ભારતમાં Benelliએ લોન્ચ કરી ત્રણ બાઇક્સ, જુઓ કેવો છે લૂક

આ બાઇક્સમાં ફિચર્સ અને કિંમતને લઇને કેટલાક ફેરફાર પણ કર્યા છે.

News18 Gujarati
Updated: December 7, 2018, 3:18 PM IST
ભારતમાં Benelliએ લોન્ચ કરી ત્રણ બાઇક્સ, જુઓ કેવો છે લૂક
આ બાઇક્સમાં ફિચર્સ અને કિંમતને લઇને કેટલાક ફેરફાર પણ કર્યા છે.
News18 Gujarati
Updated: December 7, 2018, 3:18 PM IST
ઈટાલિયન બાઇક ઉત્પાદક કંપની બેનેલીએ મહાવીર ગ્રૃપ સાથે મળીને ફરીથી ભારતમાં વાપસી કરી છે. કંપનીએ તેની Benelli TNT 300, Benelli 302R અને Benelli TNT 600i ને ફરીથી ભારતીય માર્કેટમાં રજૂ કરી છે. જેમા ફિચર્સ અને કિંમતને લઇને કેટલાક ફેરફાર પણ કર્યા છે.

આ બાઇકને બેનેલીની એન્ટ્રી લેવલ બાઇક કહેવામાં આવે છે, જેમાં કંપનીએ 300 સીસી ટ્વીન-સિલિન્ડર એન્જિન આપ્યું છે, જે 11,500 આરપીએમ પર 37 બીએચપીનો પાવર અને 10,000 આરપીએમ પર 26.5 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. બાઇકના આગળના ભાગમાં ટ્વીન-પિસ્ટન કેલિપર્સની સાથે 260 એમમનું એક ડિસ્ક બ્રેક અને રિયરમાં સિંગલ ડિસ્ક આપવામાં આવ્યું છે. જેને ડ્યુલ ચેનલ એબીએસ સાથે સજ્જ કરવામાં આવ્યું છે. 

બેનેલી 302 આર
બેનેલીના આ બે બાઇકોને માત્ર ટીએનટી 300 એન્જિન આપવામાં આવ્યા છે. જેમાં એન્જિનની શક્તિમાં વધારો થયો છે, જે 11,500 આરએમપી પર 38 bhpનો પાવર આપે છે, જોકે કંપનીએ તેના ટોર્કમાં કોઈ ફેરફાર કર્યો નથી.

બેનેલી ટીએનટી 600i
બેનેલી ટીએનટી 600i વિશે વાત કરીએ, તો આ બાઇક કંપનીની સૌથી વધારે વેચાતી મોટરસાયકલ હતી. જેમા 600-સીસીની ઇન-લાઇન, ચાર-સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. જે 85 બીએચપી પાવર અને 54.6 એનએમ ટોર્ક ઉત્પન્ન કરે છે.કિંમતની વાત કરીએ, તો કંપનીએ બેનેલી ટીએનટી 300ની 3.50 લાખ, બેનેલી 302 આરની 3.70 લાખ અને બેનેલી ટીએનટી 600iની 6.20 લાખ રુપિયા રાખ્યા છે. જે પહેલાં કરતાં વધુ છે.
First published: December 7, 2018
વધુ વાંચો अगली ख़बर