Benelliએ લોન્ચ કર્યું Dong ઇલેક્ટ્રિક સ્કૂટર, શાનદાર ડ્રાઈવિંગ સાથે મળશે આ ખાસ ફિચર

ઈલેક્ટ્રીક સ્કટર - Benelli Dong

ચીનની કંપની Qianjiangએ એશિયન બજાર માટે નવું ઇલેક્ટ્રિક સ્કૂટર Benelli Dong લોન્ચ કર્યું છે.

  • Share this:
    નવી દિલ્હી : ચીનની કંપની Qianjiangએ એશિયન બજાર માટે નવું ઇલેક્ટ્રિક સ્કૂટર Benelli Dong લોન્ચ કર્યું છે. 2005માં, ચીની કંપની Qianjiang ગ્રૂપે ઇટલીની અગ્રણી ટુ-વ્હીલર નિર્માતા કંપની Benelli ખરીદી હતી. Benelli તાજેતરમાં જ ભારતીય બજારમાં પ્રવેશ કર્યો છે. હાલમાં, કંપનીએ તેના વાહનના પોર્ટફોલિયોમાં ફક્ત બાઇકનો સમાવેશ કર્યો છે. અપેક્ષા રાખવામાં આવે છે કે, કંપની આ સ્કૂટરને ભારતીય બજારમાં રાખી શકે છે.

    Benelli Dongના ફિચર્સ - કંપનીએ આ શાનદાર સ્કૂટરના વજનને ઓછુ રાખ્યું અને સાઈઝની તુલનામાં તેને કોમ્પેક્ટ બનાવ્યું છે. આ સ્કૂટરની ડિઝાઇનને ખૂબ જ અનોખો લુક આપવામાં આવ્યો છે. કંપનીએ આ સ્કૂટરમાં 1.56kWhની ક્ષમતાની રીમુવેબલ બેટરી પેક અને 1.2kW ક્ષમતાની ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કર્યો છે.

    આ પણ વાંચો - PUBG રસીકો આનંદો: નવી ગેમ એકદમ રોમાંચક હશે, અહીં જાણો તમામ વિગતો

    કંપનીનો દાવો છે કે, આ સ્કૂટર એક જ ચાર્જમાં 60 કિ.મી. સુધીની ડ્રાઇવિંગ રેંજ પ્રદાન કરવામાં સક્ષમ છે અને તેની કલાકદીઠ મહત્તમ સ્પીડ 45 કિ.મી. છે. સ્કૂટરમાં એલઇડી હેડલેમ્પ્સ અને ટેલલાઇટ્સ સાથે ગોળ એલસીડી ડિસ્પ્લે પણ છે. કંપનીએ તેના સ્પીકરમાં વિવિધ પ્રકારનો સાઉન્ડ આપ્યો છે, જે સામાન્ય એન્જિનવાળા વાહનનો આભાસ કરાવશે.

    આ પણ વાંચોક્લબહાઉસે શરૂ કર્યું એન્ડ્રોઇડ ટેસ્ટિંગ, જલ્દી ઉપલબ્ધ થશે Play Store પર

    Benelli Dongની કિંમત - કંપનીએ આ સ્કૂટરને હાલમાં જ ઇન્ડોનેશિયાના બજારમાં લોન્ચ કર્યું છે, જ્યાં આ સ્કૂટરની કિંમત આરપી 36,900,000 રૂપિયા નક્કી કરી છે. અટલે કે, ભારતીય રૂપિયા અનુસાર આશરે 1.9 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. જોકે, આ સ્કૂટરની કિંમત ભારતીય રૂપિયામાં ઘણી વધારે હોવાનું લાગી રહ્યું છે. ભારતમાં આ સ્કૂટર લોન્ચ થતાની સાથે કંપનીએ તેની કિંમત પર પણ ધ્યાન આપવું પડશે. ભારતીય બજાર મુજબ આ કિંમત બરાબર નહીં થાય. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપની આ સ્કૂટરને ભારતમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. જોકે, કંપનીએ હજી સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
    Published by:kiran mehta
    First published: