Xiaomi, સેમસંગ, એપલ નહીં, આ ફોન બન્યો નંબર વન, જુઓ Top 10 લિસ્ટ

News18 Gujarati
Updated: November 11, 2019, 1:59 PM IST
Xiaomi, સેમસંગ, એપલ નહીં, આ ફોન બન્યો નંબર વન, જુઓ Top 10 લિસ્ટ
નંબર વન પર આસુસનો ROG Phone 2 છે.

ઑક્ટોબર મહિનાના શ્રેષ્ઠ પ્રદર્શન સ્માર્ટફોનની યાદીમાં ટોપ પર શિયોમી અથવા સેમસંગ ફોન નથી. જાણો કયા સ્માર્ટફોને બાજી મારી છે.

  • Share this:
ફોન ખરીદતા પહેલા આપણે મોટે ભાગે રેમ, કૅમેરો અને ભાવ જોતા હોઈએ છીએ. એ જરુરી નથી કે જે સ્માર્ટફોનની તમામ જગ્યાએ ચર્ચા થઈ રહી છે, તે જ ફોન પણ જરદસ્ત છે. ખરેખર, AnTuTuએ ઑક્ટોબર મહિનામાં શ્રેષ્ઠ પ્રદર્શન સ્માર્ટફોનની (AnTuTu best performance smartphone october chart) યાદી રજૂ કરી છે.

આ ચાર્ટમાં પ્રથમ નંબર શિયોમી (xiaomi), સેમસંગ (samsung)અથવા એપલ (apple) નો ફોન નથી, પરંતુ એવા ફોન એ બાજી મારી છે, જેનો અનુમાન લગાવી શકાય નહીં. આ યાદીમાં પ્રથમ નંબર આસુસનો ROG Phone 2 છે. તેનો કુલ સ્કોર 496226 છે. માહિતી માટે આ એક ગેમિંગ સ્માર્ટફોન છે.



વનપ્લસ 7 ટી પ્રો (OnePlus 7T Pro ) બીજા સ્થાને પોતાની જગ્યા બનાવી છે, જેનો સ્કોર 482175 છે. વનપ્લસનો 7ટી (Samsung Note 10+) ફોન પણ ત્રીજા નંબરે છે, જેનો કુલ સ્કોર 475086 છે. આ ઉપરાંત ચોથા અને પાંચમાં વનપ્લસ, વનપ્લસ 7 પ્રો અને વનપ્લસ 7 ના પણ ફોન છે.

સેમસંગ નોટ 10+ (Samsung Note 10+) એ છઠ્ઠા ક્રમાંકે પોતાનું સ્થાન બનાવ્યું છે, જેનો કુલ સ્કોર 449910 છે. આ ચાર્ટમાં ફરી આસુસ ઝેનફોન Asus Zenfone 6 (2019) ઉપલબ્ધ છે. આઠમા, નવમા અને દસમા ક્રમે પણ સેમસંગે જગ્યા બનાવી છે. શિયોમી અગિયારમા અને બારમાં નંબર પર આવે છે, તેમાં 11 માં નંબર પર રેડમી કે 20 પ્રો (Redmi K20 Pro )છે અને 12 માં નંબર પર Mi 9T Pro એમઆઇ 9 ટી પ્રો છે.
First published: November 11, 2019, 1:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading