Home /News /tech /Best CNG Sedan Cars: 6 લાખ રૂપિયામાં મળશે 31Km સુધીની માઇલેજ! સ્પેસમાં પણ જોરદાર છે આ સસ્તી CNG સેડાન કાર

Best CNG Sedan Cars: 6 લાખ રૂપિયામાં મળશે 31Km સુધીની માઇલેજ! સ્પેસમાં પણ જોરદાર છે આ સસ્તી CNG સેડાન કાર

Maruti Dzire CNG વેરિઅન્ટ સેગમેન્ટમાં સૌથી વધુ માઈલેજ માટે જાણીતી છે.

Best CNG Sedan Cars: રેગ્યુલર ફ્યુઅલની કિંમતોમાં વધારા બાદ CNG કારોની ડિમાન્ડ ઝડપથી વધવા લાગી છે. Maruti Dzire અને Tata Tigor CNGની માંગમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે.

Best CNG Sedan Cars: પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોએ લોકોને ફ્યુઅલના અન્ય વિકલ્પ તરફ વળવાનો મોકો આપ્યો છે. જો કે, ઇલેક્ટ્રિક વ્હીકલ એક મોટા વિકલ્પ તરીકે જરૂરથી ઉભર્યા છે, પરંતુ હજુ પણ સીમિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઊંચી કિંમતને કારણે EV (ઇલેક્ટ્રિક વ્હીકલ્સ) સામાન્ય લોકોની પહોંચથી દૂર છે. એવામાં CNG વાહનોની ડિમાંડ ઝડપથી વધી રહી છે. ગ્રાહકોના આ જ વલણને જોતાં વાહન નિર્માતા કંપનીઓ પણ ઝડપથી પોતાના CNG પોર્ટફોલિયોને મજબૂત કરવામાં લાગી ગઈ છે.

જો તમે પણ એક અફોર્ડેબલ અને સારી સ્પેસવાળી CNG સેડાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો આજે અમે તમને એવા જ કેટલાક સિલેક્ટેડ મોડેલ વિશે જણાવશું. Maruti Suzukiથી લઈને Hyundai સુધી, આ સેડાન કારો ઓછી કિંમતમાં સારી માઇલેજ આપવા માટે જાણીતી છે.

1. Tata Tigor CNG:

આ સબ-ફોર મીટર સેડાન કારને હાલમાં જ CNG વેરિઅન્ટ સાથે માર્કેટમાં લોન્ચ કરવામાં આવી છે. આમ તો આ કાર રેગ્યુલર પેટ્રોલ એન્જિન સાથે કુલ 6 ટ્રિમમાં ઉપલબ્ધ છે, પરંતુ તેનું CNG મોડલ માત્ર બે ટ્રીમ XZ અને XZ પ્લસમાં આવે છે. આ કારમાં 1.2 લિટરની ક્ષમતાના 3 સિલિન્ડર યુક્ત પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે CNG કિટ વેરિઅન્ટ સાથે 73PS ની પાવર અને 95Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે આવે છે.

કિંમતઃ 7.85 લાખથી 8.57 લાખ રૂપિયા
માઇલેજ: 26.49 કિમી/Kg

આ પણ વાંચો: મોંઘા પેટ્રોલની ચિંતાને કહો અલવિદા, માત્ર 70,000 રૂપિયામાં લઈ આવો આ શાનદાર CNG MUV

2. Hyundai Aura CNG:

દક્ષિણ કોરિયા વાહન નિર્માતા કંપની હ્યુન્ડાઈની કોમ્પેક્ટ સેડાન ઓરા પણ તમારા માટે વધુ સારો વિકલ્પ સાબિત થશે. આ કાર તેના ખાસ લુક અને શાનદાર ઈન્ટિરિયર માટે જાણીતી છે. કુલ પાંચ વેરિઅન્ટમાં આવતી આ કારનું માત્ર 'S' વેરિઅન્ટ કંપની ફિટેડ CNG સાથે આવે છે.

આમ તો, આ કારમાં પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન વિકલ્પો મળે છે, પરંતુ તેના CNG મોડલમાં કંપનીએ 1.2 લિટરની ક્ષમતાનું પેટ્રોલ એન્જિન આપ્યું છે, જે 83PS પાવર અને 114Nm ટોર્ક જનરેટ કરે છે. ફીચર્સની વાત કરીએ તો, આ કારમાં એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સાથે 8-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ ફોન ચાર્જિંગ, ઓટો એસી, હાઇટ-એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ અને ક્રુઝ કંટ્રોલનો સમાવેશ થાય છે.

કિંમતઃ 6.09 લાખથી 9.51 લાખ રૂપિયા
માઇલેજ: 28 કિમી/Kg

આ પણ વાંચો: મારુતિની આ સસ્તી કાર પર મળી રહી છે ભારે છૂટ, જુઓ લિસ્ટ

3- Maruti Dzire CNG:

દેશની બેસ્ટ સેલિંગ સેડાન કાર ડિઝાયરને સેગમેન્ટમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. કુલ ચાર ટ્રીમમાં આવતી આ કારના VXi અને ZXi વેરિઅન્ટ કંપની ફિટેડ CNG સાથે આવે છે. આમાં કંપનીએ 1.2 લિટરની ક્ષમતાના ડ્યુઅલ-જેટ પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કર્યો છે જે 5 સ્પીડ મેન્યુઅલ અને વૈકલ્પિક ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે. તેનું પેટ્રોલ વેરિઅન્ટ 23 કિમી સુધીની માઈલેજ આપે છે, જ્યારે CNG વેરિઅન્ટ સેગમેન્ટમાં સૌથી વધુ માઈલેજ માટે જાણીતી છે.

ફીચર્સની વાત કરીએ તો, આ કારમાં ક્રૂઝ કંટ્રોલ, ઓટોમેટિક એલઇડી હેડલાઇટ્સ, ઓટો-ફોલ્ડિંગ ઓઆરવીએમ, પુશ-બટન એન્જિન સ્ટાર્ટ/સ્ટોપ અને ઓટો એસી સાથે રિયર વેન્ટ આપવામાં આવ્યા છે. Android Auto અને Apple CarPlay સાથે 7 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 4.2-ઇંચ મલ્ટી-કલર MID તેને વધુ ખાસ બનાવે છે.

કિંમતઃ 6.24 લાખથી 9.18 લાખ રૂપિયા
માઇલેજ: 31.12 કિમી/Kg

(નોંધ: અહીં જે કાર વિશે જણાવવામાં આવ્યું છે, તેમાં માત્ર સીએનજી વેરિઅન્ટનો સમાવેશ થાય છે. કારની કિંમત અને માઇલેજ રિપોર્ટ્સ પર આધારિત છે. સામાન્ય રીતે વાહનની માઇલેજ ડ્રાઇવિંગ સ્ટાઇલ અને રોડ કન્ડિશન પર આધાર રાખે છે, તેથી વાસ્તવમાં તેમાં ફેરફાર હોઈ શકે છે.)
First published:

Tags: Auto, Auto news, CNG, CNG Cars, Gujarati tech news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો