રૂ.30,000થી ઓછી કિંમતના જોરદાર બેટરી બેકઅપ આપતા 5 સ્માર્ટફોન્સ, કેમેરા અને અન્ય ફીચર્સ પણ છે બેસ્ટ

જોરદાર બેટરી બેકઅપ આપતા સ્માર્ટફોન્સ

સ્માર્ટફોનમાં બેટરી (Smartphone Bettery) લાંબી ચાલે અને ઝડપથી ચાર્જ થાય તે જરૂરી છે. આ જરૂરને ઘણી કંપનીઓ સમજી ચુકી છે.

  • Share this:
Tech News: વર્તમાન સમયે સ્માર્ટફોન (Smartphone) આપણી જીવનશૈલી સાથે જોડાઈ ગયા છે. હવે ફોનનો મતલબ માત્ર કોલ કરવા જેટલો સીમિત રહ્યો નથી. આખી દુનિયા આંગળીના ટેરવે છે. જેથી સ્માર્ટફોનમાં બેટરી (Smartphone Bettery) લાંબી ચાલે અને ઝડપથી ચાર્જ થાય તે જરૂરી છે. આ જરૂરને ઘણી કંપનીઓ સમજી ચુકી છે. જેના પરિણામે બજારમાં 5000mAh કે તેનાથી વધુ બેટરી (5000MAH BATTERY 5000) હોય તેવા ઘણા સ્માર્ટફોન ઉપલબ્ધ છે. આજે અહીં દમદાર બેટરી અને ફીચર ધરાવતા સ્માર્ટફોનની જાણકારી આપવામાં આવી છે.

મોટોરોલા એજ 20 ફ્યુઝન (રૂ. 21,499)

આ સ્માર્ટફોનમાં 6.7 ઇંચની ફુલ-એચડી+ OLED ડિસ્પ્લે અને 90હર્ટ્ઝ રિફ્રેશ રેટ મળે છે. તેમજ 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો, 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો અને 30W ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000mAh બેટરી જેવી સુવિધા પણ મળે છે. આ સ્માર્ટફોનમાં ગ્રાહકોને સાયબર ટીલ અને ઇલેક્ટ્રિક ગ્રેફાઇટ જેવા કલરના વિકલ્પ પણ આપવામાં આવે છે.

પોકો F3 GT 5G (રૂ.28,999)

ગેમ રમવાનો શોખ ધરાવતા લોકો માટે આ સારો વિકલ્પ છે. તેમાં મીડિયાટેક ડિમેન્સિટી 1200 SoC સાથે 8GB રેમ અને 256GB સ્ટોરેજ મળે છે. પોકો F3 GT 5Gમાં 6.67 ઇંચની એમોલેડ ડિસ્પ્લે સાથે 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે આપવામાં છે. 64 મેગાપિક્સલનું ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ અને 5,065mAhની બેટરી આ ફોનને બીસ્ટ સમાન બનાવે છે. આ ફોનમાં 67W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ મળે છે.

રેડમી નોટ 10 પ્રો મેક્સ (રૂ.19,999)

આ ફોનમાં પણ દમદાર કેમેરો અને બેટરી છે. શાઓમીનો રેડમી નોટ 10 પ્રો મેક્સ 108 મેગાપિક્સેલના કેમેરા સાથે આવે છે. તેમાં અલગ અલગ કલર અને સ્ટોરેજના વિકલ્પ આપવામાં આવ્યા છે. નોટ પ્રો મેક્સમાં 5,020mAhની બેટરી અને 33Wનું ફાસ્ટ ચાર્જર મળે છે.

સેમસંગ ગેલેક્સી M32 5G (રૂ. 20,999)

સેમસંગનો આ ફોન લોકપ્રિય બન્યો છે. આ ફોનમાં ICICI ક્રેડિટ કાર્ડ પર રૂ.2000નું ડિસ્કાઉન્ટ મળે છે. આ સ્માર્ટફોનમાં 60હર્ટ્ઝ રિફ્રેશ રેટ અને 6.5 ઇંચની એચડી+ ટીએફટી ઇન્ફિનિટી-વી ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં ઓક્ટા-કોર મીડિયાટેક ડિમેન્સિટી 720 SoCની તાકાત મળે છે. 8GB રેમનો વિકલ્પ આપવામાં આવે છે. સેમસંગ ગેલેક્સી M32 5Gમાં 48 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર મળે છે. તેની 5,000mAh બેટરી 15W ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોન 19 કલાક સુધીનો કોલિંગ ટાઇમ (LTE નેટવર્ક) અથવા 20 કલાકનો વીડિયો પ્લેબેક આપતો હોવાનું સેમસંગનું કહેવું છે.

મોટો G60 (રૂ. 17,999)

મોટારોલાનો જ વધુ એક ફોન આ યાદીમાં સામેલ છે. જેનું નામ મોટો G60 છે. આ ફોન 6.8 ઇંચની ફુલ-એચડી+ IPS ડિસ્પ્લે અને 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે આવે છે. તેને ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 732જી SoCનો પાવર મળે છે. તેમાં પાછળ 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો છે. મોટો જી60 ટર્બોપાવર 20 ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. તેમાં 6,000mAhની બેટરી આપવામાં આવે છે. એક વખત ચાર્જ કર્યા બાદ સામાન્ય ઉપયોગ માટે આ ફોન 54 કલાક ચાલી શકે છે.
First published: