Home /News /tech /Printer: ઘર અને ઑફિસમાં વપરાશ માટે માત્ર રૂ.15,000માં મળી રહ્યા છે આ શ્રેષ્ઠ પ્રિન્ટર્સ, જાણો ફીચર્સ

Printer: ઘર અને ઑફિસમાં વપરાશ માટે માત્ર રૂ.15,000માં મળી રહ્યા છે આ શ્રેષ્ઠ પ્રિન્ટર્સ, જાણો ફીચર્સ

હોમ અને ઓફિસ માટે પ્રિન્ટર્સ

Best printers for home: જો તમે પણ કયું પ્રિન્ટર લેવું તે અંગે અસંમજસમાં હોવ તો અમે અમુક શ્રેષ્ઠ પ્રિન્ટર્સની યાદી (Best Printers in India) તમારા માટે લાવ્યા છીએ.

મુંબઈ: જો તમે પણ એક સારું પ્રિન્ટર વસાવવા (Buying Printer)નું વિચારી રહ્યા હોય અને કયું પ્રિન્ટર લેવું તે અંગે અસંમજસમાં હોવ તો અમે અમુક શ્રેષ્ઠ પ્રિન્ટર્સની યાદી (Best Printers in India) તમારા માટે લાવ્યા છીએ. યાદીમાં દર્શાવવામાં આવેલા પ્રિન્ટર્સની કિંમત રૂ.15,000 સુધીની છે. ભારતમાં ઇન્ક ટેન્ક પ્રિન્ટર્સ (Ink Tank Printers) વેચતી વિવિધ બ્રાન્ડ્સ (Brands)માં HP, બ્રધર (Brother), એપ્સન (Epson), કેનન (Canon), પેન્ટમ (Pantum) વગેરે સામેલ છે. અહીં ઘર અને ઓફિસના ઉપયોગ માટે અમુક શ્રેષ્ઠ પ્રિન્ટર (Best Printers) છે.

1) HP ઇંક ટેન્ક 310 કલર પ્રિન્ટર (HP Ink Tank 310 Colour Printer)

ઘર અને ઓફિસ બંને માટે HP ઇંક ટેન્ક 310 પ્રિન્ટર કોપી, પ્રિન્ટ અને સ્કેનિંગનું કામ પણ કરી શકે છે. તે દરેક મિનિટે 7.5 પેજ પ્રિન્ટ કરી શકે છે. HP GT52 ઓરીજનલ ઇંકનો ઉપયોગ કરવામાં આવે છે. કલર મોડમાં આ પ્રિન્ટર દર મિનિટે 4.1 પેજ પ્રિન્ટ કરી શકે છે. આ પ્રિન્ટરમાં HP GT52 ઇન્ક આવે છે.

2) HP Deskjet ઇંક કલર પ્રિન્ટર (HP Deskjet Ink Advantage 4178 WiFi Colour Printer)

10,000 હેઠળના શ્રેષ્ઠ પ્રિન્ટરની વાત આવે ત્યારે ટોપ રેટેડ પ્રિન્ટરોની હરોળના HP બ્રાન્ડને અવગણી શકાય નહીં. HP Deskjet 4178 WIFI કલર પ્રિન્ટરમાં અદ્યતન સુવિધાઓ છે જે તમને શ્રેષ્ઠ પરિણામો પ્રદાન કરશે. સાઇઝમાં નાનું હોવાથી આ પ્રિન્ટર સરળતાથી તમારા ઘરમાં ફીટ આવી શકશે. આ પ્રિન્ટર 7.5 બ્લેક એન્ડ વ્હાઇટ પેજ અને 5.5 કલર પેજ પ્રિન્ટ કરી શકે છે, જે અન્યની સાપેક્ષમાં થોડા ઓછા કહી શકાય છે. આ પ્રિન્ટર ઓટોમેટિક ડોક્યુમેન્ટર ફીડર, મોબાઇલ દ્વારા ફેક્સ મોકલવાની, વોઇસ કમાન્ડ દ્વારા પ્રિન્ટિંગ અને ડ્યુઅલ બેન્ડ વાઇફાઇ સાથે સીમલેસ કનેક્ટિવિટી જેવા ફીચર્સ ધરાવે છે.

3) કેનન E4270 ઇંક પ્રિન્ટર ( Canon E4270 All-in-One Ink Printer)

કેનન E4270 ઓલ-ઇન-વન એ બજારમાં ઘર વપરાશ માટે શ્રેષ્ઠ પ્રિન્ટર પૈકીનું એક છે. તમે તેના દ્વારા દસ્તાવેજને ફેક્સ, પ્રિન્ટ, સ્કેન અને કોપી કરી શકો છો. આ વાયરલેસ પ્રિન્ટર ઓછા ખર્ચે તમને કલર અને બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટિંગ કરવાની સુવિધા પ્રદાન કરશે. માસિક 100થી 300 પેજ પ્રિન્ટ કરી શકે છે. આ પ્રિન્ટરમાં મોબાઇલ અને ક્લાઉડ પ્રિન્ટિંગ, ઓટો ડોક્યુમેન્ટ ફીડર, હાઇ ક્વોલિટી પ્રિન્ટિંગ, વાઇ-ફાઇ કનેક્ટિવિટી, યુએસબી 2.0 કેન્ક્ટર્સની સુવિધા મળશે.

4 ) એપ્સન ઇકોટેન્ક L3211 પ્રિન્ટર ( Epson EcoTank L3211)

નાની ઓફિસ અને ઘર માટે એપ્સન ઇકોટેન્ક L3211 પ્રિન્ટર સૌથી શ્રેષ્ઠ ઓપ્શન છે. ઉપરાંત આ પ્રિન્ટર 12 વોલ્ટનો જ વપરાશ કરશે, જે તમારું લાઇટબિલ બચાવશે. તમે તેમાં ફોટોઝ પણ પ્રિન્ટ કરી શકો છો. આ પ્રિન્ટર કોપી, સ્કેન અને પ્રિન્ટ કરવાની, યુએસબી કનેક્ટિવિટી જેવા ફીચર્સ ધરાવે છે.

5) Pantum P2200 લેસર પ્રિન્ટર (Pantum P2200 Laser Printer)

આ ન્યૂકમર પ્રિન્ટરમાં તમને માત્ર પ્રિન્ટિંગની જ સુવિધા મળશે. જો કે, તે USB કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે, જે એક પ્લસ પોઇન્ટ છે. વધુમાં, બ્રધર લેસર પ્રિન્ટર પ્રતિ મિનિટ 30 પેજ પ્રિન્ટ કરે છે. તેથી જ તે ઘરેલું અને ઓફિસમાં ઉપયોગમાં લેવા માટે શ્રેષ્ઠ છે. તે A4, A5, મેક્સિકો લીગલ અને અન્ય ઘણી પેજ સાઇઝમાં પ્રિન્ટિંગ કરી શકે છે.

6) HP લેસરજેટ P1108 મોનોક્રોમ લેસર પ્રિન્ટર (HP Laserjet P1108 Monochrome Laser Printer)

રૂ.10,000ની અંદર આવતા સૌથી શ્રેષ્ઠ પ્રિન્ટર પૈકી આ એક છે. તેમાં 2.0 USB કનેક્ટર્સ ઉપલબ્ધ છે. આ ઉપરાંત માત્ર 10 સેકન્ડમાં C5, A4, B5, A5, A6, DL પેપર સાઇઝ પ્રિન્ટ કરી શકે છે. આ પ્રિન્ટર 150 પેજની કેપેસિટી ધરાવે છે. તે એક મોનોક્રોમ લેસર પ્રિન્ટર છે. જેમાં સિંગલ ફંક્શન અને ઇન્સ્ટન્ટ ઓન ટેકનોલોજી છે. આ પ્રિન્ટર પાવર સેવિંગ, ઉત્તમ ટેક્સ્ટ ક્વોલિટી, હાઇ રીઝોલ્યુશન સ્કેન જેવી સુવિધાઓ આપે છે.

આ પણ વાંચો: શું તમે TV ખરીદવાનું વિચારી રહ્યા છો? આ રહી બેસ્ટ 4K ટીવીની કિંમત અને ફીચર્સ સાથેની યાદી

7) કેનન પિક્સમા G3000 વાયરલેસ ટેંક કલર પ્રિન્ટર (Canon Pixma G3000)

રૂ.10,000ની અંદર આવતું આ પ્રિન્ટર અનેક ફીચર્સ ધરાવે છે. આ પ્રિન્ટરની ઇન્કજેટ મોટી સંખ્યામાં પ્રિન્ટ કરવા માટે સક્ષમ છે. તેની ઇંકટેન્ક 6000 બ્લેક એન્ડ વ્હાઇડ પેજ અથવા 7000 કલર પેજ પ્રિન્ટ કરી શકે છે. આ પ્રિન્ટરમાં LED ઇન્ડીકેટર્સ આવેલા છે. તમે કૉપિ કરવાની પ્રોસેસને રોકી શકો છો અને તમને મોનોક્રોમ અથવા રંગીન પ્રિન્ટ જોઈએ છે કે કેમ તે વિકલ્પ પસંદ કરો અને તેને તમારા Wi-Fi નેટવર્કથી કનેક્ટ કરી શકો છો. આ બધું આ LED ઇન્ડીકેટર્સના કારણે શક્ય છે. પ્રિન્ટર વિવિધ પેપર સાઇઝ સપોર્ટ, યુએસબી પોર્ટ, વાયરલેસ કનેક્ટિવિટી અને LED ઇન્ડીકેટર જેવા ફીચર્સ ધરાવે છે.

આ પણ વાંચો:  ભારતમાં મહિલાઓ માટે 10 બેસ્ટ સ્માર્ટફોન: સેમસંગ, એપલ, ઓપો અને વનપ્લસના મોડેલ્સ સામેલ

8) બ્રધર DCP-T220 ઇંક ટેંક પ્રિન્ટર (Brother DCP-T220)

બ્રધર DCP-T220 ઇંક ટેંક પ્રિન્ટર અનેક શ્રેષ્ઠ ફીચર્સથી સજ્જ છે. આ પ્રિન્ટર એક મિનિટમાં 10 કલર પેજ અને 27 બ્લેક એન્ડ વ્હાઇટ પેજ પ્રિન્ટ કરી શકે છે. આ પ્રિન્ટરની પેપર ટ્રે 150 શીટ્સની કેપેસિટી ધરાવે છે અને LCD ડિસ્પ્લે ધરાવે છે. આ પ્રિન્ટરમાં તમને યુએસબી કનેક્ટિવીટી, સ્કેન, કોપી અને પ્રિન્ટ ફેસિલિટી, 150 શીટ્સ પેપર ટ્રે, એલસીડી ડિસ્પ્લે જેવા ફીચર્સ મળશે.
First published:

Tags: Gadgets, Home, કચેરી, ટેકનોલોજી