10,000 mAhની PB X-31 પાવરમેક્સ પાવરબેન્ક લોન્ચ, 500 લાઈફ સાઈકલ્સ સહિત અન્ય વિશેષ ફીચરનો લાભ મળશે

પાવરમેક્સ પાવરબેન્ક

માર્કેટમાં કંપનીએ આ પાવરબેન્ક રૂ. 2,699ની કિંમત સાથે લોન્ચ કરી છે. ગ્રાહક Ubonની આ પાવરબેન્ક ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને મુખ્ય રિટેલર્સ સ્ટોર પરથી ખરીદી શકશે

  • Share this:
ભારતીય ટેક કંપની Ubonએ પોતાની દમદાર 10,000 mAhની PB X-31 પાવરમેક્સ પાવરબેન્ક લોન્ચ કરી છે. માર્કેટમાં કંપનીએ આ પાવરબેન્ક રૂ. 2,699ની કિંમત સાથે લોન્ચ કરી છે. ગ્રાહક Ubonની આ પાવરબેન્ક ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને મુખ્ય રિટેલર્સ સ્ટોર પરથી ખરીદી શકશે. આ પાવરબેન્કમાં લીથિયમ પોલિમર બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે શોર્ટ સર્કિટ પ્રોટેક્શન સાથે આવે છે. આ પાવરબેન્કમાં 500 લાઈફ સાઈકલ હોવાનો કંપનીએ દાવો કર્યો છે. Ubon PB X-31 પાવરમેક્સને કંપનીએ બ્લેક અને વ્હાઈટ કલરમાં રજૂ કરી છે.

પાવરબેન્કના સ્પેસિફિકેશન્સ

Ubonની આ દમદાર પાવરબેન્કમાં 2 ચાર્જિંગ પોર્ટ આપવામાં આવ્યા છે, જેમાં ચાર્જિંગ પોર્ટ ટાઈપ C/V8 ને ડ્યુઅલ USB પોર્ટ શામેલ છે. આ ચાર્જિંગ પોર્ટ અલ્ટ્રા ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. 2.1Aની સાથે પાવરબેન્ક આઉટપુટ ચાર્જિંગ પોર્ટ ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન સાથે આવે છે. આ પાવર બેન્ક એન્ડ્રોઈડ, ટેબ્લેટ, કેમેરા, હેડફોન અને ટાઈપ સી એનએબલ્ડ જેવા ડિવાઈસની સીરિઝને યોગ્ય રીતે ચાર્જ કરવામાં સક્ષમ છે.

આ પાવરબેન્કની બોડી કોમ્પેક્ટ અને હળવી છે. જેથી આ પાવરબેન્ક સરળતાથી સાથે રાખી શકાય છે. પાવરબેન્કમાં એક LED ડિજિટલ બેટરી ઈન્ડિકેટર છે, જે તમારા પાવરબેન્કના ચાર્જિંગ લેવલ અને ફંક્શનની જાણકારી આપે છે. બોક્સમાં કેરી બેગ છે. જે પાવરબેન્ક સાથે કોમ્પ્લિમેન્ટ્રી ગિફ્ટ તરીકે આવે છે.

UBON PB-22 પાવર બેન્ક

અગાઉ કંપનીએ UBON PB-22 પાવરબેન્ક લોન્ચ કરી છે. આ પાવરબેન્કમાં પણ કંપનીએ 10,000mAhની બેટરીનો ઉપયોગ કર્યો હતો. આ પાવરબેન્કમાં 2 USB પોર્ટ આપવામાં આવ્યા છે, જેમાં કંપનીએ દાવો કર્યો છે કે, આ પાવરબેન્ક 500 લાઈફ સાઈકલ્સ આપવામાં સક્ષમ છે.

આ પાવરબેન્કમાં LED ઈન્ડિકેટર્સ આપવામાં આવ્યા છે. પાવરબેન્ક 2.1 USB પોર્ટ સાથે આવે છે. જે ટૂ વે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપની UBON PB-22 પાવરબેન્ક પર એક વર્ષની વોરન્ટી આપે છે. આ પાવરબેન્ક સાથે ગ્રાહકોને 10 વૉટનું વાયરલેસ ચાર્જર આપવામાં આવે છે.
First published: