Jio vs Airtel vs Vi: આજે આપણે દેશની મુખ્ય ટેલિકોમ કંપનીઓ જિયો (Jio), એરટેલ (Airtel) અને વોડાફોન આઇડિયા (Vodafone Idea)ના એ Prepaid Plansની વાત કરી રહ્યા છીએ જેની કિંમત 200 રૂપિયા કરતાં ઓછી છે. આવો જાણીએ કઈ કંપની વધુ બેનિફિટ્સ ઓફર કરે છે.
Jio vs Airtel vs Vi: દેશની ત્રણ મુખ્ય ટેલિકોમ કંપનીઓ જિયો (Jio), એરટેલ (Airtel) અને વોડાફોન આઇડિયા (Vodafone Idea) Viનો એ પ્રયત્ન રહે છે કે તે પોતાના ગ્રાહકોને ઓછી કિંમતમાં વધારે ફાયદા આપતાં પ્લાન્સ ઓફર કરી શકે અને તેમના પ્લાન્સ બાકી કંપનીઓ કરતાં વધુ આકર્ષક હોય. આજે આપણે આ કંપનીઓના એ Prepaid Plansની વાત કરી રહ્યા છીએ જેની કિંમત 200 રૂપિયા કરતાં ઓછી છે. આવો જાણીએ કઈ કંપની વધુ બેનિફિટ્સ ઓફર કરે છે.
Jioના 200 રૂપિયાથી ઓછી કિંમતવાળા પ્લાન્સ
જિયોનો 119 રૂપિયાનો પ્લાનઃ જિયોના 119 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં તમને દરરોજ 1.5GB ઇન્ટરનેટ, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને કુલ 300 SMSની સુવિધા મળે છે. આમાં તમને તમામ Jio એપ્સનું સબસ્ક્રિપ્શન પણ મળે છે. આ પ્લાનની વેલિડિટી 14 દિવસની છે.
જિયોનો 149 રૂપિયાવાળો પ્લાનઃ જિયોનો આ પ્રીપેડ પ્લાન 20 દિવસ માટે 1GB પ્રતિ દિવસ ડેટા, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 SMSનો લાભ આપે છે. આ 149 રૂપિયાના પ્લાનમાં તમને તમામ Jio એપ્સનો ફ્રી એક્સેસ પણ આપવામાં આવે છે.
જિયોનો 179 રૂપિયાનો પ્લાનઃ 179 રૂપિયામાં તમને દરરોજ 1GB ડેટા, દરરોજ 100 SMS, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગ અને તમામ Jio એપ્સનું ફ્રી સબ્સ્ક્રિપ્શન મળશે. આ પ્લાનની વેલિડિટી 24 દિવસની છે.
એરટેલનો 99 રૂપિયાનો પ્રીપેડ પ્લાનઃ એરટેલના આ પ્લાનની કિંમત માત્ર 99 રૂપિયા છે, જેમાં તમને 28 દિવસ માટે 200MB ડેટા મળે છે. આ પ્લાનમાં તમે એક પૈસા પ્રતિ સેકન્ડના દરે કોલ કરી શકશો, લોકલ SMS માટે રૂ. 1 અને STD SMS માટે 1.5 રૂપિયા ખર્ચવા પડશે. વાસ્તવમાં આ એક સ્માર્ટ રિચાર્જ ઓપ્શન છે.
એરટેલનો 155 રૂપિયાનો પ્રીપેડ પ્લાનઃ આ પ્લાનમાં તમને 24 દિવસ માટે કુલ 1GB ડેટા, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કૉલિંગ અને 300 SMS સુવિધા મળશે. ઉપરાંત, આ પ્લાનમાં, તમને 30 દિવસના એમેઝોન પ્રાઇમ વિડિયોના મોબાઇલ એડિશનની ફ્રી ટ્રાયલ, હેલો ટ્યુન્સ અને વિંક મ્યુઝિકનું ફ્રી એક્સેસ પણ મળશે.
એરટેલનો 179 રૂપિયાનો પ્રીપેડ પ્લાનઃ એરટેલના આ પ્રીપેડ પ્લાનની કિંમત 179 રૂપિયા છે અને આમાં તમને 28 દિવસ માટે કુલ 2GB ઈન્ટરનેટ, 300 SMS અને કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઈસ કૉલિંગની સુવિધા મળશે. એડિશનલ બેનિફિટ્સ વિશે વાત કરીએ, તો આ પ્લાનમાં તમને 30 દિવસના એમેઝોન પ્રાઇમ વિડિયોના મોબાઇલ એડિશનની ફ્રી ટ્રાયલ, હેલો ટ્યુન્સ અને વિંક મ્યુઝિકનું ફ્રી એક્સેસ પણ મળશે.
Viનો 149 રૂપિયાનો પ્લાન: Vi ના 149 રૂપિયાના પ્લાનમાં તમને કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઈસ કોલિંગ અને કુલ 1GB ઈન્ટરનેટ આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ પ્લાનની વેલિડિટી 21 દિવસની છે અને તમને આમાં કોઈ SMS સુવિધા આપવામાં આવી રહી નથી.
Vi નો 155 રૂપિયાનો પ્લાનઃ 155 રૂપિયાના બદલામાં, તમને આ પ્લાનમાં 24 દિવસ માટે 300 SMS, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગ અને 1GB ઇન્ટરનેટ આપવામાં આવશે.
Vi નો 199 રૂપિયાનો પ્લાનઃ આ પ્લાનમાં તમને 199 રૂપિયામાં 1GB ડેઈલી ડેટા, દરરોજ 100 SMS અને કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વૉઇસ કૉલિંગનો લાભ મળશે. આ પ્લાન 18 દિવસની વેલિડિટી સાથે આવે છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર