Battlegrounds Mobile India: PUBGના ઇન્ડિયન વર્ઝને મચાવી ધૂમ, એક કરોડથી વધુ લોકોએ કરી ડાઉનલોડ

Battlegrounds Mobile Indiaએ ડાઉનલોડિંગના તમામ રેકોર્ડ તોડી દીધા, આવી રીતે ડાઉનલોડ કરો ગેમ

Battlegrounds Mobile Indiaએ ડાઉનલોડિંગના તમામ રેકોર્ડ તોડી દીધા, આવી રીતે ડાઉનલોડ કરો ગેમ

  • Share this:
નવી દિલ્હી. પબજી મોબાઈલ ઇન્ડિયાના (PUBG Mobile India) ઇન્ડિયન વર્ઝન બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઇન્ડિયા (Battlegrounds Mobile India) ગેમને ભારતમાં જુલાઈમાં ઓફિશિયલી લૉન્ચ કરી દીધી છે. મહત્વનું છે કે, આ ગેમે ડાઉનલોડીંગના તમામ રેકોર્ડ્સ તોડી દીધા છે. આ ગેમને ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) પર 10 મિલિયન એટલે કે એક કરોડથી વધુ ડાઉનલોડ કરવામાં આવી છે.

આ ગેમને રમવા માટે યુઝર્સે તેના અર્લી એપને ડાઉનલોડ કરવાની હોય છે. ઉલ્લેખનીય છે કે, બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઇન્ડિયાને પબજી મોબાઈલની જેમ જ કેટલાક ચેન્જ સાથે લોન્ચ કરવામાં આવી છે. જો તમે પબજીના ફેન છો, તો બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઇન્ડિયા તેની કમી પૂરી કરી દેશે.

આ પણ જુઓ, PICS: ખુલ્લા વાળ, મદહોશ આંખો...જાહ્નવી કપૂરનો ગ્લેમરસ અંદાજ બન્યો ઇન્ટરનેટ સેન્સેશન

આવી રીતે ડાઉનલોડ કરો ગેમ

- Krafton દ્વારા પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર શેર કરાયેલી Google Play લિંક ખોલો. યુઝર્સ પોતાના એન્ડ્રોઇડ ફોનના માધ્યમથી આ લિંક સુધી પહોંચી શકે છે.

- ત્યાર બાદ બેતાલ ગ્રાઉન્ડ મોબાઈલ ઇન્ડિયાને ડાઉનલોડ કરવા ઇન્વાઇટ સ્વીકારો કરો.

- જો તમે પહેલાથી જ ગેમને પોતાના ડિવાઇસમાં ડાઉનલોડ કરી લીધી છે અથવા Google Play દ્વારા ગેમ ડાઉનલોડ કરીને ઇન્વિટેશન સ્વીકાર્યા બાદ યુઝર્સ સીધા જ ગેમમાં લોગઈન કરી શકે છે.

આ પણ વાંચો, હનુમાન છાપ ચમત્કારી સિક્કાથી અમીર બનાવવાની લાલચ આપીને ઠગી, પોલીસે ગેંગનો કર્યો પર્દાફાશ

- ગેમ ડાઉનલોડ થઇ ગયા બાદ યુઝર્સને પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ જેમ કે ફેસબુક અથવા ટ્વીટર એકાઉન્ટ દ્વારા ગેમમાં લોગ-ઈન કરવાનું કહેવામાં આવશે. મહત્વનું છે કે યુઝરે એ જ એકાઉન્ટથી લોગ-ઈન કરવું જોઈએ જેનો ઉપયોગ તેમણે પબજીમાં ગેમ સ્ટોરમાં શોપિંગ અથવા ઇન્વેન્ટરી મેળવવા ઉપયોગમાં લીધું હતું.

- બેતાલ ગ્રાઉન્ડ મોબાઈલ ઇન્ડિયા માટે પ્રિ-રજીસ્ટ્રેશન 18 મેના રોજ શરુ થઇ ગયું હતું.
First published: