Gaming: મિકેનિકલ ગેમિંગ કીબોર્ડ આપશે દમદાર એક્સપિરિયન્સ, આ રહ્યા પાંચ શ્રેષ્ઠ Keyboard

ગેમિંક કિબોર્ડ (પ્રતીકાત્મક તસવીર)

5 Mechanical backlit gaming keyboards: આ કીબોર્ડ એકદમ આકર્ષક દેખાવાની સાથે ગેમિંગ કંટ્રોલ્સને પણ સરળ બનાવે છે.

  • Share this:
મુંબઈ: ગેમિંગના ચાહકો પોતાની ગેમિંગ સિસ્ટમ (Gaming System) માટે વધુ સંવેદનશીલ હોય છે. તેઓ પોતાની CPU, મોનિટર, માઉસ, ગેમપેડ કે કીબોર્ડ સહિતની વસ્તુઓ એકદમ લેટેસ્ટ અને અત્યાધુનિક હોય તેવું ઈચ્છે છે. ત્યારે ગેમિંગના શોખીનો માટે મિકેનિકલ બેકલીટ ગેમિંગ કીબોર્ડ (Backlit Gaming Keyboard) ટ્રેન્ડમાં આવ્યા છે. જે કોમ્પ્યુટર ગેમિંગ (Computer gaming)ને વધુ અનુકૂળ અને રોમાંચક બનાવી શકે છે. આ કીબોર્ડ એકદમ આકર્ષક દેખાવાની સાથે ગેમિંગ કંટ્રોલ્સને પણ સરળ બનાવે છે. જેથી અમે અહીં નવા અત્યાધુનિક અને આકર્ષક મિકેનિકલ ગેમિંગ કીબોર્ડ તમારી સમક્ષ લાવ્યા છીએ.

1) RAPOO જીકે500 બેકલિટ ગેમિંગ કીબોર્ડ (RAPOO GK500 Backlit Gaming Keyboard)

આ કેબલ દ્વારા કનેક્ટ થતું કીબોર્ડ છે. જેમાં તમને આકર્ષક ડિઝાઇન સાથે મલ્ટી કલર RGB બેકલીટ કી મળે છે. આ કીનોર્ડ ગેમિંગ દરમિયાન મુશ્કેલ સ્થિતિઓ માટે બનાવવામાં આવ્યું છે. RAPOO જીકે500 બેકલિટ ગેમિંગ કીબોર્ડ એમેઝોન અને અન્ય ઓફલાઇન સ્ટોર્સ પર રૂ.3,999માં મળી શકે છે. આ કીબોર્ડ બ્લેક અને વાઇટ એમ બે કલરમાં મળે છે.

2) લોગિટેક જી413 મિકેનિકલ ગેમિંગ કીબોર્ડ (Logitech G413 Mechanical Gaming Keyboard)

લોગિટેક રોમર-જી કીકેપ દ્વારા ચોખ્ખી લાઇટિંગ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેની કી સરળતાથી જોઈ શકાય છે. મોડી રાત્રે ગેમિંગ વખતે તે ખૂબ અનુકૂળ રહે છે. તેમાં ફંક્શન (FN) કી દ્વારા તમે વોલ્યુમ કંટ્રોલ, પ્લે એન્ડ પૌસ, ટ્રેક સ્કીપ, મ્યુટ ટોગલ લાઇટિંગ અને ગેમ મોડમાં એન્ટર થવા સહિતનું કરી શકો છો. આ કીબોર્ડની કિંમત રૂ. 5,495 છે.

આ પણ વાંચો: શું તમારા પાસવર્ડ સાથે ચેડા થયા છે? iPhoneનું આ ખાસ ફીચર તમને આપશે માહિતી

3) XPG ઇન્ફારેક્સ K10 RGB મેકેનિકલ ગેમિંગ કીબોર્ડ (XPG Infarex K10 RGB Mechanical Gaming Keyboard)

આ કીબોર્ડમાં RGB 9 લાઇટિંગ ઇફેક્ટ જોવા મળે છે. તેમજ એન્ટી ઘોસ્ટિંગ કી પણ મળે છે. તેની મીડિયા કીઝ ગેમિંગ દરમિયાન અન્ય પ્રોગ્રામ્સ અથવા એપ્લિકેશનો ખોલ્યા વિના મ્યુઝિક, સાઉન્ડ અથવા અન્ય ઇફેક્ટનું ઝડપી એડજસ્ટમેન્ટ કરે છે. આ કીબોર્ડ એમેઝોન પર રૂ. 2,499માં ઉપલબ્ધ છે.

4) કોસ્મેટિક બાઈટ સીબી-જીકે-23 આર્ટેમિસ મિકેનિકલ કીબોર્ડ (Cosmic Byte CB-GK-23 Artemis mechanical keyboard)

આ કીપેડમાં સોફ્ટવેર સપોર્ટ, સ્પેક્ટ્રા RGB લાઇટિંગ ઇફેક્ટ્સ, 10થી વધુ LED લાઇટિંગ મોડ અને એડજસ્ટેબલ બેકલાઇટ બ્રાઇટનેસ અને સ્પીડ સાથે 68 કી છે. કોસ્મિક બાઇટ સીબી-જીકે-23 આર્ટેમિસ મિકેનિકલ કીબોર્ડ રૂ. 2,404માં મળે છે.

આ પણ વાંચો: સૌથી મોટો હેકર! ફક્ત 15 સેકન્ડમાં iPhone 13 પ્રો ફોન હેક કરી બતાવ્યો

5) રેડ્રેગન કુમારા કે552-આરજીબી એલઇડી બેકલિટ યુએસબી મિકેનિકલ ગેમિંગ કીબોર્ડ (Redragon Kumara K552-RGB LED Backlit USB Mechanical Gaming Keyboard)

આરજીબી લેડ કીબોર્ડ ડબલ-શોટ ઇન્જેક્શન મોલ્ડેડ કીકેપ્સ સાથે આવે છે. તેમાં ક્રિસ્ટલ ક્લિયર યુનિફોર્મ બેકલાઇટિંગ અને લેટરિંગ મળે છે. 87 મિકેનિકલ ગેમિંગ કીબોર્ડ કી સાથે જોરદાર ગેમિંગ પર્ફોમન્સ માટે એકદમ સરળ કી મળે છે. આ મિકેનિકલ ગેમિંગ કીપેડ રૂ. 3,599માં વેચાઈ રહ્યું છે.
First published: