Home /News /tech /Jio, Airtel, BSNL: સૌથી સસ્તા દરે આ કંપનીઓ આપી રહી છે દમદાર Broadband ઈન્ટરનેટ પ્લાન

Jio, Airtel, BSNL: સૌથી સસ્તા દરે આ કંપનીઓ આપી રહી છે દમદાર Broadband ઈન્ટરનેટ પ્લાન

સૌથી સસ્તો બ્રોડબેન્ડ ઇન્ટરનેટ પ્લાન

Best 3 cheap Fiber broadband plans: આ કંપનીઓ પોતાના યૂઝર્સને વ્યાજબી દરે બ્રોડબેન્ડ પ્લાન ઑફર કરે છે સાથે જ તેના યૂઝર્સને અનલિમિટેડ કોલિંગ (Unlimited voice calling)નો લાભ અને હાઈ સ્પીડ ડેટા (High speed internet data)નો પણ ફાયદો આપે છે.

વધુ જુઓ ...
મુંબઈ: આજકાલ દેશમાં યૂઝર્સ એવા બ્રોડબેન્ડ (Broadband) પ્લાનની ડિમાન્ડ કરી રહ્યાં છે, જેમાં તેમને એક જ પ્લાનમાં તમામ સુવિધાઓ મળી રહે. પોતાના યૂઝર્સની આવી ડિમાન્ડ પૂરી કરવા માટે દેશની ઈન્ટરનેટ પ્રોવાઈડર કંપની (Internet provider companies)ઓ ઓછી કિંમતના વ્યાજબી બ્રોડબેન્ડ પ્લાન (Broadband plans) લઈને આવી રહી છે, જેમાં એરટેલ (Airtel), જીયો (Jio) અને બીએસએનએલ (BSNL) પણ સામેલ છે. આ કંપનીઓ પોતાના યૂઝર્સને વ્યાજબી દરે બ્રોડબેન્ડ પ્લાન ઑફર કરે છે સાથે જ તેના યૂઝર્સને અનલિમિટેડ કોલિંગ (Unlimited voice calling)નો લાભ અને હાઈ સ્પીડ ડેટા (High speed internet data)નો પણ ફાયદો આપે છે. ચાલો જાણીએ આ પ્લાન વિશે.

જીયો બ્રોડબેન્ડ પ્લાન

રિલાયન્સ જીયો શરૂઆતથી જ પોતાના યૂઝર્સનું દિલ જીતતી આવી છે. જીયોના સૌથી ઓછા દરના બ્રોડબેન્ડ પ્લાનની કિંમત માત્ર 399 રૂ. છે. આ JioFibeનો બ્રોડબેન્ડ પ્લાન છે, જેનાથી યૂઝર્સને ઘણા લાભ મળે છે. આ પ્લાનમાં અનલિમિટેડ કૉલિંગ અને અનલિમિટેડ ઈન્ટરનેટનો લાભ યૂઝર્સને મળે છે. આમાં યૂઝર્સને સીમિટ્રિકલ ડાઉનલોડ સ્પીડ પણ આપવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી 30 દિવસની છે. એટલું જ નહી, આ પ્લાન અંતર્ગત યૂઝર્સને જીયોની કેટલીક સર્વિસની એક્સેસ પણ મળે છે.

Airtel એક્સટ્રીમનો આ બ્રોડબેન્ડ પ્લાન છે સૌથી સસ્તો

આજકાલ એરટેલ એક્સટ્રીમને લોકો ખૂબ પસંદ કરે છે,આ પ્લાનનો લાભ માત્ર 499 રૂ.માં લઈ શકાય છે. આમાં યૂઝર્સને 40 Mbpsની સ્પીડ મળે છે અને અનલિમિટેડ ડેટોના પણ લાભ મળી રહે છે. આ સાથે જ યૂઝર્સ આ પ્લાન અંતર્ગત અનલિમિટેડ વૉઈસ કૉલિંગનો પણ લાભ લઈ શકે છે. સાથે જ Wynk મ્યૂઝિક, વૂટ બેસિક, હંગામા જેવા ઓટીટી સબસ્ક્રિપ્શનનો ફાયદો પણ ઉઠાવી શકે છે. આ પ્લાન અંતર્ગત સબસ્ક્રાઈબર્સને એરટેલ થેન્ક્સની સુવિધા પણ આપવામાં આવશે. આ પ્લાનની વેલિડિટી 30ની દિવસની છે.

આ પણ વાંચો: BSNLની ધમાકેદાર ઑફર: ફાઇબર બ્રોડબેન્ડ કનેક્શન લેવા પર 90% સુધી ડિસ્કાઉન્ટ- જાણો ઑફર વિશે

BSNL 449 રુપિયાનો પ્લાન

બીએસએનએલે પોતાનો સૌથી સસ્તો બ્રોડબેન્ડ પ્લાન જાહેર કર્યો છે. જેની કિંમત માત્ર 449 રૂપિયા છે. આ પ્લાન અંતર્ગત યૂઝર્સને 30 એમબીપીએસની સ્પીડ મળે છે. સાથે જ 3.3TB એટલે કે 3300GB ડેટા આપવામાં આવે છે. આ પ્લાન અંતર્ગત યૂઝર્સ કોઈ પણ નેટવર્ક પર મફત અને અનલિમિટેડ વૉઈસ કોલનો લાભ પણ મળે છે.
First published:

Tags: Airtel, Broadband, Bsnl, Jio

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો