Recharge Plan for IPL 2022: 2,999 રૂપિયાનો Jio પ્રીપેડ રિચાર્જ પ્લાન 2.5GB ડેઇલી હાઇ-સ્પીડ ડેટા ઓફર કરે છે. આ સાથે જ આ પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલ અને દરરોજ 100 ફ્રી SMSનો લાભ પણ મળે છે.
IPL 2022 શરુ થઈ ચૂકી છે અને તેની સાથે ટેલીકોમ કંપનીઓએ પોતાના ગ્રાહકો માટે આકર્ષક પ્રીપેડ રિચાર્જ પ્લાન લોન્ચ કરવાનું શરુ કર્યું છે. થોડા દિવસ પહેલા Jioએ બે નવા પ્લાન લોન્ચ કર્યા હતા, જે તમને અનલિમિટેડ કોલિંગ, ફ્રી SMS અને ડેઇલી હાઈ-સ્પીડ ડેટા જેવા બેનિફિટ્સ આપે છે, સાથે જ આ પેક્સમાં તમને Disney+ Hotstarનું સબસ્ક્રીપ્શન પણ મળે છે. જણાવી દઈએ કે તમે આઇપીએલની લેટેસ્ટ ટુર્નામેન્ટ ઓનલાઈન Disney+ Hotstarમાં જોઈ શકો છો. જ્યાં એક તરફ Jioએ પોતાના ગ્રાહકો માટે 555 રૂપિયા અને 2,999 રૂપિયાના બે નવા પ્લાન લોન્ચ કર્યા છે, તો બીજી તરફ Viએ 499 રૂપિયા અને 1,066 રૂપિયાના પ્રીપેડ રિચાર્જ પેકની જાહેરાત કરી છે.
Vi Rs 499 vs Jio Rs 555 prepaid recharge plan benefits
499 રૂપિયાના Vi પ્લાનમાં ગ્રાહકોને 2GB ડેઇલી હાઈ-સ્પીડ ડેટા મળે છે. આ અનલિમિટેડ ડેટા છે, જેના સમાપ્ત થયા પછી પણ ગ્રાહકો 64 kbpsની સ્પીડ સાથે અનલિમિટેડ બ્રાઉઝિંગ વગેરે કરી શકે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ દરમિયાન યુઝર્સને અનલિમિટેડ વોઈસ કોલની સુવિધા પણ મળશે અને તેઓ દરરોજ 100 ફ્રી SMS મોકલી શકશે. આ પ્લાનની સૌથી મોટી ખાસિયત તેમાં મળતું એક વર્ષનું Disney + Hotstar મોબાઈલ સબસ્ક્રિપ્શન છે, જેમાં તમે IPL 2022 લાઈવ જોઈ શકો છો.
તો, Jioના 555 રૂપિયાના પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં પણ તમે Disney + Hotstar મોબાઇલ સબસ્ક્રિપ્શન મેળવો છો. આ રિચાર્જ પેકમાં કુલ 55GB ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 55 દિવસની છે. Viની તુલનામાં, આ પેક વેલ્યુ ફોર મની સાબિત થતું નથી, કારણ કે આમાં તમને વોઇસ કોલિંગ અને SMSનો લાભ મળતો નથી. આ પ્લાનમાં Jio એપ્સનું ફ્રી એક્સેસ ઉપલબ્ધ છે.
Vi Rs 1,066 vs Jio Rs 2,999 prepaid recharge plan benefits
Viના 1,066 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં પણ તમને Disney + Hotstar Mobileનું સબ્સ્ક્રિપ્શન પણ મળે છે. આ પ્લાનમાં પણ તમને 499 રૂપિયાના પ્લાનની જેમ દરરોજ 2GB હાઇ સ્પીડ ડેટા મળશે. જો કે, આ એક લોંગ વેલિડિટી પ્લાન છે, જેમાં તમને આ તમામ બેનિફિટ્સ 84 દિવસ સુધી મળશે. તેમાં અનલિમિટેડ વોઇસ કોલ્સ અને દરરોજ 100 ફ્રી SMSનો લાભ પણ મળશે.
તો 2,999 રૂપિયાનો Jio પ્રીપેડ રિચાર્જ પ્લાન 2.5GB ડેઇલી હાઇ-સ્પીડ ડેટા ઓફર કરે છે. આ સાથે જ આ પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલ અને દરરોજ 100 ફ્રી SMSનો લાભ પણ મળે છે. પેકની વેલિડિટી 365 દિવસની છે અને તે Jio એપ્સના ફ્રી એક્સેસ સાથે આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર