દિવાળી પહેલા Battlegrounds Mobile Indiaમાં આવશે આ અપડેટ્સ અને ઈવેન્ટ્સ

બેટલગ્રાઉન્ડ્સ મોબાઇલ ઇન્ડિયા

Battlegrounds Mobile India update: ધ ઝોમ્બી: સર્વાઈવ ટીલ ડૉન મોડ 22 ઓક્ટોબરે સવારે 7:30 વાગ્યે શરૂ થશે અને 16 નવેમ્બરના રોજ સમાપ્ત થશે.

  • Share this:
મુંબઈ: ભારતના PUBG વર્ઝન Battlegrounds Mobile Indiaમાં દિવાળી પહેલા અપડેટ આવશે. આ અપડેટથી યૂઝર્સને નવા મેપ્સ, મોડ્સ અને ઈવેન્ટ્સ આપવામાં આવશે. અપડેટ વિશે અહીં વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી છે. ક્રાફ્ટન અનુસાર 28 સપ્ટેમ્બરથી મેટ્રો રોયલ મોડ શરૂ થશે અને 16 નવેમ્બરના રોજ સમાપ્ત થશે. આ ગેમમાં ટાઈટન લાસ્ટ સ્ટેન્ડ મોડ 31 ઓક્ટોબરે સવારે 7:30 વાગ્યે આવશે અને તે 16 નવેમ્બરના રોજ સમાપ્ત થશે.

8 ઓક્ટોબરના રોજ શરૂ થયેલ વિકેન્ડી મોડ પણ 16 નવેમ્બરના રોજ સમાપ્ત થશે. ધ ઝોમ્બી: સર્વાઈવ ટીલ ડૉન મોડ 22 ઓક્ટોબરે સવારે 7:30 વાગ્યે શરૂ થશે અને 16 નવેમ્બરના રોજ સમાપ્ત થશે. આ ગેમમાં એક ઈન્ફેક્શન મોડ પણ આવશે, જે 31 ઓક્ટોબરે સવારે 7:30 વાગ્યે શરૂ થશે અને 16 નવેમ્બરે સમાપ્ત થશે.

પેલોડ 2.0 31 ઓક્ટોબરના રોજ શરૂ થશે અને 16 નવેમ્બરના રોજ સમાપ્ત થશે. એરંગેલ પર એક રન થીમ મોડ પણ છે, જે 15 ઓક્ટોબરે સવારે 7:30 વાગ્યે શરૂ થશે અને 22 ઓક્ટોબરે સવારે 5:30 વાગ્યે સમાપ્ત થશે. જોકે, પેલોડ મોડ ફરીથી 31 ઓક્ટોબરે સવારે 7:30 વાગ્યે શરૂ થશે અને 16 નવેમ્બરે સમાપ્ત થશે.

આ ઉપરાંત ક્રાફ્ટન દિવાળી આધારિત ગેમ ઈવેન્ટ્સ પણ લાવી રહ્યું છે. Battlegrounds Mobile Indiaમાં 20 ઓક્ટોબરથી 9 નવેમ્બર સુધી લેમ્પ એક્સચેન્જ ઈવેન્ટ રમાશે. યૂઝર્સ લેમ્પ આઈટમ્સને ગેમ મિશનની મદદથી એકત્ર કરી શકશે અને તેઓ આ લેમ્પ પરમેનેન્ટ ‘કૂલ કેટ સેટ અને હેડ બેન્ક’, પરમેનેન્ટ ‘રોક સ્ટાર મિની14’ અને ક્રાટે કૂપન સ્ક્રેપ સાથે એક્સચેન્જ કરી શકશે.

29 ઓક્ટોબરથી 8 નવેમ્બર 2021 સુધી દિવાળી લોગ ઈન ઈવેન્ટ ચાલશે. યૂઝર્સ 7 દિવસ માટે ગેમમાં લોગ ઈન કરી શકે છે અને નોટી કિટ્ટી સેટ અને હેડ બેન્ડ (14 દિવસ સુધી વેલિડ રહેશે) ક્રેટ કૂપન સ્ક્રેપ અને AG જીતી શકે છે.

આવી રીતે ડાઉનલોડ કરો ગેમ

- Krafton દ્વારા પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર શેર કરાયેલી Google Play લિંક ખોલો. યૂઝર્સ પોતાના એન્ડ્રોઇડ ફોનના માધ્યમથી આ લિંક સુધી પહોંચી શકે છે.

આ પણ વાંચો: આપના Aadhaar સાથે કેટલા મોબાઇલ નંબર છે લિંક? એક ક્લિકમાં જાણો, આવી રીતે કરો CHECK

- ત્યાર બાદ બેટલ ગ્રાઉન્ડ મોબાઈલ ઇન્ડિયાને ડાઉનલોડ કરવા ઇન્વાઇટ સ્વીકારો કરો.

- જો તમે પહેલાથી જ ગેમને પોતાના ડિવાઇસમાં ડાઉનલોડ કરી લીધી છે અથવા Google Play દ્વારા ગેમ ડાઉનલોડ કરીને ઇન્વિટેશન સ્વીકાર્યા બાદ યૂઝર્સ સીધા જ ગેમમાં લોગઈન કરી શકે છે.

- ગેમ ડાઉનલોડ થઇ ગયા બાદ યૂઝર્સને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ જેમ કે ફેસબુક અથવા ટ્વીટર એકાઉન્ટ દ્વારા ગેમમાં લોગ-ઈન કરવાનું કહેવામાં આવશે. મહત્ત્વનું છે કે યૂઝરે એ જ એકાઉન્ટથી લોગ-ઈન કરવું જોઈએ જેનો ઉપયોગ તેમણે પબજીમાં ગેમ સ્ટોરમાં શોપિંગ અથવા ઇન્વેન્ટરી મેળવવા ઉપયોગમાં લીધું હતું.
Published by:Vinod Zankhaliya
First published: