Home /News /tech /PUBG: Battlegrounds Mobile Indiaનું બીટા વર્જન આવી રીતે કરો ડાઉનલોડ, આ રહી લિંક

PUBG: Battlegrounds Mobile Indiaનું બીટા વર્જન આવી રીતે કરો ડાઉનલોડ, આ રહી લિંક

પબજી ઈન્ડિયા વર્ઝન ગેમનું પોસ્ટર લોન્ચ

બેટલગ્રાઉન્ડ્સ મોબાઇલ ઇન્ડિયાનું બીટા (Bita Version) વર્ઝન હવે ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. કંપનીએ આ ગેમના આધિકારિક વર્ઝનને હજુ લોન્ચ નથી કર્યુ. પરંતુ યૂઝર તેના બીટા વર્ઝન પર સાઇન ઇન કરી તેને વાપરી શકે છે.

    મોબાઈલ ગેમિંગના (Mobile Gaming)  શોખીનોની આતુરતાનો અંત આવી ગયો છે. બેટલગ્રાઉન્ડ્સ મોબાઇલ ઇન્ડિયાનું બીટા (Bita Version) વર્ઝન હવે ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. કંપનીએ આ ગેમના આધિકારિક વર્ઝનને હજુ લોન્ચ નથી કર્યુ. પરંતુ યૂઝર તેના બીટા વર્ઝન પર સાઇન ઇન કરી તેને વાપરી શકે છે. યૂઝર્સ આ ગેમને ગૂગલ પ્લે સ્ટોર (Google Play) પરથી ડાઉનલોડ કરી શકે છે. આ ગેમને ડાઉનલોડ કરવા માટે 700MB સ્પેસની (700 MB space) જરૂર છે. ડાઉનલોડ કરતા પહેલા ડિવાઇસમાં આટલી સ્ટોરેજ હોવી જરૂરી છે.

    સાઇટ અનુસાર જો બીટા પ્રોગ્રામ પેક થઈ ગયો હોય તો તમે અમુક કલાકો બાદ તમારી કિસ્મત અજમાવી શકો છો. કારણ કે કંપનીનું કહેવું છે કે તે બીટા પ્રોગ્રામને સ્લોટમાં ખોલે છે. અર્લી એક્સેસ સ્લોટની વધતી સંખ્યાને દિવસમાં વારંવાર યૂઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

    યૂઝર્સ આ ગેમની APK અને OBB ફાઇલ્સ પણ ડાઉનલોડ કરી શકે છે. ગેમને ડાઉનલોડ કર્યા બાદ યૂઝર્સે એક નવુ એકાઉન્ટ બનાવવું પડશે. ત્યાર બાદ યુઝર્સ જૂના પબજી મોબાઇલના એકાઉન્ટને વાપરી નહીં શકે. જોકે ગેમ તમારે તમારા પબજી એકાઉન્ટના ડેટાને ટ્રાન્સફર કરવાની પરવાનગી આપે છે. યૂઝરને એકાઉન્ટ ટ્રાન્સફરની સુવિધા નવું એકાઉન્ટ બનાવ્યા બાદ જ મળે છે. તેમાં પ્લેયર્સને નવું યુઝરનેમ બનાવવું પડશે, કારણ કે તેમાં પબજી ગેમનું યુઝર નેમ માન્ય નહીં રહે. આ ગેમમાં યૂઝર પોતાના ફેસબુક, પ્લે ગેમ્સ અને અન્ય એકાઉન્ટ્સથી લોગ ઇન કરી શકે છે.

    અહીં ધ્યાન આપવા લાયક વાત તે છે કે ગૂગલ પ્લેથી લોગ ઇન કરતા યૂઝર્સને ડેટા ટ્રાન્સફરની સુવિધા નહીં મળે. કારણ કે ગૂગલ હવે એમ્બેડેડ બ્રાઉઝરથી સાઇન ઇન સપોર્ટ નથી કરતું.

    બેટલગ્રાઉન્ડ્સ મોબાઇલ ઇન્ડિયાનું બીટા વર્ઝન આ રીતે કરો ડાઉનલોડ

    આ માટે સૌથી પહેલા તમારે ગૂગલ પ્લે સ્ટોર પર જવાનું રહેશે, ત્યાર બાદ બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયાના બીટામાં લિંક દ્વારા જોઇન કરો.

    બીટા ટેસ્ટર બન્યા બાદ, યૂઝરને ત્યાં ગેમ ડાઉનલોડ કરવાનો વિકલ્પ મળશે. ધ્યાન રાખો કે તમે તે લિંક પર જઇને ગમે ત્યારે બીટા વર્ઝન લઇ શકો છો.

    ડાઉનલોડ લિંક પર ટેપ કરતા જ તમે ગેમના પેજ પર રીડાટરેક્ટ થઇ જશો.

    હવે બસ ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરી અને પછી ગેમ ડાઉનલોડ થવા લાગશે. એક વખત ડાઉનલોડ પૂર્ણ થયા બાદ તમે લોગ ઇન કરી શકો છો અને બેટલગ્રાઉન્ડ ઇન્ડિયા રમી શકો છો.
    First published:

    Tags: Battlegrounds Mobile India, Game, ટેકનોલોજી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો