યો છે અને થોડા જ સમયમાં આ બેસ્ટ સેલિંગ સ્માર્ટફોન બની ચુક્યો છે.

મુંબઈ: ભારતમાં સ્માર્ટફોનનું બજાર સતત વિકસી રહ્યું છે. દર વર્ષે અનેક નવા જૂના મોબાઈલની લે વેચ થાય છે. ત્યારે અહીં ભારતમાં સૌથી વધુ વેચાતા સ્માર્ટફોનની યાદી આપવામાં આવી છે. યાદીની સાથે સાથે જે તે ફોનની કિંમત અને તેની ખાસિયતો અંગે પણ માહિતી આપવામાં આવી છે. જેનાથી જો તમે કોઈ ફોન ખરીદવા માંગતા હો તો તેની પસંદગી કરવામાં તમને સરળતા રહે. આ યાદીમાં અનેક પ્રીમિયમ સ્માર્ટફોન્સ પણ સામેલ છે.

1) OnePlus 9 - 49,900 રૂ.

OnePlus 9 દેશમાં વેચાતો શ્રેષ્ઠ ફ્લેગશીપ ફોન છે. આ સ્માર્ટફોનમાં 120Hz રિફ્રેશ રેટ વાળી ફ્લુઈડ અમોલ્ડ ડિસ્પ્લે (Fluid AMOLED display) છે. OnePlus 9 સ્નેપડ્રેગન 888 SoC પર ચાલે છે, સાથે જ તેમાં 4500mAh બેટરી પણ આપવામાં આવી છે. ફોનમાં 48MP + 50MP + 2MP Sony IMX789 પ્રાઈમરી સેન્સર અને 16MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.

Redmi Note 10 Pro - 15,999 રૂ.

Redmi Note 10 Proમાં 120Hz રિફ્રેશ રેટ ધરાવતી 6.67 ઈન્ચની FHD+ AMOLED ડિસ્પ્લે, ઓક્ટાકોર સ્નેપડ્રેગન 732G પ્રોસેસર, 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ સ્પેસ, 5020mAhની નોન રિમૂવેબલ બેટરી આપવામાં આવી છે. આ ફોન બેસ્ટ સેલિંગ સ્માર્ટફોન છે. ફોનમાં 48MP + 50MP + 2MP પ્રાઈમરી કેમેરા અને 16MP ફ્ર્ન્ટ કેમેરો આપવામાં આવેલો છે.

Samsung Galaxy F62 - 23,999 રૂ.

Samsung Galaxy F62 હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યો છે અને થોડા જ સમયમાં આ બેસ્ટ સેલિંગ સ્માર્ટફોન બની ચુક્યો છે. આ સ્માર્ટફોનમાં 6.7 ઈન્ચની ફુલ એચડી+ ડિસ્પ્લે, Samsung Exynos 9825 SoC ઓક્ટા કોર પ્રોસેસર, 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ સ્પેસ આપવામાં આવી છે. Samsung Galaxy F62માં 64MP + 12MP + 5MP + 5MP ક્વોડ લેન્સ પ્રાઈમરી કેમેરા અને 32MP ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન Android 11 પર કામ કરે છે અને 7000mAh batteryની બેટરી સાથે આવે છે.

Redmi 9A - 7.332 રૂ.

Redmi 9A ભલે ઓછી કિંમતમાં આવે છે પણ તેના શાનદાર ફીચર્સને લઈને તેનો સમાવેશ પણ બેસ્ટ સેલિંગ સ્માર્ટફોનમાં થાય છે. આ સ્માર્ટફોનમાં 6.53 ઈન્ચ HD+ IPS LCD Dot Drop ડિસ્પ્લે, ઓક્ટાકોર મિડીયાટેક Helio G25 SoC પ્રોસેસર, 2 જીબી/3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ સાથે જ માઈક્રો એસડી કાર્ડ સ્લોટ આપવામાં આવ્યો છે. ફોનમાં 13 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરો અને 5 મેગાપિક્સલ સેલ્ફિ કેમેરો આપવામાં આવ્યો છે. ફોન પર P2i splash-resistant કોટિંગ અને 5000mAh બેટરી આપાવમાં આવી છે.

OPPO F19 - 18,990 રૂ.

OPPO F19 6.43 ઈન્ચની FHD+ ડિસ્પ્લે, ઓક્ટા કોર સ્નેપડ્રેગન 662 SoC, 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ ધરાવે છે. OPPO F19 Android 11 સાથે ColorOS 11.1 પર કામ કરે છે. ફોનમાં 5000mAh બેટરી અને ફાસ્ટ ચાર્જીંગ આપવામાં આવ્યું છે. 48MP + 2 MP + 2MP ટ્રિપલ પ્રાઈમરી કેમેરા અને 16MP ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

Apple iPhone SE (2020) - 31,999 રૂ.

Apple iPhone SE (2020) ગત વર્ષે રિલીઝ કરવામાં આવેલો કંપનીનો સેકન્ડ જનરેશન અફોર્ડેબલ આઈફોન છે. આ ફોનની ડિઝાઈન iPhone 8 ને મળતી આવે છે. આ ફોનમાં an Apple A13 Bionic processor, 4.7 1ન્ચ ડિસ્પ્લે, સિંગલ કેમેરા સેન્સર અને IP6 રેટિંગ વોટર રેસિસ્ટન્સ, 1821 એમએચની બેટરી આપવામાં આવી છે.

આ પણ વાંચો: 8GB RAM ધરાવતા બેસ્ટ સ્માર્ટફોન, Realme, Vivo અને OnePlus સહિતની કંપનીના ફોન છે સામેલ

Samsung Galaxy S20 Plus - 54,999 રૂ.

Samsung Galaxy S20 Plusમાં 6.7 ઈન્ચની અમોલ્ડ ઈન્ફિનિટી- ઓ ડિસ્પ્લે (AMOLED Infinity-O display), ઓક્ટાકોર Exynos 990 પ્રોસેસર, 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ આપવામાં આવી છે. આ સ્માર્ટફોન Android 10 અને One UI 2.0 પર ચાલે છે. ફોનમાં વાયરલેસ ચાર્જીંગની સુવિધા આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 64 MP + 12 MP + 12 MP ટ્રિપલ લેન્સ પ્રાઈમરી કેમેરા છે, જે 8K રેકોર્ડિગ સપોર્ટ કરે છે સાથે જ 10 MP ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવ્યો છે

OPPO F15 - 17,091 રૂ.

OPPO F15 સ્માર્ટફોન Oppo F11 ના સિક્વલ તરીકે લોન્ચ કરવામાં વ્યો હતો. આ ફોન એકદમ સ્લિમ છે સાથે જ તેમાં ઈન ડિસ્પ્લે ફઇંગરપ્રિન્ટ સેન્સર, USB Type-C પોર્ટ અને 48 MP + 8 MP + 2 MP + 2 MP ક્વોડ લેન્સ પ્રાઈમરી કેમેરા સેન્સર સાથે 16 MP ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. OPPO F15માં VOOC 3.0 ફ્લેશ ચાર્જર અને 4000mAhની બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોન મીડિયાટેક હેલિઓ P70 ઓક્ટાકોર પ્રોસેસર પર કામ કરે છે.

Vivo S1 Pro - 17,091 રૂ.

Vivo S1 Pro ના ફીચર્સમાં 6.38 ઈન્ચની FHD+ Super AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જે બોડી રેશિયોના 90 ટકા છે. સાથે જ ફોનમાં ઓક્ટાકોર સ્નેપડ્રેગન 665 SoC, 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ સ્પેસ આપવામાં આવી છે. Vivo S1 Pro Funtouch OS 9.2 સાથે Android 9 Pie પર ચાલે છે, જેમાં 48 MP + 8 MP + 2 MP + 2 MP ક્વોડ લેન્સ પ્રાઈમરી કેમેરા અને 32 MP ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 4500mAhની બેટરી અને 18W ફાસ્ટ ચાર્જીંગ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ભારતમાં વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે આ 10 બેસ્ટ સ્માર્ટફોન્સ, મળશે શાનદાર ફીચર્સ

Realme 6 - 13,999 રૂ.

Realme 6 બેસ્ટ સેલિંગ બજેટ ફોન છે. આ ફોન 6.5 ઈન્ચની ડિસ્પ્લે અને 90Hz રિફઅરેશ રેટ સાથે આવે છે. સાથે જ ફોનમાં મીડિયા ટેક હેલિઓ G90T SoC, ગ્રેડિયન્ટ કલર ઓપ્શન, 4300mAh બેટરી અને 30W ચાર્જીંગ સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોનમાં 64 MP + 8 MP + 2 MP + 2 MP ક્વોડ લેન્સ પ્રાઈમરી કેમેરા અને 16 MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन