પહેલાથી ઘણી ઓછી કિંમતમાં મળી રહ્યો છે Xiaomiનો આ બજેટ સ્માર્ટફોન, મળશે 5000mAh બેટરી

પહેલાથી ઘણી ઓછી કિંમતમાં મળી રહ્યો છે Xiaomiનો આ બજેટ સ્માર્ટફોન, મળશે 5000mAh બેટરી
ફ્લિપકાર્ટ વેબસાઇટ પર ચાલી રહેલા સેલમાં Redmi 9iને ‘Most Affordable 4GB RAM’ કેટેગરીમાં રાખવામાં આવ્યો છે

ફ્લિપકાર્ટ વેબસાઇટ પર ચાલી રહેલા સેલમાં Redmi 9iને ‘Most Affordable 4GB RAM’ કેટેગરીમાં રાખવામાં આવ્યો છે

 • Share this:
  બેંગલુરુઃ ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ (Flipkart Big Saving Days) સેલનો આજે (21 જાન્યુઆરી) બીજો દિવસ છે. સેલમાં મળનારી ઓફર્સનો ફાયદો 24 જાન્યુઆરી 2021 સુધી ઉઠાવી શકાય છે. સેલમાં મોબાઇલ ફોન સહિત અનેક કેટેગરીના સામાન પર છુટ આપવામાં આવી રહી છે. સેલમાં મળનારી કેટલીક બેસ્ટ ડીલમાંથી એક ઓફર રેડમી 9i પર મળનારું ડિસ્કાઉન્ટ પણ છે. સેલમાં ફોનને ઘણી સસ્તી કિંમતે ખરીદી શકાય છે. આવો જાણીએ કેટલી કિંમતમાં આપનો થઈ શકે છે આ શાનદાર ફોન...ફ્લિપકાર્ટ વેબસાઇટ પર ચાલી રહેલા સેલમાં Redmi 9iને ‘Most Affordable 4GB RAM’ કેટેગરીમાં રાખવામાં આવ્યો છે. આ ફોનની પ્રારંભિક કિંમત માત્ર 7,999 રૂપિયા થઈ ગઈ છે.

  માહિતી માટે જણાવી દઈએ કે ફોનને બે વેરિયન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. તેના 4GB RAM + 64 GB સ્ટોરેજ મોડલની કિંમત 7,999 રૂપિયા અને 4 GB RAM + 128 GB સ્ટોરેજ મોડલની કિંમત 9,299 રૂપિયા રાખવામાં આવી છે. નોંધનીય છે કે આ ફોનની લૉન્ચિંગ સમયે 8,299 રૂપિયાની પ્રારંભિક કિંમતે રજૂ કરવામાં આવ્યો હતો.  આ પણ વાંચો, જો આરોગી જશો 4 કિલોગ્રામની આ ‘બુલેટ થાળી’ તો ઈનામમાં મળશે રોયલ એનફિલ્ડ!

  Redmi 9i સ્માર્ટફોનમાં 6.53 ઇંચની HD+ ડિસ્પ્લે મળે છે, જેનું રેઝલ્યૂશન 720 x 1600 પિક્સલ છે. આ સ્માર્ટફોનમાં ઓક્ટાકોર મીડિયાટેક હીલિયો G25 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ગ્રાહકો ફોનને ત્રણ કલર ઓપ્શન- મિડનાઇટ બ્લેક, સી બ્લૂ અને નેચર ગ્રીનમાં ખરીદી શકે છે.

  આ પણ વાંચો, નોબિતા-શિજુકાના થયા લગ્ન, Doraemonને લઈ ઇમોશનલ થયા ફેન્સ, ટ્વીટર પર ટૉપ ટ્રેન્ડ

  ફોનમાં 5000mAhની બેટરી

  કેમેરા તરીકે તેમાં સિગલ રિયર અને સિંગલ ફ્રન્ટ કેમેરા મળે છે. ફોનમાં f/2.2 અપર્ચરની સાથે 13 મેગાપિક્સલ રિયર કેમેરા છે. બીજી તરફ સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે f/2.2 અપર્ચરની સાથે 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા મળે છે. પાવર માટે ફોનમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે જે 10Wના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે.
  Published by:Mrunal Bhojak
  First published:January 21, 2021, 07:03 am

  ટૉપ ન્યૂઝ