Home /News /tech /આટલી ભૂલો કરશો તો Battlegrounds Mobile India ગેમમાં તમારું એકાઉન્ટ કાયમી ધોરણે થઈ જશે બંધ

આટલી ભૂલો કરશો તો Battlegrounds Mobile India ગેમમાં તમારું એકાઉન્ટ કાયમી ધોરણે થઈ જશે બંધ

જો તમે બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઇન્ડિયાનું એકાઉન્ટ કાયમી ધોરણે બંધ થઈ જાય તેવું ઇચ્છતા ન હોવ તો આ સમગ્ર ડીટેલ જાણી લેવી જોઈએ.

જો તમે બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઇન્ડિયાનું એકાઉન્ટ કાયમી ધોરણે બંધ થઈ જાય તેવું ઇચ્છતા ન હોવ તો આ સમગ્ર ડીટેલ જાણી લેવી જોઈએ.

    ક્રાફ્ટનની બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઇન્ડિયાને (Battlegrounds Mobile India)  ગત અઠવાડિયે ગુગલ પ્લે સ્ટોર પર ઓપન બીટાના ભાગરૂપે ડાઉનલોડ માટે ખુલ્લી મુકાઈ હતી. ત્યારબાદ આ ગેમને અત્યાર સુધીમાં 50 લાખથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. આ દરમિયાન ક્રાફ્ટન દ્વારા નિયમો અને પોલીસીની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં કોઈપણ યુઝરના એકાઉન્ટને કાયમી ધોરણે બંધ કરવાની બાબતનો પણ ઉલ્લેખ છે. જો તમે બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઇન્ડિયાનું એકાઉન્ટ કાયમી ધોરણે બંધ થઈ જાય તેવું ઇચ્છતા ન હોવ તો આ સમગ્ર ડીટેલ જાણી લેવી જોઈએ.

    કંપની દ્વારા યુઝરના એકાઉન્ટ પર કાયમ માટે પ્રતિબંધ મૂકવા માટે લાબું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ નવી ગેમમાં યુઝર્સે લોગ ઇન કરવા માટે મોબાઇલ નંબરના ઓટીપીની જરૂર પડશે. એકાઉન્ટ પર પ્રતિબંધ મુકાઈ જાય તો યુઝર્સ સમાન નંબર સાથે લોગ ઇન કરી શકશે નહીં.

    આ પણ વાંચો : LPG સિલિન્ડરના ભાવ સહિત 1 જુલાઈથી અનેક નિયમોમાં થશે ફેરફાર, આમ આદમીના બજેટ પર થશે અસર

    કઈ કઈ બાબતે પ્રતિબંધ મુકાઈ શકે?

    • કોઈ યુઝર સાથે વંશીય અને જાતીય ભેદભાવ
    • પોતાની કે અન્ય ટીમના પ્લેયરને મારવો
    • ગેમમાં કોઈનો પીછો કરવો, ગાળ દેવી, વ્યક્તિગત વિગતો જાહેર કરવી કે અન્ય કોઈના એકાઉન્ટનો ઉપયોગ કરવો
    • AFKનો ગેરઉપયોગ કરવો
    • ખોટી જાણકારી ફેલાવવી
    • ગ્રાહક સેવા પ્લેટફોર્મનો દુરુપયોગ કરવો
    • અફવા બનાવવી અને ફેલાવવી
    • અસામાન્ય ગેમ પ્લે કરવી
    • પોતાના પ્રોફાઈલ પિક્ચરમાં વાંધાજનક ફોટો લગાવવો
    • કોઈનો પર્સનલ ફોટો મુકવો (90 દિવસ પ્રતિબંધ)
    • ગેમનો કોઈપણ રીતનો ખોટો ઉપયોગ (3 દિવસનો પ્રતિબંધ)

    - અનઅધિકૃત હાર્ડવેર અને ડીવાઈસ

    આ ગેમમાં કીબોર્ડ કે માઉસ જેવી અનઅધિકૃત હાર્ડવેર અને ડિવાઇસનો ઉપયોગ કરવા પર યુઝર કાયમી ધોરણે બેન થઈ શકે છે. આ બાબત કંપનીના નિયમોની વિરુધ્ધ છે.

    આ પણ વાંચો : Stock Market Tips : રૂ. 40નો શેર તમને કરાવશે જબરદસ્ત ફાયદો, જાણો કેવી રીતે કરવી પડશે ખરીદી?

    ખોટી રીતે Nickname અને ભેદભાવ

    કંપનીની પોલિસી મુજબ જાતિય લિંગ કે રાષ્ટ્રીયતા જેવી બાબતે બીજાનો અનાદર કે વાંધાજનક શબ્દોનો પ્રયોગ કરવામાં આવે તો પણ યુઝર પર પ્રતિબંધ મુકાઈ શકે છે. આ ઉપરાંત ખોટી રીતે કે ચોરેલા nicknameનો ઉપયોગ બાબતે પણ યુઝર પર બેન મુકાઈ શકે છે.

    આ પણ વાંચો : નોકરિયાતો માટે મોદી સરકારની મોટી ભેટ, જુલાઈમાં PF ખાતામાં આવી શકે છે આટલા રૂપિયા

    પોતાના કે અન્ય ટીમના પ્લેયરને મારવા કે પીછો કરવો

    નવી પોલિસી હેઠળ પોતાની કે અન્ય ટીમના પ્લેયરને મારવામાં આવે તો પણ એકાઉન્ટ બેન થઈ જશે. આ ઉપરાંત ગેમ રમતી વખતે ખોટી રીતે કોઈનો પીછો કરવામાં આવે તો પણ પ્રતિબંધ મુકાઈ શકે છે.
    First published: