Home /News /tech /3 હજાર કરતા વધારે ડિસ્કાઉન્ટ ભાવે મળી રહ્યો છે 5G સ્માર્ટફોન, મળશે 8GB RAM અને 64 મેગાપિક્સલ કેમેરો

3 હજાર કરતા વધારે ડિસ્કાઉન્ટ ભાવે મળી રહ્યો છે 5G સ્માર્ટફોન, મળશે 8GB RAM અને 64 મેગાપિક્સલ કેમેરો

સ્માર્ટફોન પર ઑફર

Amazon Great Indian Festival sale: અમેઝોન ગ્રેડ ઇન્ડિયન ફેસ્ટિવલ (Amazon Great Indian Festival) પર ગ્રાહકોને ખૂબ સારી ડીલ મળી રહી છે. આ સેલમાં બજેટ ફોનથી લઈને પ્રીમિયમ ફોન પર શાનદાર ઑફર મળી રહી છે.

નવી દિલ્હી: અમેઝોન ગ્રેડ ઇન્ડિયન ફેસ્ટિવલ (Amazon Great Indian Festival) પર ગ્રાહકોને ખૂબ સારી ડીલ મળી રહી છે. આ સેલમાં બજેટ ફોનથી લઈને પ્રીમિયમ ફોન (Premium phone) પર શાનદાર ઑફર મળી રહી છે. જેમાંથી અમુક બેસ્ટ ડીલ (Best deals)ની વાત કરીએ તો ગ્રાહકોને અહીં iQoo Z3 5G ફોન સસ્તામાં ઘરે લાવી શકે છે. આ ફોન કંપનીએ 19,990 રૂપિયામાં લૉંચ કર્યો છે. અમેઝોન સેલ (Amazon sale) પર આ ફોન ફક્ત 17,990 રૂપિયામાં મળી રહ્યો છે. આ ફોન પર ગ્રાહકો બેંક ઑફર પણ મેળવી શકે છે. જે બાદમાં આ ફોન ફક્ત 16,490 રૂપિયામાં મળી રહ્યો છે.

બેંક ઑફર

આ રીતે ગ્રાહકો ફોન પર 3500 રૂપિયાની બચત કરી શકે છે, જે આશરે 20% ડિસ્કાઉન્ટ બરાબર છે. ગ્રાહકો એક્સિસ બેંક, સિટી બેંક અને ઇન્ડસઇન્ડ બેંક ક્રેડિટ અને ડેબિટ ગાર્ડ પર ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. બેન્ક ડિસ્કાઉન્ટ મેળવવા માટે અંતિમ તારીખ 25 ઓક્ટોબર છે.

નોંધનીય છે કે iQoo Z3 5G ખૂબ જ શાનદાર ફોન છે. આ ફોનની સૌથી ખાસ વાત એ છે કે તેમાં 8GB રેમ અને 64 મેગાપિક્સલનો કેમેરો આવે છે. આ ફોનની કેટલિક ખાસિયત અંગે જાણીએ.

ફોનના ફીચર્સ

iQOO Z3 5G સ્માર્ટફોનમાં ફુલ-એચડી+LCD ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. જેમાં 120Hz રિફ્રેશ રેટ, 90.61 સ્ક્રીન ટૂ બૉડી રેશિયો, 20:9 આસ્પેક્ટ રેશિયો અને HDR સપોર્ટ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: iPhone 13 સિરીઝ, iPad, iPad mini માટે Belkinની નવી એસેસરીઝ લોન્ચ, જાણો કિંમત અને અન્ય માહિતી

આ ફોનમાં ક્વાડકૉમ Snapdragon 768G પ્રોસેસર છે. જેની સાથે Adreno 620 જીપીયૂ, 8GB LPDDR4X રેમ અને 256 જીબી UFS 2.2 સ્ટોરેજ આપવામાં આવ્યું છે.

ટ્રિપલ રિયલ કેમેરા

iQOO Z3 ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં એફ/1.79 અપાર્ચર સાથે 64-મેગાપિક્સલનો પ્રાયમરી કેમેરો, એફ/2.2 અપાર્ચર સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇટ કેમેરો, એફ/2.4 અપાર્ચર વાળો 2-મેગાપિક્સલનો કેમેરો મળે છે.

આ પણ વાંચો: PhonePe યૂઝર્સને લાગ્યો મોટો ઝટકો! મોબાઇલ રિચાર્જ કરવા પર લાગી રહ્યો છે વધારાનો ચાર્જ

સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફોનમાં એફ/2.0 અપાર્ચર વાળો 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. પાવર માટે iQoo Z3 ફોનમાં 4,400mAhની બેટરી આપવામાં આવી છે. આ ફોન 55 વૉટ ફાસ્ટ ચાર્જિંક સપોર્ટ કરે છે.
First published:

Tags: Festival Sale, અમેઝોન, મોબાઇલ, સ્માર્ટફોન