2 હજારથી પણ ઓછી કિંમતે મળે છે આ Smartwatch, જાણો તેના ફીચર્સ

2 હજારથી પણ ઓછી કિંમતે મળે છે આ Smartwatch, જાણો તેના ફીચર્સ
2 હજારથી પણ ઓછી કિંમતે મળે છે આ Smartwatch, જાણો તેના ફીચર્સ

છેલ્લા કેટલાક વર્ષોથી સ્માર્ટવોચ અને ફિટનેસ બેન્ડનું વેચાણ ખૂબ વધ્યું છે

  • Share this:
છેલ્લા કેટલાક વર્ષોથી સ્માર્ટવોચ અને ફિટનેસ બેન્ડનું વેચાણ ખુબ વધ્યું છે. આ પ્રકારના ડિવાઇસ સ્પોર્ટ્સમાં રસ ધરાવતા લોકો વધુ વાપરે છે. પરંતુ જો તમે પણ એક સારી સ્માર્ટવોચ ખરીદવા માંગો છો તો અમે આજે તમને કુલ 3 સ્માર્ટવોચ વિશે જણાવીશું.

Ambrane Pulse સ્માર્ટવોચ : આ સ્માર્ટવોચ રેક્ટેન્ગયુલર શેપમાં આવે છે, જેમાં 1.3 ઇંચની IPS એલસીડી છે. આ સ્ક્રીનનું રિઝોલ્યુશન 240x240 પિક્સલ જેટલું છે. આ સ્માર્ટવોચ સ્ક્રેચ રેઝિસ્ટન્ટ છે. આ સ્માર્ટવોચમાં સ્ટીલ બોડી અને સિલિકોન સ્ટ્રેપ આપેલ છે. ઉલ્લેખનીય છે કે 10 દિવસના બેટરી બેકઅપવાળી આ સ્માર્ટવોચમાં ફિટનેસ ટ્રેકિંગ, સ્માર્ટ નોટિફિકેશન, વોટર રેઝિસ્ટન્ટ જેવા ઘણા ફીચર્સ છે. નવાઈની વાત તો એ છે કે તમે આ સ્માર્ટવોચને માત્ર 1899 રૂપિયામાં ખરીદી શકાય છે.આ પણ વાંચો - ગાંધીનગર : કોરોનામાં હોમ આઇસોલેટ દર્દીને નહી મળે રેમડેસિવીર ઇન્જેક્શન

Gionee Senorita સ્માર્ટવોચ : આ સ્માર્ટવોચમાં કંપનીએ 1.4 ઇંચની સર્ક્યુલર TFT ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનું સ્ક્રીન રિઝોલ્યુશન 240x198 પિક્સલ છે. આ સ્માર્ટવોચની 130 એમએએચ બેટરીને એક વખત ચાર્જ કર્યા બાદ 5 દિવસ સુધી તમે તેનો ઉપયોગ કરી શકો છો. આ સ્માર્ટવોચ સ્ટીલ બોડી અને સ્ટીલ સ્ટ્રેપ સાથે આવે છે. તેમાં વોટર પ્રૂફ, ફિટનેસ ટ્રેકિંગ અને સ્માર્ટ નોટિફિકેશન જેવા ફીચર્સ પણ છે. તમે આ વોચને 1999 રૂપિયામાં ખરીદી શકો છો.

Syska SW100 સ્માર્ટવોચ : આ સ્માર્ટવોચમાં 1.3 ઈંચની રેક્ટેન્ગયુલર TFT ડિસ્પ્લે આપેલી છે. જેનું રિઝોલ્યુશન 240x240 પિક્સલનું છે. જોકે, આ સ્માર્ટવોચમાં એલ્યુમિનિયમ બોડી અને પ્લાસ્ટિકનો સ્ટ્રેપ છે. કંપનીનો દાવો છે કે આ સ્માર્ટવોચને એક વખત ચાર્જ કરવાથી તેની બેટરી 15 દિવસ સુધી ચાલશે. તેમાં પણ ફિટનેસ ટ્રેકિંગ, સ્માર્ટ નોટિફિકેશન્સ જેવા ફીચર્સ છે. સાથે જ આ સ્માર્ટવોચ 1799 રૂપિયામાં ખરીદી શકશો.
Published by:News18 Gujarati
First published:April 13, 2021, 18:10 IST