Home /News /tech /

Gaming Phones: ગેમિંગના શોખીનો માટે ભારતમાં ઉપલબ્ધ છે આ બેસ્ટ સ્માર્ટફોન્સ

Gaming Phones: ગેમિંગના શોખીનો માટે ભારતમાં ઉપલબ્ધ છે આ બેસ્ટ સ્માર્ટફોન્સ

ગેમિંગ સ્માર્ટફોન

Best Gaming Phone: ઘણી સ્માર્ટફોન કંપનીઓએ ગેમિંગ (Gaming) માટેના આકર્ષક ફીચર્સ લિક્વિડ કૂલિંગ ટેક્નોલોજી, કેપેસિયસ બેટરી, ફાસ્ટ રીફ્રેશ રેટ વગેરે સાથે ફોન્સ લોન્ચ કર્યા છે.

મુંબઈ: ગેમ રમવાની મજા ત્યારે જ સાચી રીતે આવે છે, જ્યારે સ્માર્ટફોનના ગેમિંગ ફિચર (Best Gaming Features) દમદાર હોય. હાલ સ્માર્ટફોન્સમાં નવી કેટેગરી ઉમેરાઇ ચૂકી છે, જે છે ગેમિંગ સ્માર્ટફોન્સ (Best Gaming Smartphones). ઘણી સ્માર્ટફોન કંપનીઓએ ગેમિંગ (Gaming) માટેના આકર્ષક ફીચર્સ લિક્વિડ કૂલિંગ ટેક્નોલોજી, કેપેસિયસ બેટરી, ફાસ્ટ રીફ્રેશ રેટ વગેરે સાથે ફોન્સ લોન્ચ કર્યા છે. અહીં અમે તમને ભારતમાં ઉપલબ્ધ અમુક બેસ્ટ ગેમિંગ સ્માર્ટફોન (Gaming Smartphones in India) વિશે જણાવવા જઇ રહ્યા છીએ. જેના ગેમિંગ ફીચર્સ એકદમ શાનદાર છે.

એપલ iPhone13 Pro Max

iPhone13 Pro Max પ્રોમોશન સાથે 6.7 ઇંચ OLED સુપર રેટિના XDR ડિસ્પ્લે અને 10Hzથી 120Hz રીફ્રેશ રેટ સાથે એક બેસ્ટ ગેમિંગ સ્માર્ટફોન છે. તમે સેરામિક શીલ્ડ પ્રોટેક્શનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત A15 બાયોનિક 5nm ચિપ અને લોંગ લાસ્ટિંગ બેટરી પણ મળશે. આ સ્માર્ટફોનની કિંમત રૂ. 1,29,900 છે.

iQOO 7 Legend 5G

5G કનેક્ટિવિટી સપોર્ટ સાથે iQOO 7 Legend સ્માર્ટફોન સૌથી લેટેસ્ટ ફ્લેકશિપ સ્માર્ટફોન છે. ગેમિંગ સ્માર્ટફોન ઝડપી 120Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે, વેપર ચેમ્બર સાથે વીસી કૂલિંગ અને હીટ ડાયનેમિક પંપ ધરાવે છે, જે તાપમાનને 14 ડિગ્રી સુધી અને સપાટીના તાપમાનને 4 ડિગ્રી સુધી ઘટાડી શકે છે. આ સ્માર્ટફોનની કિંમત રૂ. 39,990 છે.

OnePlus 9 Pro 5G

બે અન્ય ડિવાઈસ સાથે લોન્ચ થયેલ OnePlus 9 Pro 5G કંપનીનું સૌથી લેટેસ્ટ ફ્લેગશિપ મોડલ છે. આ સ્માર્ટફોન ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન સાથે QHD+ 6.7-ઇંચ ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 888 SoC, 256GB સુધીની સ્ટોરેજ સ્પેસ અને 12GB RAM ધરાવે છે. ક્વાડ-કેમેરા સેટઅપ અને 65W ફાસ્ટ-ચાર્જિંગ સપોર્ટ સાથે 4500mAh બેટરી સહિત અન્ય ફીચર્સ છે. આ સ્માર્ટફોનની કિંમત રૂ. 64,999 છે.

શાઓમી Mi11 Ultra

Xiaomi Mi 11 Ultra કંપનીનો લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન 5nm પ્રોસેસ પર આધારિત ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 888 SoC ધરાવે છે. આ પ્રોસેસર 12GB સુધીની રેમ સાથે જોડાયેલું છે. સ્માર્ટફોનના તાપમાનને ઓપ્ટિમાઇઝ સ્તરની અંદર રાખવા માટે તેમાં 2000m㎡ VC LiquidCool ટેક્નોલોજી પણ છે. આ ફોનની કિંમત રૂ. 69,999 છે.

સેમસંગ ગેલેક્સી S21 Ultra 5G

Samsung Galaxy S21 Ultra 5Gને ભારતમાં શ્રેષ્ઠ ગેમિંગ ફોન ગણાવી શકાય છે. આ સ્માર્ટફોન HDR10+ સર્ટિફાય અને 120Hz રિફ્રેશ રેટ સાથે 6.8-ઇંચ ક્વાડ HD+ ડાયનેમિક AMOLED 2X ઇન્ફિનિટી-ઓ ડિસ્પ્લે ધરાવે છે, જે તમારા ગેમિંગ અનુભવને સંપૂર્ણ દમદાર બનાવે છે. ઉપરાંત, 12GB RAM, 128GB સ્ટોરેજ અને શાનદાર સૉફ્ટવેર ઑપ્ટિમાઇઝેશન સાથેનું Exynos 2100 ચિપસેટ ધરાવે છે. આ ફોનની કિંમત રૂ. 1,28,999 છે.

ASUS ROG Phone 5

ASUS ROG Phone 5 દમદાર ફીચર્સ સાથે એક પાવરફુલ ગેમિંગ ફોન છે. જેમાં ઓક્ટેકોર ક્લોલકોમ સ્નેપડ્રેગન 888 SoC, ફાસ્ટ 144HZ રીફ્રેશ રેટ ડિસ્પ્લે, 64MP પ્રાઇમરી કેમેરા સેન્સર અને 6000 mAhની હાઇપર ચાર્જીંગ ટેક્નોલોજી સાથેની શાનદાર બેટરી મળશે. આ સ્માર્ટફોન રૂ. 49,999માં ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: રૂ. 40,000 કરતા પણ ઓછી કિંમતે ખરીદો લેટેસ્ટ ફીચરવાળા લેપટોપ, જાણો યાદી

એપલ iPhone 12 Pro Max

એપલ iPhone 12 Pro Max 5nm આર્કિટેક્ચર સાથે A14 બાયોનિક ચિપમાંથી પાવર મેળવે છે. જેને હાલમાં બજારમાં સૌથી ફાસ્ટ તરીકે રેટ કરવામાં આવે છે. તેથી જ આ ફોન ગેમિંગ માટે સૌથી શ્રેષ્ઠ છે. આ આઇફોનમાં 6.7-ઇંચ સુપર રેટિના XDR ડિસ્પ્લે, 3687mAh બેટરી આવે છે. એપલ iPhone 12 Pro Maxની કિંમત રૂ. 1,29,900 છે.

વિવો X70 Pro Plus

જો તમે એક બેસ્ટ ગેમિંગ ફોનની તલાશમાં હોય તો વિવો X70 Pro Plus સ્માર્ટફોન તમારા માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે. આ સ્માર્ટફોનમાં ઓક્ટો-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 888+ પ્રોસેસર છે, જે ફોનના તમામ સોફ્ટવેર અને ડિવાઇસનું પર્ફોમન્સ વધુ ઝડપી અને સારું બનાવે છે. એક શ્રેષ્ઠ વાત એ છે કે ફોન ઓવરહિટિંગ વગર જ તમારા ગેમિંગ અનુભવને વધુ દમદાર બનાવશે. આ ફોનની કિંમત રૂ. 79,990 છે.

iQOO Z5 5G

ગેમિંગ માટે iQOO Z5 5G સ્માર્ટફોન પણ યુઝર્સની પહેલી પસંદ બની રહ્યો છે. ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 778G પ્રોસેસરથી પાવર મળે છે જે 12GB RAM સાથે જોડાયેલું છે અને 4GB વર્ચ્યુઅલ રેમને પણ સપોર્ટ કરે છે. VC કૂલિંગ, 4D વાઇબ્રેશન, Z-axis લિનિયર વાઇબ્રેશન મોટર અને અન્ય ગેમિંગ સંબંધિત ફીચર્સ પણ તમને આ ફોનમાં મળશે. 5000 mAhની બેટરી ધરાવતા આ ફોનની કિંમત રૂ. 23,990 છે.

આ પણ વાંચો:  શું તમે TV ખરીદવાનું વિચારી રહ્યા છો? આ રહી બેસ્ટ 4K ટીવીની કિંમત અને ફીચર્સ સાથેની યાદી

મોટોરોલા Edge 20 Pro

બીજો શ્રેષ્ઠ ગેમિંગ સ્માર્ટફોન મોટોરોલા Edge 20 Pro છે, જે હાઇ-એન્ડ મોડલ છે. તેમાં 144Hz AMOLED ડિસ્પ્લે, Snapdragon 870 SoC છે, જે 8GB RAM અને 4500mAh બેટરી સાથે 30W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. આ ગેમિંગ સ્માર્ટફોનની કિંમત રૂ. 36,999 છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Game, ટેકનોલોજી, ભારત, મોબાઇલ, સ્માર્ટફોન

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन