Budget Smartphones: આ દિવાળીએ ખરીદો રૂ. 10 હજારથી પણ ઓછી કિંમતે શ્રેષ્ઠ સ્માર્ટફોન્સ

10 હજાર કરતી ઓછી કિંમતે મળી રહ્યા છે સ્માર્ટફોન્સ

Budget smartphones: આ દિવાળીએ જો તમારા માટે કોઇ સ્માર્ટફોન ખરીદવા (Buying Budget Smartphones)નું વિચારી રહ્યા છો, તો તમારા માટે ઘણા એવા વિકલ્પો છે જેમાં તમે રૂ. 10,000થી પણ ઓછી કિંમતમાં 4GB રેમવાળા સ્માર્ટફોન્સ ખરીદી શકો છો.

  • Share this:
મુંબઈ: દિવાળીના તહેવારો (Diwali Festivals) આવી રહ્યા છે અને ગ્રાહકો માટે ખરીદીની અનેક ઑફર્સ લઇને બ્રાન્ડ્સ (Brand Offers) પણ હાજર છે. ઇલેક્ટ્રોનિક, કપડાં, ગ્રોસરી, ગેજેટ્સથી માંડીને તમામ વસ્તુઓ પર સેલ અને ડિસ્કાઉન્ટ (Sale & Discount)ની સિઝન પણ ચાલુ થઇ ચૂકી છે. તેવામાં તમે આ દિવાળીએ જો તમારા માટે કોઇ સ્માર્ટફોન ખરીદવા (Buying Budget Smartphones)નું વિચારી રહ્યા છો, તો તમારા માટે ઘણા એવા વિકલ્પો છે જેમાં તમે રૂ. 10,000થી પણ ઓછી કિંમતમાં 4GB રેમવાળા સ્માર્ટફોન્સ ખરીદી શકો છો. તમે રિયલમી, રેડમી, ઇન્ફિન્કિસ કે મોટોરોલા કે પછી અન્ય કોઇ બ્રાન્ડના ફોન્સ ખરીદી શકો છો. આ તમામ સ્માર્ટફોન ફ્લિપકાર્ટ પર મળી રહ્યા છે. તો આવો જાણીએ ક્યા સ્માર્ટફોન તમે આટલી ઓછી કિંમતે (Low Price Smartphones) વસાવી શકો છો.

Realme C21Y

Realme C21Y ફોનમાં તે તમામ ખૂબીઓ જે એક બજેટ સ્માર્ટફોનમાં હોવી જોઇએ. આ ફોન 4GB રેમ અને 6GB સ્ટોરેજ સાથે આવશે અને તેની ડિસ્પ્લે 6.5 ઇંચ એચડી પ્લસ છે. ફોનમાં 5000 mAhની બેટરી પણ મળશે અને 3 કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. કેમેરામાં પહેલો કેમેરો 13 મેગાપિક્સલનો, બીજો 2 મેગાપિક્સલનો, ત્રીજો કેમેરો પણ 2 મેગાપિક્સલનો છે જ્યારે ફ્રન્ટ કેમેરો 5 મેગાપિક્સલનો છે. ફ્લિપકાર્ટ પર બ્લેક અને બ્લુ કલરમાં ખરીદી શકો છો.

Redmi 9i Sports

રેડમીએ તેનો Redmi 9i Sport સ્માર્ટફોન 4GB અને 64GB વેરિયન્ટમાં 10000 રૂપિયાથી ઓછી કિંમતમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં 6.53 ઇંચની ડિસ્પ્લે અને 5000 mAhની બેટરી પણ છે. 13 મેગાપિક્સલ કેમેરાની સાથે તેમાં 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા પણ છે. હાલ આ ફોન ફ્લિપકાર્ટ પર 8799 રૂપિયામાં ખરીદી શકાય છે. દિવાળી ઑફર વગર જોઇએ તો તેની કિંમત 10000 રૂપિયામાંથી માત્ર 1 રૂપિયો ઓછી છે. જો તમે એક્સચેન્જ ઓફર પર લો છો, તો 8200 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર મળી શકે છે.

મોટોરોલા E40

જો કે, આમ તો મોટોરોલાના આ ફોનની કિંમત 10,999 રૂપિયા છે, પરંતુ હાલ તમે તેને ફ્લિપકાર્ટ પર 9499 રૂપિયામાં ખરીદી શકો છો. આ સ્માર્ટફોનમાં 4GB રેમ અને 64GB સ્ટોરેજનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. તેની સ્ક્રીન સાઈઝ 6.5 ઈંચ છે, જે એચડી પ્લસ છે. 5000 mAh બેટરી સાથે આવતા આ સ્માર્ટફોનમાં તમને રિયલ કેમેરામાં 48 મેગાપિક્સલ + 2 મેગાપિક્સલ + 2 મેગાપિક્સલ એમ 3 કેમેરા મળશે. તેનો સેલ્ફી કેમેરો 8 મેગાપિક્સલનો છે. આ ફોનને તમે કાર્બન ગ્રે કલરમાં ખરીદી શકો છો.

Poco C3

Xiaomi ની બ્રાન્ડ Poco નો C3 સ્માર્ટફોન આ સમયે 18% ઓફ મેળવીને રૂ. 8999માં ખરીદી શકાય છે. જો તમારી પાસે એક્સચેન્જ માટે ફોન હોય તો તમે રૂ. 8450 સુધીનો એક્સચેન્જ લાભ પણ મેળવી શકો છો. આ ફોનમાં 4GB રેમ અને 64GB સ્ટોરેજ આપવામાં આવી છે. તેમાં 5000 mAh બેટરી સાથે 3 રિયર કેમેરા આપવામાં આવ્યા છે. જેમાં પ્રાઇમરી કેમેરા 13 મેગાપિક્સલનો છે અને અન્ય બે કેમેરા 2-2 મેગાપિક્સલના છે. સેલ્ફી માટે ફ્રન્ટમાં 5 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ આનંદો! લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે ફીચર લૉંચ

Infinix Hot 10 Play

જો તમે કોઇ બજેટ સ્માર્ટફોનની લેવાનું વિચારી રહ્યા છો તો Infinix પણ સારો વિકલ્પ છે. 4GB રેમ અને 64GB સ્ટોરેજ સાથેનો Infinix Hot 10 Play સ્માર્ટફોન અત્યારે Flipkart પર 8999 રૂપિયામાં ખરીદી શકાય છે. એક્સચેન્જ હેઠળ, આમાં વધુમાં વધુ 8450 રૂપિયાની ઓફર પણ લઈ શકો છો. આ ફોનની સૌથી મોટી ખાસિયત તેની બેટરી છે જે 6000mhની છે. ફોનમાં 13 મેગાપિક્સલના કેમેરા સાથે ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. ફ્રન્ટ કેમેરા 8 મેગાપિક્સલનો છે.

Techno Spark 7T

જો તમે Tecnoનો ફોન ખરીદવા માંગતા હોવ તો તમારી પાસે Spark 7T ખરીદવાની સારી તક છે. 4GB રેમ અને 64GB સ્ટોરેજ સાથે આવતા આ સ્માર્ટફોનને ફ્લિપકાર્ટ પર હાલ તમે 9875 રૂપિયામાં ખરીદી શકો છો. ફોનની સ્ક્રીન સાઈઝ 6.52 ઈંચ છે. 6000 mAh બેટરી સાથે આવતા આ સ્માર્ટફોનમાં 48 મેગાપિક્સલનો રિયર કેમેરા છે, જ્યારે ફ્રન્ટ કેમેરા 8 મેગાપિક્સલનો છે. તમને આ ફોનમાં નેબુલા ઓરેન્જ કલરમાં મળશે. Tecno Spark 6 Go માં પણ લગભગ Spark 7T જેવા જ ફિચર્સ છે. ફોનમાં 5000 mAhની બેટરી આપવામાં આવી છે. કેમેરાની વાત કરીએ તો તેમાં 13 મેગાપિક્સલ + AI લેન્સ ડ્યુઅલ AI કેમેરા છે. જો કે તમને આ ફોન માત્ર 8999 રૂપિયામાં મળી રહ્યો છે.

આ પણ વાંચો: Flipkart પર આ ફોલ્ડેબેલ ફોન પર મળી રહ્યું છે 75,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ!

કૂલપેડ મેગા 5S

ઉપર જણાવેલા તમામ ફોનમાં આ ફોન સૌથી સસ્તો છે. જેની કિંમત માત્ર 6290 રૂપિયા છે. 4GB રેમ અને 64GB સ્ટોરેજ સાથે આવતા આ સ્માર્ટફોનની બેટરી તેનો સૌથી મોટો વીક પોઇન્ટ છે. કારણે કે આ ફોનમાં માત્ર 2500 એમએએચની બેટરી આપી છે. પરંતુ જો તમે ખૂબ સસ્તો સ્માર્ટફોન લેવાનુ વિચારી રહ્યા છો તો આ ફોન તમારા માટે સારો વિકલ્પ બની શકે છે. જોકે, તમારે બેટરી બાબતે થોડું જતું કરવું પડી શકે છે.
Published by:Vinod Zankhaliya
First published: