Home /News /tech /

Realme 8 Pro: 108 મેગાપિક્સલ કેમેરાવાળો સૌથી સસ્તો સ્માર્ટફોન, ખરીદી પર ખાસ છૂટ

Realme 8 Pro: 108 મેગાપિક્સલ કેમેરાવાળો સૌથી સસ્તો સ્માર્ટફોન, ખરીદી પર ખાસ છૂટ

રિયલમી 8 પ્રો

Realme 8 Pro smartphone: ફ્લિપકાર્ટે આ ફોનનો ટાઇટલ આપ્યું છે કે આ 108 મેગાપિક્સલ કેમેરાવાળો સૌથી રસ્તો સ્માર્ટફોન છે. જેમાં Super AMOLED ડિસ્પ્લે જેવું ફીચર આપવામાં આવ્યું છે.

    નવી દિલ્હી. Realme 8 Pro smartphone: ફ્લિપકાર્ટ (Flipkart) પર રિયલમી ફેસ્ટીવ ડેઝ (Realme festive days) ચાલી રહ્યો છે. આ સેલનો આજે (13 ડિસેમ્બર) અંતિમ દિવસ છે. આ સેલમાં ગ્રાહકોને રિયલમીના સ્માર્ટફોન્સ (Realme smartphones) પર સારી ડીલ્સ આપવામાં આવી રહી છે. સેલની શરૂઆત 9મી ડિસેમ્બરના રોજ થઈ હતી. સેલમાં પ્રીમિયમ ફોનથી લઈને બજેટ ફોન પર ખૂબ સારી ઑફર (Offer) આપવામાં આવી રહી છે. સેલની બેસ્ટ ડીલ (Best deal) અંગે વાત કરીએ તો આ ઑફરમાં તમે રિલયમી 8 પ્રો (Realme 8 Pro)ને ખૂબ ઓછી કિંમતે ખરીદી શક છો. ફોનની સૌથી ખાસ વાત એ છે કે તેમાં 108 મેગાપિક્સલનો કેમેરો (108 Megapixel Camera) છે.

    ફ્લિપકાર્ટે આ ફોનનો ટાઇટલ આપ્યું છે કે આ 108 મેગાપિક્સલ કેમેરાવાળો સૌથી રસ્તો સ્માર્ટફોન છે. જેમાં Super AMOLED ડિસ્પ્લે જેવું ફીચર આપવામાં આવ્યું છે. આ ફોન 17,999 રૂપિયાની શરૂઆતની કિંમત પર મળી રહ્યો છે. જોકે, એક્સચેન્જ ઑફરમાં આ ફોનને 15,450 રૂપિયામાં ખરીદી શકાય છે.

    આ ફોનમાં 6.4 ઇંચનું ફુલ-એચડી (1,080×2,400 પિક્સલ) AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. આ ફોનમાં ડ્યુઅલ નેનો સિમકાર્ડ આવે છે. આ સ્માર્ટફોન Android 11 બેઝ્ડ Realme UI 2.0 પ્રોસેસર પર ચાલે છે. ફો ઇનફિનિટ બ્લેક અને ઇનફિનિટ બ્લૂ કલરના વેરિઅન્ટમાં મળે છે. Realme 8 Pro સ્માર્ટફોન 6GB રેમ + 128 GB સ્ટોરેજ, 8GB રેમ + 128 GB સ્ટોરેજ વેરિઅન્ટમાં આવે છે.

    108 મેગાપિક્સલનો કેમેરો

    કેમેરા તરીકે આ ફોનમાં કંપનીએ ક્વાડ સેટઅપ આપ્યું છે, જેમાં 108 મેગા પિક્સલનો પ્રાઇમરી કેમેરા સામેલ છે. આ ઉપરાંત 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરા, 2 મેગાપિક્સલનો માઇક્રોશૂટર અને 1 મેગાપિક્સલનો બ્લેક એન્ડ વ્હાઇટ સેન્સર કેમેરા સામેલ છે. સેલ્ફી માટે કંપનીએ ફોનમાં 16 મેગાપિક્સલનો Sony IMX471 કેમેરા આપ્યો છે.

    આ પણ વાંચો: Motorola smartphone: મોટોરોલાએ ભારતમાં લોન્ચ કર્યો બજેટ રેન્જનો 5G સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ

    બેટરી

    પાવર માટે કંપનીએ ફોનમાં 4,500mAhની ક્ષમતાની બેટરી આપી છે. આ બેટરીને 50W સુપરફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમથી ચાર્જ કરી શકાય છે. સ્માર્ટફોનમાં કનેક્ટિવિટી માટે ડ્યુઅલ બેન્ડ વાઈફાઈ, 4G, બ્લૂટૂથ વી 5.0, જીપીએસ, 3.5 એમએમ હેડફોન જેક અને યુએસબી ટાઇપ સી પોર્ટ છે. ફોનમાં એન્બિયન્ટ લાઇટ સેન્સર, પ્રૉક્સિમિટી સેન્સર, મેગ્નેટિક ઇન્ડક્શન સેન્સર, એક્સેલેરોમીટર અને ઝાયરો મીટર સેન્સર સાથે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Flipkart, Realme, મોબાઇલ, સ્માર્ટફોન

    આગામી સમાચાર