Home /News /tech /

Feature Phone: આ છે ભારતમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ કીપેડ ફોન

Feature Phone: આ છે ભારતમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ કીપેડ ફોન

જિયોફોન2

Top feature phones: આજની તારીખમાં પણ આ ફોન માર્કેટ (Indian mobile market)માં સરળતાથી ઉપલબ્ધ છે અને હવે તો તેમાં 4G કનેક્ટિવિટી જેવા એડવાન્સ ફીચર પણ જોવા મળે છે.

મુંબઈ: જો તમને એવું લાગતું હોય કે ફીચર ફોન (Feature Phone) હવે અસ્તિત્વમાં નથી અને અદ્રશ્ય થઈ ગયા છે તો તેવું નથી. આજની તારીખમાં પણ આ ફોન માર્કેટ (Indian mobile market)માં સરળતાથી ઉપલબ્ધ છે અને હવે તો તેમાં 4G કનેક્ટિવિટી જેવા એડવાન્સ ફીચર પણ જોવા મળે છે. જો તમે પણ એવા કોઈ ફોન વિશે સર્ચ કરી રહ્યાં છો તો તમે યોગ્ય જગ્યાએ આવ્યા છો. આજે અમે તમને આવા જ કેટલાક ફીચર ફોન વિશે જણાવીશું.

JioPhone 2

JioPhone 2એ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલો સેકન્ડ જનરેશન સ્માર્ટ ફીચર ફોન છે. અગાઉના મોડલની સરખામણીમાં આમાં વધુ ફીચર જોવા મળે છે. આ ફોન QWERTY કીબોર્ડની સાથે ફેસબુક, વોટ્સએપ, યૂટ્યૂબ વગેરેને સપોર્ટ કરે છે. આ ફોન બ્લેકબેરી સ્માર્ટફઓન જેવો છે, જે વોઈસ કમાન્ડને પણ સપોર્ટ કરે છે. આ ફોનમાં 4GB રેમ અને 512MB સ્ટોરેજ, 2 મેગાપિક્સલનો રિયર અને 0.3 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો, ડ્યુઅલ કોર પ્રોસેસર સાથે 2.4 ઈન્ચની ડિસ્પ્લે અને 2000 mAhની બેટરી આપવામાં આવી છે.

Nokia 216 (ડ્યુઅલ સિમ)

Nokia 216 (ડ્યુઅલ સિમ) સ્ક્રેચ રેસિસ્ટન્ટ હાર્ડ પોલિકાર્બોનેટ (polycarbonate frame) ફ્રેમ ધરાવે છે, જે તેને મજબૂતી આપે છે. આ ફીચર ફોનમાં ક્લાસિક ગેમ્સ જેવી કે નાઈટ્રો રેસિંગ અને સ્નેક જેન્જિયા વગેરે આવે છે. આ ફોનમાં 1020mAhની રિપ્લેસેબલ બેટરી, 2.4 ઈન્ચ ડિસ્પ્લે, VGA પ્રાઈમરી અને ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

Samsung Guru 1200

સેમસંગ ગુરુ 1200 કંપની દ્વારા 2012માં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોનમાં કંપનીનો પ્રોપરાઈટરી ઓએસ આપવામાં આવ્યું છે, જે ઓપરેટ કરવું સરળ છે. આ ફોનમાં ઈન્ટરનેટ બ્રાઉઝિંગ, બ્લૂટૂથ અને 2જી કનેક્ટિવિટી સપોર્ટ આપવામાં આવ્યું છે. આ ફોનમાં 1800 mAhની બેટરી, 1.5 ઇંચની ડિસ્પ્લે અને ટોર્ચ લાઈટ આપવામાં આવી છે.

Samsung Guru FM Plus B110E

Samsung Guru FM Plus B110E માં 1.5 ઈન્ચ 128 x 128 પિક્સલની TFT ડિસ્પેલ આપવામાં આવી છે. આ હેન્ડસેટ વાપરવો ખૂબ ઈઝી છે. આ ફોનમાં 800mAh લોન્ગ લાસ્ટિંગ બેટરી અને એફએમ રેડિયો આપવામાં આવ્યું છે.

Samsung Metro B313

Samsung Metro B313 એક ફીચર ફોન છે, જેમાં 2 ઈન્ચની ટીએફટી ડિસ્પ્લે, સિંગલ કોર પ્રોસેસર, VGA કેમેરો, 1000mAh બેટરી અને 16 GB સુધીનો માઈક્રો એસડી કાર્ડ સ્લોટ આપવામાં આવ્યો છે.

Nokia 225 4G

Nokia 225 4G શ્રેષ્ઠ કીપેડ ફોન કહી શકાય જેમાં VoLTE સપોર્ટ આપવામાં આવ્યો છે. આ હેન્ડસેટ આઈકોનિક કીપેડ ડિઝાઈન ધરાવે છે, જેમાં ટચ પણ ડેડિકેટેડ છે. આ ફોનમાં 2.4 ઈન્ચ QVGA LCD ડિસ્પ્લે, વાયરલેસ એફએમ, વેબ બ્રાઉઝર, ગેમ, VGA કેમેરા અને 1150mAhની બેટરી આપવામાં આવી છે.

આ પણ વાંચો: દમદાર કેમેરા સાથેના 10 સ્માર્ટફોન, કિંમત 15 હજારથી પણ ઓછી, તમે પણ કરી લો એક નજર

Nokia 5310

Nokia 5310માં 2.4 ઇંચ 320 x 240 રિઝોલ્યુશન પિક્સલ QVGA ડિસ્પ્લે ધરાવે છે. આ ફોનમાં MT6260A પ્રોસેસર છે, જેમાં 8MB રેમ અને 16GB સ્ટોરેજ આપવામાં આવી છે સાથે જ 32GBના માઈક્રોએસડી કાર્ડથી તેને વધારી પણ શકાય છે. ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ પણ છે, સાથે જ 3.5 mm હેડપોન જેક, વાયરલેસ એફએમ રેડિયો, ડ્યુઅલ ફ્રન્ટ ફેસિંગ સ્પિકર, 2G સપોર્ટ, બ્લૂટૂથ 3.9 અને માઈક્રો USB પોર્ટ, 1200mAh બેટરી આપવામાં આવી છે. આ ફોનમાં VGA રિયર કેમેરા, એલઈડી ફ્લેશ પણ સામેલ છે.

Nokia 110 (2019)

Nokia 110 વર્ષ 2019માં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોનમાં 160x120 પિક્સલ રિઝોલ્યુશનવાળી 1.77-ઈન્ચ QQVGA ડિસ્પલે આપવામાં આવી છે. આ ફોનમાં 4MB રેમ અને સ્ટોરેજ આપવામાં આવી છે, જેને 32GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે. આ ફીચર ફઓન નોકિયા 30+ સિરીઝ પર ચાલે છે, જેમાં બિલ્ટ-ઈન એફએમ રેડિયો, MP3 પ્લેયર અને ક્લાસિક સ્નેક ગેમ આપવામાં આવી છે. આ ફોનમાં એક રિયર કેમેરા આપવામાં આવ્યો છે, સાથે જ 800mAh રિમૂવેબલ બેટરી આપવામાં આવી છે.

JioPhone

JioPhone દેશનો પ્રથમ સ્માર્ટ ફીચર ફોન છે, જે 4G VoLTE સર્વિસને સપોર્ટ કરે છે. આ ડિવાઈસ હાલમાં બેસ્ટ સેલિંગ ફીચર ફોન છે. આ ફોનમાં વોટ્સએપ સપોર્ટ પણ છે. ફોનમાં 4GB સ્ટોરેજ અને 512MB રેમ, 2 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરા, 0.3 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા, 240*320 પિક્સલની 2.4 ઈન્ચ ડિસ્પ્લે, SPRD 9820A/QC8905 ડ્યુઅલ કોર પ્રોસેસર અને 2000mAhની બેટરી આપવામાં આવી છે.

આ પણ વાંચો: Waterproof smartphones: ભારતમાં મળતા 12 બેસ્ટ વોટરપ્રૂફ સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ

Nokia 3310 2017

નોકિયા 3310 (2017) એચએમડી ગ્લોબલ દ્વારા ફેન્સમાં નોસ્ટાલ્જીયા લાવવા માટે લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોનમાં રિડિઝાઈન લુક અને નેક્સ્ટ જનરેશન સ્નેક ગેમ આપવામાં આવી છે. આ ફોનમાં 16 એમબી સ્ટોરેજ, 2 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરા, 2.4 ઈન્ચની ડિસ્પ્લે અને 1200mAhની બેટરી આપવામાં આવી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Gadgets, ટેકનોલોજી, ભારત, મોબાઇલ, સ્માર્ટફોન

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन