રંગોળી કેવી રીતે બનાવવી એ ખબર નથી, તો આ ઍપ્લિકેશનનો કરો ઉપયોગ

News18 Gujarati
Updated: October 26, 2019, 4:37 PM IST
રંગોળી કેવી રીતે બનાવવી એ ખબર નથી, તો આ ઍપ્લિકેશનનો કરો ઉપયોગ
આ ઍપ્લિકેશન પર તમને સુંદર ડિઝાઇન મળશે જેને તમે જોઈને રંગોળી બનાવી શકો છો.

આ ઍપ્લિકેશન પર તમને સુંદર ડિઝાઇન મળશે જેને તમે જોઈને રંગોળી બનાવી શકો છો.

  • Share this:
આજકાલ આ ઍપ્લિકેશન યૂઝર્સોમાં ખૂબ પ્રખ્યાત છે કારણ કે આ ઍપ્લિકેશન તમને ઘરની જરુરિયાતની તમામ સેવાઓ પ્રદાન કરે છે. દિવાળી સમયે તમારે કેવી રીતે પૂજા કરવી અને દિવાળીના દિવસે કેવી રંગોળી બનાવવી તે વિશે કંઇ વિચાર્યુ નથી તો આ ઍપ્લિકેશનથી તમે જાણી શકો છો.

Laxmi Diwali Pujan app

દિવાળી પર લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે અને જો તમને પૂજાની સંપૂર્ણ પદ્ધતિ અને પદ્ધતિઓ ખબર ન હોય તો તમે તેના માટે લક્ષ્મી દિવાળી પૂજન ઍપ્લિકેશન ( Laxmi Diwali Pujan app)નો ઉપયોગ કરી શકો છો. આ ઍપમાં તમને દિવાળી પૂજનની કથા મળશે. આ સાથે તમને લક્ષ્મી અને ગણેશ જી આરતીનો ઑડિયો અને દિવાળીથી સંબંધિત ઇતિહાસ પણ જાણવા મળશે.Rangoli Design for Diwali 2019

જો દિવાળીના તહેવાર પર રંગોળી બનાવવામાં ન આવે તો તહેવાર થોડો અધૂરો લાગે છે અને લક્ષ્મી પૂજા માટે રંગોળીનું પોતાનું મહત્વ છે. તેથી જો તમારે દિવાળી પૂજા માટે રંગોળી બનાવવી હોય અને તમને રંગોળી કેવી રીતે બનાવવી તે ખબર નથી, તો તમે આ માટે ઍપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. Rangoli Design for Diwali 2019 દિવાળી 2019 ઍપ્લિકેશન પર તમને સુંદર ડિઝાઇન મળશે જેને તમે જોઈને રંગોળી બનાવી શકો છો.Diwali Photo Greetings

દિવાળી પર તમારા સબંધીઓ અને મિત્રોને ભેટ આપવા ઉપરાંત તમે શુભેચ્છાઓનું કાર્ડ પણ આપી શકો છો. આ માટે તમે ગૂગલ પ્લે સ્ટોર પર દિવાળી ફોટો ગ્રીટિંગ્સ (Diwali Photo Greetings) ઍપ્લિકેશનનો ઉપયોગ પણ કરી શકો છો. આમાં તમે શુભેચ્છા કાર્ડ પર ફોટો પણ મૂકી શકો છો. ત્યારબાદ તમે વોટ્સઍપ પર કાર્ડ શેર કરી શકો છો.
First published: October 26, 2019, 4:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading