મુંબઈ: ભારતમાં ટેલીકૉમ કંપનીઓ સારા પ્રીપેડ પ્લાન (Prepaid recharge plan) રજૂ કરી રહી છે. આ કંપનીઓએ સારા પ્લાનની સાથે સાથે પોતાના યૂઝર્સ (Mobile users) માટે અનેક લાભ પણ ઉપલબ્ધ કરાવ્યા છે. Vi, Airtel અને Jio જેવી કંપનીઓના પ્લાનમાં ઇન્ટરનેટ (Internet) ઉપરાંત ફ્રી કૉલિંગ (Free calling)ની સુવિધા પણ મળે છે. અમુક કંપનીઓ પ્લાનની સાથે સાથે ઓટીટી સબ્સક્રિપ્શન પણ આપે છે. આજે આપણે રૂપિયા 400થી નીચેના આવા અમુક પ્લાન્સ વિશે જાણીએ જેમાં તમને ફ્રી કૉલિંગની સાથે સાથે દરરોજ 1 જીબીથી વધારે હાઇસ્પીડ ઇન્ટરનેટ ડેટા મળે છે.
Viનો રિચાર્જ પ્લાન:
જો તમે વોડાફોન-આઇડિયાના યૂઝર છો તો ફક્ત 299 રૂપિયાના પ્લાનમાં અનેક ફાયદા મેળવી શકો છો. આ પ્રીપેડ પ્લાનમાં ડબલ ડેટા ઑફર મળે છે. આ પ્લાનમાં તમને દરરોજ 2GB ડેટા મળશે. આ ઉપરાંત કંપની આ પ્લાનમાં યૂઝર્સને વધારાનો 2GB ડેટા આપી રહી છે. આ ઉપરાંત અનલિમિડેટ વોઇસ કૉલિંગની સાથે સાથે યૂઝર્સ લાઈવ ટીવીનો લાભ મેળવી શકે છે. વીઆઈ મૂવી, વીકેન્ડ ડેટા રોલઓવર અને Bingle ઑલ નાઇટનો લાભ મળે છે. આ પ્લાનની મુદ્દત 28 દિવસ છે.
જિયોનો 249 રૂપિયાનો પ્લાન:
જિયોના યૂઝર્સને 249 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં દરરોજ 2GB ડેટા મળે છે. આ પ્લાનની મુદ્દત 28 દિવસ છે. જેમાં કંપની યૂઝર્સને દરરોજ 100 SMSનો લાભ પણ આપે છે. 249 રૂપિયાના રિચાર્જ પર યૂઝર્સને કોઈ પણ નેટવર્ક પર અનલિમિડેટ વોઇસ કૉલિંગનો લાભ પ્રાપ્ત થાય છે. જિયોના આ રિચાર્જ પ્લાનમાં તમને જિયો સિનેમા, જિયો ટીવી, સિક્યોરિટીની સાથે સાથે ક્લાઉન્ડ એક્સેસ પણ મળશે.
જો તમે એરટેલ ગ્રાહક છો તો તમારા માટે કંપની 399 રૂપિયાનો રિચાર્જ પ્લાન લાવી છે. આ પ્લાનમાં અનેક સુવિધા મળે છે. આ પ્લાન 59 દિવસની મુદ્દત માટે આવે છે. આ પ્લાનમાં તમને દરરોજ 1.5 GB ડેટા મેળે છે. આ સાથે જ કંપની દરરોજ 100 SMSની સુવિધા આપે છે.
આ પ્લાન હેઠળ યૂઝર્સને અનલિમિડેટ વોઇસ કૉલિંગની સુવિધા મળે છે. આ ઉપરાંત ગ્રાહકને અમેઝોન પ્રાઇમ, ફ્રી હેલો ટ્યૂન અને વિન્ક મ્યૂઝિક સબ્સક્રિપ્શનનો લાભ મળે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર