Tech News: ટેક્નોલોજીના પ્રતિદિન થઇ રહેલા વિકાસ વચ્ચે હવે 4G સ્માર્ટફોન (4G Smartphone) ભૂતકાળ બનવાના આરે છે અને 5G સ્માર્ટફોનનો (5G Smartphone) સમય નજીક આવી રહ્યો છે. જોકે ભારતમાં (India) હજુ સુધી 5G લોન્ચ થયું નથી. 5G ક્યારે લોન્ચ થશે તેને લઇને હજુ સુધી કોઇ સ્પષ્ટતા નથી. પરંતુ સ્માર્ટફોન નિર્માતા કંપનીઓ પહેલાથી આ અંગે સ્પર્ધામાં લાગી ચૂકી છે. શાઓમી (Xiaomi), રિયલમી (Realme) અને અન્ય સ્માર્ટફોન કંપનીઓ 5જી ફોન ઉપલબ્ધ કરાવવાની સાથે તેના ફોનમાં અન્ય હાઇ-ટેક હાર્ડવેર પણ વાપરી રહી છે. જો તમે પણ રૂ. 30,000ની અંદર 5G ફોન ખરીદવાનું વિચારી રહ્યા હોય તો અહીં અમુક ફોનનું લીસ્ટ આપ્યું છે.
Xiaomi Mi 11X 5G (રૂ. 29,999)
Xiaomi Mi 11X 5G સ્માર્ટફોનમાં 6.67-ઇંચની ફૂલ HD+ E4 AMOLED ડિસ્પ્લે આવશે, જે 120Hz રિફ્રેશ રેટ, 360Hz ટચ સેમ્પિંગ રેટ અને 1300 નિટ્સ પીક બ્રાઇટનેસ આપશે. તેમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 870 SoC પ્રોસેસર અને 48 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરા સાથે ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે. આ ઉપરાંત સ્માર્ટફોનમાં 4520mAhની બેટરી મળશે જે 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ ધરાવે છે.
OnePlus Nord 2 5G (રૂ. 29,999)
વન પ્લસનો MediaTek SoC સાથેનો પહેલો સ્માર્ટફોન OnePlus Nord 2 5G વિશે પણ તમે વિચારી શકો છો. આ ફોનમાં MediaTek ડાયમેન્સિટી 1200AI ચિપસેટ અને 6.43-ઇંચની ફૂલ HD+AMOLED ડિસ્પ્લે મળશે. જે 90Hxz રિફ્રેશ રેટ આપશે. 50 મેગાપિક્સલના પ્રાઇમરી શૂટર કેમેરા સાથે આ ફોનમાં તમને ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે.
Poco F3 GT 5G (રૂ. 28,999)
જો તમને ગેમ રમવાનો શોખ છે તો તમે Poco F3 GT 5G અંગે વિચારી શકો છો. Poco F3 GT 5G ફોનમાં MediaTek ડાઇમેંશન 1200SoC, 8GB RAM અને 256GB સ્ટોરેજ છે. આ ઉપરાંત 6.67-ઇંચ AMOLED ડિસ્પ્લે મળશે જે 120Hz રિફ્રેશ રેટ અને 480Hz ટચ સેમ્પલિંગ રેટ પ્રદાન કરે છે. 64 મેગાપિક્સલ ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ અને 5065mAh બેટરી પેક પણ મળશે, જે 67W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
જો તમને સેમસંગની ફોન વાપરવા વધુ ગમે છે તો તમે Samsung Galaxy A22 5G લઇ શકો છો. આ ફોન MediaTek Dimensity 700 SoC સાથે આવશે, જે MediaTekના નવીનત્તમ 5G SoC લાઇનઅપમાં એક મિડ રેન્જ ચિપસેટ છે. આ સાથે જ ફોનમાં 8GB RAM અને 128GB સ્ટોરેજ છે, જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1TB સુધી વધારી શકાય છે. ફ્રન્ટમાં 6.6 ઇંચ ફૂલ HD ડિસ્પ્લે આવશે, જે 90Hz રિફ્રેશ રેટ પ્રદાન કરશે. આ સિવાય ફોનમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા અને 5000mAhની બેટરી આવશે જે 15W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર