મોબાઈલ ગેમિંગનો શોખ છે? 18,999થી શરૂ થતાં આ શ્રેષ્ઠ ફોન ઉપર એકવાર નજર દોડાવો

મોબાઈલ ગેમિંગનો શોખ છે? 18,999થી શરૂ થતાં આ શ્રેષ્ઠ ફોન ઉપર એકવાર નજર દોડાવો
પ્રતિકાત્મક તસવીર

વર્તમાન સમયે સ્માર્ટફોનની સાથે ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝ પણ ખૂબ જ ઝડપથી વધી છે

  • Share this:
સ્માર્ટફોનનો જમાનો આવી ગયો છે. હવે સ્માર્ટફોન માત્ર સુવિધાનું સાધન નહીં, પરંતુ મનોરંજનનું સાધન પણ છે. લોકો કલાકોના કલાકો સ્માર્ટફોન પર વિતાવે છે. વર્તમાન સમયે સ્માર્ટફોનની સાથોસાથ ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝ પણ ખૂબ જ ઝડપથી વધી છે. મોબાઇલ ફ્રેન્ડલી ગેમનો વિકાસ થયો છે. આ સાથે ગેમ સારી રીતે રમી શકાય તેવા સ્માર્ટફોનની માંગ પણ વધી છે. અહીં અમે શ્રેષ્ઠ 10 ફોન રજૂ કરી રહ્યા છીએ. જે તમારો એક્સપિરિયન્સ નેક્સ્ટ લેવલ સુધી લઈ જશે. ખાસ કરીને ડિસ્પ્લે, ડિઝાઇન, સ્પિકર, બેટરી અને પ્રોસેસર સહિતની બાબતોને ધ્યાનમાં રાખી આ સ્માર્ટફોનની પસંદગી કરવામાં આવી છે.

રૂ. 18,999નો પોકો એક્સ 3 પ્રોપોકો એક્સ 3 પ્રોની કિંમત 18,999 રૂપિયા છે. તે ક્વોલકોમ સ્નેપડ્રેગન 860 પ્રોસેસર સાથે આવે છે. આ પ્રોસેસર સાથે આવતા અન્ય સ્માર્ટફોનની સરખામણીએ પોકો એક્સ 3પ્રો સસ્તા દરે મળે છે. ચીપસેટ પણ પાવરફુલ છે. આ ચીપસેટ સ્નેપડ્રેગન 855નું સુધારેલું વર્જન છે. જે વનપ્લસ 7 પ્રો, વનપ્લસ 7 જેવામાં પણ જોવા મળે છે. આ ભાવમાં તમને 5,160 એમએએચની બેટરી, 33 ડબ્લ્યુ ફાસ્ટ ચાર્જર, ડ્યુઅલ સ્પીકર્સ અને 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ, એચડીઆર 10 સર્ટિફિકેશન અને કોર્નિંગ ગોરિલા 6 પ્રોટેક્શન સાથે 6.67 ઇંચની ફુલ-એચડી + એમોલેડ ડિસ્પ્લે પણ મળશે.

રૂ. 20,999ની કિંમતમાં શાઓમી એમઆઈ 10આઈ

જો તમે પોકો ફોન ખરીદવા ન માંગતા હોવ તો શાઓમી એમઆઈ 10 આઇ સારો વિકલ્પ છે. જેમાં મિડ-રેંજ પ્રોસેસર આપે છે. આ ફોનમાં સ્ટીરિયો સ્પીકર્સ, 120 હર્ટ્ઝ એડેપ્ટિવ સિંક રિફ્રેશ રેટ ડિસ્પ્લે અને ઇનબિલ્ટ કૂલિંગ સિસ્ટમ છે. આ ફોન 8nm આધારિત ક્વાલકોમ સ્નેપડ્રેગન 750 જી પ્રોસેસર દ્વારા સંચાલિત છે. જે એડ્રેનો 619 જીપીયુનો સપોર્ટ કરે છે. આ ઉપરાંત 6.7 ઇંચનું ડિસ્પ્લે, 108 એમપી ક્વાડ રીઅર કેમેરા સેટઅપ, 4,820 એમએએચની બેટરી 33 ડબલ્યુ ઝડપી ચાર્જિંગ સપોર્ટ પણ સુવિધાઓ સામેલ છે.

આ પણ વાંચો - અમદાવાદ : ક્રાઈમ બ્રાન્ચે ગોવા રબારીના સાગરીત સંજય દેસાઈની ધરપકડ કરી, 5 બંદૂક અને 52 કારતૂસ કબ્જે કર્યા

રૂ. 24,999માં વનપ્લસ નોર્ડ

વનપ્લસ નોર્ડ પણ સારો વિકલ્પ છે. આ ફોન 5G છે. ક્વોલકોમનું શક્તિશાળી સ્નેપડ્રેગન 765G એસઓસી, જેમાં ગ્રાફિકલી ધરાવતી ગેમને ખૂબ સારી રીતે રમી શકાય છે. હેન્ડસેટમાં 6.44 ઇંચની ફુલ-એચડી + 90 એચઝેડ રિફ્રેશ રેટ સાથે એમોલેડ ડિસ્પ્લે અને કોર્નિંગ ગોરિલા ગ્લાસ 5 પ્રોટેકશનનું પ્રોટેક્શન મળે છે. તેમજ સ્ટીરિયો સ્પીકર્સ પણ મળે છે. આ ફોનમાં ઓક્સિજન ઓએસ મળે છે જે આ ફોનને વધુ સુવિધસભર બનાવે છે. વનપ્લસ નોર્ડમાં 4,115 એમએએચની બેટરીમાં 30 ડબલ્યુ ચાર્જરને સપોર્ટ કરે છે.

રૂ. 29,999માં એક્સ7 પ્રો

મીડિયાટેકના ફ્લેગશીપ ડાઈમનસીટી 1000+ સાથે આવતો રિયલમી એક્સ7 પ્રો ખૂબ પાવરફુલ છે. જેથી સબ વે સર્ફર, અસફાલ્ટ 9, ગેંશીન ઈંપેક્ટ જેવી હેવી ગેમ સરળતાથી રમી શકાય છે. ડિવાઇસમાં 64 એમપી ક્વાડ રીઅર કેમેરા સેટઅપ, ડોલ્બી એટોમસ સપોર્ટ સાથે સ્ટીરિયો સ્પીકર્સ, અને 65 ડબ્લ્યુ ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે 4,500 એમએએચની બેટરી, ફુલ-એચડી + એમોલેડ ડિસ્પ્લે સાથે 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ, કોર્નિંગ ગોરિલા ગ્લાસ 5 પ્રોટેક્શન અને 1,200 નિટ્સ પીક બ્રાઇટનેસ આપે છે.

રૂ. 29,990નો વિવો વી20

વિવો વી 20 પ્રોમાં નોર્ડની જેમ ક્વોલકોમ સ્નેપડ્રેગન 765 જી પ્રોસેસર મળે છે. આ મિડ રેન્જ ફાઈજી ફોન છે. 6.44-ઇંચ એફએચડી + ડિસ્પ્લે. હાઈ રિફ્રેશ રેટ મળે છે. ડિવાઇસમાં સ્ટાન્ડર્ડ 60 હર્ટ્ઝ પેનલ છે. ફોનમાં 64 એમપી સેન્સર સહિત ત્રણ કેમેરા મળશે. સેલ્ફી માટે તમને 44 એમપી + 8 એમપી ડ્યુઅલ ફ્રન્ટ-ફેસિંગ કેમેરા મળશે. ઉપરાંત 4,000 એમએએચની બેટરી છે. જેને ચાર્જ કરવા 33 ડબ્લ્યુ ફાસ્ટ ચાર્જર આપવામાં આવે છે.

રૂ. 39,999માં વનપ્લસ 9R અને વનપ્લસ 8ટી

વનપ્લસના બે પાવરફુલ ફોન વનપ્લસ 9R અને વનપ્લસ 8ટીનું પર્ફોર્મન્સ સરખું છે. 8ટી રૂ. 42,999માં મળે છે. જેમાં એસબીઆઈ કાર્ડથી રૂ. 3000નું ડિસ્કાઉન્ટ મળે છે. પરિણામે તમે તે રૂ. 39,999માં મેળવી શકાય છે. આ ડિવાઇસમાં 65 વોટનું ચાર્જર, સ્નેપડ્રેગન 800 સિરીઝ પ્રોસેસર અને 120 રિફ્રેશ રેટ અને એચડીઆર 10 + પણ મળે છે. તમને 48 એમપી ક્વાડ રીઅર કેમેરા સેટઅપ અને 4,500 એમએએચની બેટરી પણ મળશે. વનપ્લસ 9 આર તાજેતરમાં ભારતમાં 39,999 રૂપિયામાં લોન્ચ કરાયુ હતું.

રૂ. 41,999માં એસસ રોગ ફોન

જો તમે કોઈ ગેમિંગ ફોન શોધી રહ્યા છો, તો પછી એસસ રોગ 3 તમારી માટે બેસ્ટ રહેશે. આ ફોન ફ્લિપકાર્ટ પર 41,999 રૂપિયામાં લિસ્ટેડ છે. એસસ રોગ 3માં 6000 એમએએચની બેટરી, કુલિંગ સિસ્ટમ, એસ્યુસ નોઇઝ રિડક્શન ટેક, સ્નેપડ્રેગન 865+ પ્રોસેસર, 144 હર્ટ્ઝ ડિસ્પ્લે, સ્ટીરિયો સ્પીકર્સ, એરટ્રીગર 3 અને ગ્રિપ પ્રેસ સહિતની સુવિધાઓ અને વધુ માટે અલ્ટ્રાસોનિક સેન્સરથી સજ્જ છે. તેમજે 33W ઝડપી ચાર્જર પણ મળે છે.

રૂ.47,999માં સેમસંગ એસ20 એફ 5જી

સેમસંગ ગેલેક્સી એસ 20 એફઇ 5 જી સારો સ્માર્ટફોન છે. ગેમ રમવામાં તમને જોરદાર ડિસ્પ્લે મળશે. ક્વાલકોમ સ્નેપડ્રેગન 865 ચિપસેટ આપવામાં આવી છે. જે વાયરલેસ ચાર્જિંગ 2.0 માટે સપોર્ટ સાથે 4,500 એમએએચની બેટરી છે. સેમસંગ ગેલેક્સી એસ 20 એફઇ 5 જી 25 ડબ્લ્યુ ફાસ્ટ ચાર્જર, 6.5 ઇંચનું ફુલ-એચડી + એમોલેડ ડિસ્પ્લે, અને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે આવે છે.

રૂ. 49,999માં વનપ્લસ 9

વનપ્લસ 9 લેટેસ્ટ ફ્લેગશિપ ફોન છે. તમે બધા ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન મળે છે. 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે 6.55-ઇંચનું એમોલેડ ડિસ્પ્લે મળશે. ક્વોલકોમ સ્નેપડ્રેગન 888 એસસી, મલ્ટિ-લેયર્ડ કૂલિંગ સિસ્ટમ, ડોલ્બી એટમોસ સપોર્ટ સાથે ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ, ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, અને 4,500 એમએએચ બેટરી જે ફાસ્ટ ચાર્જને સપોર્ટ કરે છે. તે 15W ક્યુઇ વાયરલેસ ચાર્જિંગ માટે પણ સપોર્ટ આપે છે. તમને ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ પણ મળશે. વનપ્લસ 9 ગેમિંગ માટેનો શ્રેષ્ઠ ફોન છે અને તેની કિંમત ભારતમાં 49,999 રૂપિયા રાખવામાં આવી છે.

રૂ. 63,990માં આઈફોન 12 સિરીઝ

આઇફોન 12 પ્રો અને આઇફોન 12 પ્રો મેક્સ ગેમિંગ માટે વધુ સારો વિકલ્પ છે. આઈફોન 12 રૂ. 79,900માં ઉપલબ્ધ છે. આઇફોન 12 મીની એ આઇફોન 12 સિરીઝનો સૌથી સસ્તો ફોન છે. તમે ફ્લિપકાર્ટમાં રૂ. 63,900માં ખરીદી શકો છો. એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર 6,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળે છે. આ ફોનમાં OLED સ્ક્રીન, રીઅર કેમેરા સેટઅપ, શક્તિશાળી એપલ A14 બાયોનિક પ્રોસેસર અને IP68 રેટિંગ પ્રદાન કરે છે.
Published by:News18 Gujarati
First published:April 12, 2021, 19:43 IST

ટૉપ ન્યૂઝ