Amazon Mobile Saving Days: સ્માર્ટફોન ખરીદવાની મોસમ ખીલી, આવી રીતે મેળવો દમદાર ડિસ્કાઉન્ટ

Tech News: OnePlusથી લઈને Samsung સુધી, Amazon પર ભારે ડિસ્કાઉન્ટ પર મળી રહ્યા છે આ દમદાર સ્માર્ટફોન

Tech News: OnePlusથી લઈને Samsung સુધી, Amazon પર ભારે ડિસ્કાઉન્ટ પર મળી રહ્યા છે આ દમદાર સ્માર્ટફોન

  • Share this:
એમેઝોન પર મોબાઈલ સેવિંગ ડેઝ (Amazon Mobile Saving Days) ચાલી રહ્યો છે, આ સેલ 19 ઓગસ્ટના રોજ પૂરો થશે. સેલ દરમિયાન ઈ-કોમર્સ પ્લેટફોર્મ Citi bank અને IndusInd બેન્કના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સેલમાં વનપ્લસ 9R 5G, વનપ્લસ નોર્ડ 2, રેડમી નોટ 10 સીરિઝ, રેડમી 9 સીરિઝ, Mi 11X સીરિઝ, સેમસંગ ગેલેક્સી M21 2021 એડિશન, સેમસંગ ગેલેક્સી M32 અને ગેલેક્સી M31 જેવા સ્માર્ટફોન ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે.

Amazonએ પ્રાઈમ મેમ્બર્સને ખાસ ફાયદો ‘Just for Prime’ પ્રોગ્રામ આપવાનું એલાન કર્યું છે. સેલ દરમિયાન પ્રોગ્રામ હેઠળ HDFC કાર્ડથી સ્માર્ટફોનની ખરીદી પર ઈન્સ્ટન્ટ ફ્રી ઈન્સ્ટોલમેન્ટ્સ આપવામાં આવશે. આ ઓફરમાં સેમસંગ, રેડમી, Mi, iQOO, Oppo અને Vivo જેવા સ્માર્ટફોન શામેલ છે.

Amazon Mobile Saving Days સેલ

OnePlus 9 5G

આ ફોન રૂ. 49,999માં લોન્ચ કરવામાં આવ્યો હતો. એમેઝોનના સેલમાં આ સ્માર્ટફોન રૂ.45,999 ખરીદી શકશો. તે માટે Amazon couponનો ઉપયોગ કરવાનો રહેશે અને ગ્રાહકોને રૂ.4,000નું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

Samsung galaxy M31
આ ફોનમાં 6GB+128GBની સુવિધા આપવામાં આવી છે. આ ફોનની કિંમત રૂ.16,999 છે. આ સેલમાં તમે આ સ્માર્ટફોન રૂ.14,999માં ખરીદી શકશો.

આ પણ વાંચો, Yamaha Motors પોતાના સ્કૂટરો પર આપી રહી છે ખાસ ઓફર્સ, 999ના ડાઉન પેમેન્ટ પર લઈ જાઓ ઘરે

Oppo F17

આ સ્માર્ટફોન રૂ.17,990માં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોન એમેઝોન પરથી રૂ.14,990માં ખરીદી શકાશે.

Samsung Galaxy M42 5G

આ સ્માર્ટફોનની કિંમત રૂ.21,999 છે. તમે એમેઝોનના સેલમાં આ ફોન રૂ.20,999માં ખરીદી શકશો. આ ઓફરનો લાભ Amazon કૂપન હેઠળ મેળવી શકાય છે.

આ પણ વાંચો, Motorolaએ 108MP કેમેરાવાળા બે સ્માર્ટફોન કર્યા લોન્ચ, અહીં જાણો કિંમત અને ખાસ ફીચર્સ

Mi 10T 5G

શાઓમીનો આ સ્માર્ટફોન રૂ.34,999માં લોન્ચ કરવામાં આવ્યો હતો. તમે આ સ્માર્ટફોન પર રૂ.32,999માં ખરીદી શકશો એટલે કે, આ સ્માર્ટફોન પર તમને રૂ.2,000નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

Mi Mix 4ના આ ફીચરથી ડર્યું ચીન

મોબાઇલ કંપની Xiaomiએ હાલમાં જ ચીન (China)માં પોતાના ફ્લેગશિપ ફોન Mi Mix 4ને લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન (Smartphone)માં સૌથી પોપ્યુલર ફીચરમાંથી એક છે એન્ટી-થેફ્ટ ફીચર (Anti Theft Feature). જે યૂઝરને પોતાનો સ્માર્ટફોન શોધવા માટે મદદ કરે છે, પછી ભલે ફોનમાં સીમ ન પણ હોય. પરંતુ ચીનના મીડિયા રિપોર્ટ અનુસાર ચીનની સરકારે (Chinese Government) શાઓમી (Xiaomi)ને આ ફીચર દૂર કરવાનો આદેશ આપ્યો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે શાઓમીએ Weiboને આ વાત અંગે ખુલાસો આપવા કહ્યું છે. રિપોર્ટ અનુસાર આ ફીચર નિયમોનું ઉલ્લંઘન કરે છે, જેના માટે કંપનીએ ચીનની ઓથોરિટી પાસેથી તેની પરવાનગી લીધી નથી.
First published: