Best Prepaid Plans: જાણો 500 રૂપિયાથી ઓછી કિંમતમાં તમારા માટે કઈ કંપનીનો રિચાર્જ પ્લાન છે બેસ્ટ

મોબાઇલ રિચાર્જ પ્લાન

Best Prepaid Plans: કંપની ગ્રાહકોને વિવિધ પ્લાન હેઠળ ઇન્ટરનેટ, અનલિમિટેડ વૉઇસ કૉલિંગ અને એસએમએસ સહિત અન્ય ઑફર આપે છે.

  • Share this:
    મુંબઈ. Best Prepaid Plans: ટેલીકૉમ ઇન્ડસ્ટ્રીમાં વધી રહેલી સ્પર્ધા વચ્ચે કંપનીઓ પોતાના ગ્રાહકોને માટે સૌથી સારા રિચાર્જ પ્લાન લૉંચ (Best recharge plans) કરતી રહી છે. કંપની ગ્રાહકોને વિવિધ પ્લાન હેઠળ ઇન્ટરનેટ, અનલિમિટેડ વૉઇસ કૉલિંગ (Voice calling) અને એસએમએસ (SMS) સહિત અન્ય ઑફર આપે છે. જોકે, આ બધા વચ્ચે અનેક વખત ગ્રાહકો મૂંઝવણ અનુભવતા હોય છે કે તેમના માટે કયો પ્લાન સારો છે. એવામાં જો તમે પ્રિપેડ રિચાર્જ (Prepaid recharge plan) પ્લાનની શોધ કરી રહ્યા છો તો અહીં તમારે શોધ પૂર્ણ થઈ શકે છે.

    અહીં અમે તમારા માટે રિલાયન્સ જિયો (Reliance Jio), એરટેલ (Airtel) અને વોડાફોન-આઇડિયા (Vodafone Idea)ના 500 રૂપિયાથી ઓછી કિંમતના રિચાર્જ પ્લાન વિશે માહિતી આપી રહ્યા છીએ. જેમાંથી તમે તમારા માટે કોઈ સારા પ્લાનની પસંદગી કરી શકો છો.

    રિલાયન્સ જિયો

    રિલાયન્સ Jioમાં તમે 249 રૂપિયાનો રિચાર્જ પ્લાન ખરીદી શકો છો. જેમાં તમને 28 દિવસની વેલિડિટી મળશે. આ ઉપરાંત દરરોજ 2GB ડેટા મળશે. આ ઉપરાંત આ પ્લાનમાં અનલિમિટેડ વૉઇસ કૉલિંગ, દરરોજ 100 SMS અને Jio એપ્સ જેમ કે JioTV, JioCinemaનો ફાયદો ઉઠાવી શકો છો.

    આ પણ વાંચો: તસવીરોમાં જુઓ JioPhone Nextનું અનબૉક્સિંગ: શાનદાર લાગી રહ્યો છે 'મેડ ફૉર ઇન્ડિયા' સ્માર્ટફોન

    જો તમને વધારે ડેટાની જરૂરિયાત રહે છે તો તમે 349 રૂપિયાનો પ્લાન લઈ શકો છો. જેની વેલિડિટી 28 દિવસની હોય છે. આ પ્લાનમાં દરરોજ 3GB ડેટા મળે છે. આ ઉપરાંત તમને અનલિમિટેડ વૉઇસ કૉલિંગ, દરરોજ 100 SMS અને જિયો એપ્સનો લાભ લઈ શકો છો.

    આવી જ રીતે 444 રૂપિયાનો પ્લાન પણ લૉંચ કરાયો છે. આ પ્લાનમાં તમને 56 દિવસની વેલિડિટી મળશે. જેમાં દરરોજ તમને 2GB ડેટા મળશે. આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 100 SMS, અનલિમિટેડ વૉઇસ કૉલિંગ અને Jio એપ્સ મળે છે.

    આ પણ વાંચો: તમારા સ્માર્ટફોનની કઈ એપ્લિકેશન તમારો કયો ડેટા યૂઝ કરે છે? iOS 15.2માં હશે અનેક સુરક્ષા અપડેટ્સ- જાણો વિગત 

    વોડાફોન-આઈડિયા

    ટેલીકૉમ કંપની વોડાફોન-આઇડિયાએ પોતાના ગ્રાહકો માટે 299 રૂપિયાનો પ્લાન લૉંચ કર્યો છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં તમને દરરોજ 4GB ડેટા, અનલિમિટેડ વૉઇસ કૉલિંગ અને દરરોજ 100 SMS મળે છે. આ સાથે જ તમને Vi Movies અને TVનો એક્સેસ પણ મળે છે.

    આ ઉપરાંત કંપનીએ 449 રૂપિયાનો એક પ્લાન પણ લૉંચ કર્યો છે. આ પ્લાનમાં તમને 56 દિવસની વેલિડિટી મળે છે. જેમાં તમને દરરોજ 4GB ડેટા અને 100 SMS અને અનલિમિડેટ વૉઇસ કૉલિંગની સુવિધા પણ મળે છે.

    ભારતી એરટેલ

    ટેલીકૉમ કંપની ભારતી એરટેલનો 298 રૂપિયાનો એક રિચાર્જ પ્લાન છે. જેની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં તમને દરરોજ 2GB ડેટા, દરરોજ 100 SMS અને અનલિમિડેટ વૉઇસ કૉલિંગ અને અમોઝોન પ્રાઇમ વીડિયો (મોબાઇલ એડિશન)નો લાભ મળે છે.

    આ પણ વાંચો: જિયોફોન નેક્સ્ટ: ફક્ત 1,999 રૂપિયા ચૂકવીને આ દિવાળીએ ઘરે લઈ આવો ખુશી

    આ ઉપરાંત એરટેલનો 449 રૂપિયાનો રિચાર્જ પ્લાન પણ છે. જેમાં તમને 56 દિવસની વેલિડિટી મળે છે. જેમાં દરરોજ તમને 2GB ડેટા, દરરોજ 100 SMS, અમેઝોન પ્રાઇમ (મોબાઇલ એડિશન) અને અનલિમિટેડ વૉઇસ કૉલિંગનો ફાયદો મળે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: