કાળઝાળ ઉનાળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. લોકો ગરમીથી બચવા માટે અવનવા રસ્તા અપનાવે છે. કોઈએ ઉનાળા પહેલાં જ એસી વસાવી લીધા છે, તો કોઈ નવા એસી અથવા કુલરની તપાસમાં છે. જોકે કુલરના ભાવ એસીની સરખામણીમાં ઓછા હોવાથી કુલરની માંગ વધી છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ બજેટમાં પ્રોડક્ટ શોધી રહ્યા છે. ભારતમાં બજેટ સેગમેન્ટમાં એર કૂલરની માંગને ધ્યાનમાં રાખીને લગભગ દરેક કંપની તેના ઉત્પાદનો લોન્ચ કરે છે. જો તમે પણ કૂલર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અહીં અમે તમને 5થી 6 હજાર રૂપિયાની વચ્ચે દમદાર કુલર વિષે જણાવી રહ્યા છીએ.
PCF 25DLX: આ કુલરની ક્ષમતા 24 લીટરની છે. કંપની આ કુલર પાવર સેવિંગ કરતું હોવાનો દાવો કરી રહી છે. આ મોડેલમાં ટર્બો ફેન ટેકનોલોજી છે. પાવરફુલ એર થ્રો, વધુને વધુ કુલિંગ માટે હનીકંમ્બ પેડ્સ સહિત અનેક અત્યાધુનિક ફીચર્સ આપવામાં આવ્યા છે. કુલરની બોડી થર્મોકોલની છે. આ કુલર સફેદ કલરમાં મળે છે અને તેની કિંમત રૂ. 5,100 છે.
Bajaj: દેશમાં ખ્યાતનામ કંપની બજાજ કુલર સેગમેન્ટમાં પણ કિંગ છે. આ સેગમેન્ટમાં કંપની ઘણા વિકલ્પો આપે છે. કંપનીનું પ્લેટિની પીએક્સ 97 ટર્ક 36-લિટર કૂલર પાવરફુલ છે. જેની ક્ષમતા 36 લિટરની છે. આ મોડેલ સ્પીડ કંટ્રોલ, એર ડિફેક્લેશન, કૂલિંગ પેડ્સ અને રિમૂવેબલ પેડ્સથી સજ્જ છે. 11.2 કિલો વજનનું આ કુલર સફેદ કલરમાં મળે છે. આ કુલરની કિંમત માત્ર 5,899 રૂપિયા છે.
Bajaj TC 2007 રૂમ એર કુલર : બજાજથી આ કુલરની સ્ટોરેજ ક્ષમતા 34 લિટરની છે. આ કુલરમાં તમે પાણીના ઇન્ડિકેટર સાથે બ્લોઅર ટેકનોલોજી અને ધૂળથી બચાવ કરતી ટેકનોલોજી મળે છે. કુલર ઓવરફ્લો થાય તો ખબર પડે તેવી સુવિધા પણ છે. આ કુલર આઇસ બોક્સ જેવી સુવિધાઓથી સજ્જ છે. આ કુલરનું બોડી થર્મોપ્લાસ્ટિકનું છે. તેનું વજન 12.5 કિલો છે. આ કુલરની કિંમત રૂ. 5,990 છે. Bajaj PC 2012 એર કુલર : મિડ સેગમેન્ટનું આ મોડેલનો લૂક ખૂબ જ આકર્ષક છે. ગ્રે અને વાઇટ એમ બે કલરમાં આ કુલર મળે છે. કુલરમાં મોટર કેપેસિટી 20 લિટરનું છે. જ્યારે બોડી થર્મોપ્લાસ્ટિકનની છે. આ ઉપરાંત ઓવરફ્લો ઇન્ડિકેટર, આઇસ ચેમ્બર જેવી સુવિધા પણ આપવામાં આવે છે. કુલરનું વજન 12.9 કિલો છે. એક વર્ષની વોરંટી સાથે આવતું આ કુલર રૂ. 5,999માં ઉપલબ્ધ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર