Laptop: 30 હજારથી પણ ઓછી કિંમતે ખરીદો લેટેસ્ટ ફીચરવાળા લેપટોપ, જુઓ યાદી

એચપી લેપટોપ (પ્રતીકાત્મક તસવીર)

Budget Laptops under 30K rupees: અહીં એવા લેપટોપ વિશે જાણકારી આપવામાં આવી છે, જેની કિંમત ભારતીય બજારમાં રૂ. 30 હજાર (Best laptops under 30K price) કરતા પણ ઓછી છે.

  • Share this:
મુંબઈ: અત્યારના સમયમાં લેપટોપ (Laptop) આપણા જીવનનો મહત્ત્વનો ભાગ બની ગયું છે. હાલના સમયમાં લેપટોપ એક મહત્વનું ડિવાઈસ છે. ઓનલાઈન શિક્ષણ (Online education) અને વર્ક ફ્રોમ હોમ (work from home) તમામ બાબતો માટે લેપટોપની જરૂરિયાત રહે છે. સારા લોપટોપની કિંમત ખૂબ જ વધારે હોય છે અને દરેક વ્યક્તિ તે અફોર્ડ ન કરી શકે. મોટાભાગના લોકોના મોઢે સાંભળવા મળ્યું હશે કે, લેપટોપ ખરીદવા માટે તેમની પાસે બજેટ નથી. આ મુશ્કેલીને દૂર કરવાનો જવાબ અહીં જણાવવામાં આવ્યો છે. અહીં એવા લેપટોપ વિશે જાણકારી આપવામાં આવી છે, જેની કિંમત ભારતીય બજારમાં રૂ. 30 હજાર (Best laptops under 30K price) કરતા પણ ઓછી છે. ઓનલાઈન શિક્ષણ અથવા વર્ક ફ્રોમ હોમના ઉદ્દેશ્યથી લેપટોપ ખરીદવા ઈચ્છો છો, તો તમારા માટે આ બેસ્ટ ઓપ્શન રહેશે.

HP ક્રોમબુક N4020

HP ક્રોમબુક N4020ની ડિસ્પ્લે 14 ઈંચની છે અને તેની કિંમત માત્ર રૂ. 26,990 છે. તમે આ લેપટોપ એમેઝોન પરથી ખરીદી શકો છો. આ લેપટોપમાં ઈન્ટેલ સેલેરોન N4020 પ્રોસેસર છે અને તેમાં 4 GB RAM 64 GBનું EMC સ્ટોરેજ આપવામાં આવ્યું છે. તમે આ સ્ટોરેજને 256GB સુધી વધારી શકો છો.

Asus પેન્ટિયમ ક્વાડકોર લેપટોપ

Asus પેન્ટિયમ ક્વાડકોર લેપટોપની કિંમત માત્ર રૂ. 26,990 છે. તમે ફ્લિપકાર્ટ પરથી આ લેપટોપ ખરીદી શકો છો. આ લેપટોપની ડિસપ્લે 15.6 ઈંચની છે અને તેમાં લેટેસ્ટ ફીચર આપવામાં આવ્યા છે. આ લેપટોપમાં ક્વાડકોર ઈન્ટેલ પેન્ટિયમ પ્રોસેસર છે અને તેમાં 4 GB DDR4 RAM છે અને તેમાં 1TB HDDનું સ્ટોરેજ આપવામાં આવશે. આ લેપટોપ પર એક વર્ષની વોરંટી પણ આપવામાં આવી છે.

Lenovo આઈડિયાપેડ સ્લિમ 1

ભારતમાં Lenovo આઈડિયાપેડ સ્લિમ 1ની કિંમત માત્ર રૂ. 27,990 છે. તમે એમેઝોનની વેબસાઈટ પરથી આ લેપટોપ ખરીદી શકો છો. આ લેપટોપમાં 11.6 ઈંચની ડિસપ્લે આપવામાં આવી છે. આ લેપટોપ ઈન્ટેલના સેલેરોન N4020 પ્રોસેસર દ્વારા સંચાલિત છે.

આ પણ વાંચો: સ્માર્ટફોન ખોવાય જાય તો વોટ્સએપ ચેટને કેવી રીતે રિકવર કરવી? જાણો સરળ રીત

અવીટા પુરા એપીયૂ ડ્યુઅલ A69220E

આ લેપટોપની કિંમત માત્ર રૂ. 24,990 છે અને તેમાં 14 ઈંચની ડિસપ્લે આપવામાં આવી છે. આ લેપટોપ ખૂબ જ પતલું અને તેનું બિલકુલ પણ વજન નથી. આ લેપટોપમાં 8 GB RAM અને 256 GB SSD સ્ટોરેજ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: સૌથી ટકાઉ સામગ્રીમાંથી બનેલી મોટોરોલાની દમદાર સ્માર્ટવોચ લૉંચ, જાણો ફીચર્સ અને કિંમત વિશે

HP 14A સેલેરોન ડ્યુઅલ કોર

આ લેપટોપની કિંમત રૂ. 27,990 છે અને તેમાં લેટેસ્ટ ફીચર આપવામાં આવ્યા છે. તમે આ લેટેસ્ટ ફીચરવાળું લેપટોપ ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકો છો.
Published by:Vinod Zankhaliya
First published: