મુંબઈ. BEST 5G PHONES IN INDIA: હાલ ઘણા દેશમાં 5જી કનેક્વિટી ઉપલબ્ધ નથી, કંપનીઓ દ્વારા તેનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે કેટલીક સ્માર્ટફોન (Smartphone) બ્રાન્ડ પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન માર્કેટમાં લોન્ચ કરી રહ્યાં છે. આ સ્માર્ટફોનમાંથી કેટલાક સ્માર્ટફોન 5G (5G Smartphone) છે. આને સીધો જ અર્થ એ થાય છે કે જ્યારે પણ ભારતમાં 5G નેટવર્કની કનેક્ટિવિટી આવશે કે તરત જ આ ફોન 5G નેટવર્કમાં કામ કરવા લાગશે. આજે અમે આપને બજારમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ 5G સ્માર્ટફોન વિશે જણાવીશું.
OnePlus Nord 2 5G
આ ફોનના ફીચર પર નજર કરવામાં આવે તો ફોનમાં સ્ટોરેજ બાબતે વિવિધ વેરિયન્ટ ઉપલબ્ધ છે, જેમાં 128GB અને 256GB સ્ટોરેજ સાથે જ 6 GB,8 GB અને 12GM RAM આપવામાં આવે છે. ફોનમાં 50 MP+ 8 MP+ 2 MPના ટ્રિપલ લેન્સ પ્રાઈમરી કેમેરા આપવામાં આવ્યા સાથે જ સેલ્ફી, વિડીયો કોલિંગ માટે 32 MP ફ્રન્ટ કેમેરો છે. ફોનમાં 6.43 ઈન્ચ 1080 x 2400 પિક્સલની ડિસ્પ્લે, 1200 AI ઓકટાકોર મિડિયાટેક પ્રોસેસર છે અને 4500 એમએએચની નોન રિમૂવેબલ બેટરી આપવામાં આવી છે. આ ફોનની કિંમત રૂ. 24,999થી શરૂ થાય છે.
OPPO Reno6 Pro 5G
ઓપો રેનો 6 પ્રો 5જીમાં 256 જીબી સ્ટોરેજ અને 12 જીબી રેમ આપવામાં આવે છે. આ સાથે જ ફોનમાં 64 MP + 8 MP + 2MP + 2MP ક્વોડ પ્રાઈમરા કેમેરા સેટઅપ અને સેલ્ફી તથા વિડીયો કોલ માટે 32 MP ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 6.55 ઈન્ચની 1080 x 2400 પિક્સલની ડિસ્પ્લે, મિડિયાટેક MT6893 ડાયમેન્સિટી 1200 5G 6nm ઓક્ટાકોર પ્રોસેસર અને 4500mAhની નોન રિમૂવેબલ બેટરી આપવામાં આવી છે. આ ફોનની કિંમત રૂ. 39,990 છે. ઉલ્લેખનીય છે કે, 4જી ઓપ્શનમાં પણ અલગ સ્ટોરેજ સ્પેસ સાથે આ ફોન બજારમાં ઉપલબ્ધ છે.
iQOO Z5 5G
iQOO Z5 5Gમાં 128GB સ્ટોરેજ અને 8GB RAM આપવામાં આવી છે. ફોનમાં 5000mAhની બેટરી પણ આપવામાં આવી છે. 120Hz રિફ્રેશ રેટ સાથે 6.67 ઈન્ચની LCD ડિસ્પ્લે વાળો આ ફોન શ્રેષ્ઠ સ્માર્ટફોનમાંથી એક છે. આ સાથે જ ફોનમાં ઓક્ટાકોર સ્નેપડ્રેગન 778G પ્રોસેસર છે. ફોનમાં 64MP + 8MP + 2MP સેન્સર સાથે ટ્રિપલ પ્રાઈમરી કેમેરા સેટઅપ અને વિડ્યો કોલ તથા સેલ્ફી માટે 16MP ફ્રન્ટ કેમેરા પણ આપવામાં આવ્યો છે. આ ફોનની કિંમત 23990 રૂ. છે.
Realme GT Neo 2
Realme GT Neo 2 સ્માર્ટફોન 6.62 ઈન્ચની ફુલ HD+ 1080p રિઝોલ્યુશન ડિસપ્લે ધરાવે છે. આ સાથે જ ફોનમાં ઓક્ટા કોર સ્નેપડ્રેગન 870 પ્રોસેસર આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનમાં 128 GB અને 256 GB સ્ટોરેજ તથા 8GB/12 GB RAM આપવામાં આવે છે. Realme GT Neo 2માં 64MP + 8MP + 2MP પ્રાઈમરી કેમેરા તથા સેલ્ફી અને વિડીયો કોલ માટે 16MP ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 5000mAhની બેટરી છે. ફોનની કિંમત રૂ. 31,999 છે.
Xiaomi 11 Lite NE 5G
બજારમાં ઉપલબ્ધ 5G ફોનમાંથી એક Xiaomi 11 Lite 5G NEમાં 6.55 ઈન્ચની ફુલ HD+ રિઝોલ્યુશન (1080 x 2400) પિક્સલ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં ઓક્ટાકોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 778G પ્રોસેસર છે. આ સાથે જ 4250mAh ની નોન રિમૂવેબલ બેટરી આપવામાં આવી છે. જે ફાસ્ટ ચાર્જીંગ સપોર્ટ કરે છે. Xiaomi 11 Lite 5G NEમાં 64MP + 8MP + 5MP પ્રાઈમરી અને 20MP ફરન્ટ કેમેરા છે અને આ ફોનની કિંમત 26,999 રૂ. છે.
OnePlus 9 Pro 5G
Oneplus 9 Pro 5G કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલો લેટેસ્ટ ફ્લેગશીપ સ્માર્ટફોન છે. આ ફોનમાં પાવરફુલ ક્વોલકોમ સ્નેપડ્રેગન 888 SoC પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 50Wનું વાયરલેસ ચાર્જર સાથે જ 4500mAhની બેટરી આપવામાં આવી છે. Oneplus 9 Pro 5Gમાં 6.7 ઈન્ચની 1440*3216 પિક્સલની ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 48MP + 50MP + 8MP + 2MPપ્રાઈમરી કેમેરા અને 16MP ફ્રન્ટ કેમેરા સેટઅપ સાથે જ 128 GB અને 256 GB સ્ટોરેજ તથા 8GB/12 GB RAM આપવામાં આવી છે. આ સ્માર્ટફોનની કિંમત 64,999થી શરૂ થાય છે.
Samsung Galaxy A52s 5Gમાં ઓક્ટોકોર સ્નેપ ડ્રેગન 778G SoC પ્રોસેસર, 8GB RAM અને 128GB સ્ટોરેજ આપવામાં આવે છે. ફોનમાં 6.5 ઈન્ચની 1080 x 2400 પિક્સલની ડિસ્પ્લે અને 4500mAhની બેટરી આપવામાં આવી છે. આ સાથે જ 64MP + 12MP + 5MP + 5MP ક્વોડ પ્રાઈમરી કેમેરા અને 32MP ફ્રન્ટટ કેમેરા આપવામાં આવ્યા છે. આ ફોનની કિંમત રૂ. 35,999થી શરૂ થાય છે.
Samsung Galaxy S21 Ultra 5G
Samsung Galaxy S21 Ultra 5G કંપનીનો સૌથી સારા ફીચર ધરાવતો ફોન છે. આ ફોનમાં સ્નેપડ્રેગન 888 SoC અને Exynos 2100 SoC પ્રોસેસર આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનમાં 256 GB અને 512 GB સ્ટોરેજ તથા 12GB/16 GB RAM, 6.8 ઈન્ચની 1440 x 3200 પિક્સલ ડિસ્પ્લે અને Li-Ion 5000 mAhની બેટરી આપવામાં આવી છે. આ સાથે 108MP + 10MP + 10MP + 12MP ક્વોડ પ્રાઈમરી કેમેરા અને 40MP ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનની કિંમત 1,28,999 રૂ. છે.
Vivo X70 Pro Plus
The Vivo X70 Pro+ પ્રિમિયમ ફ્લેગશીપ ફોન છે. જેમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.78 ઈન્ચની WQHD+ કર્વ્ડ એજ ડિસ્પ્લે, વિડિયો સ્ટ્રિમિંગ માટે HDR10 અને HDR10+ સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ફોનમાં 12GB RAM અને 256GB સ્ટોરેજ સાથે સ્નેપડ્રેગન 888+ પ્રોસેસર અને Li-Ion 5000 mAhની બેટરી આપવામાં આવી છે. સ્માર્ટફોનમા 50MP + 48MP + 12MP + 8MP ના પ્રાઈમરી કેમેરા અને 32MP ફ્રન્ટ કેમેરા આપેલા છે. આ ફોનની કિંમત રૂ. 79990 છે.
Samsung Galaxy S20 FE 5Gમાં 28GB સ્ટોરેજ અને 8GB RAM સાથે ઓક્ટાકોર સ્નેપડ્રેગન 865 SoC પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન Android 10 OS પર ચાલે છે. ફોનમાં ફાસ્ટ ચાર્જીંગ સાથે 4500mAhની બેટરી આપવામાં આવી છે. ડિસ્પ્લેની વાત કરવામાં આવે તો ફોનમાં 6.5 ઈન્ચની 1080 x 2400 પિક્સલ ડિસ્પ્લે છે અને 12 MP + 8 MP + 12 MP ટ્રિપલ લેન્સ પ્રાઈમરી કેમેરા અને 32 MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યા છે. આ ફોનની કિંમત રૂ. 47999 છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર