Home /News /tech /

ગોવાના લોકોની ટૂરિસ્ટ્સને સલાહ- Google Map પર ન કરો વિશ્વાસ

ગોવાના લોકોની ટૂરિસ્ટ્સને સલાહ- Google Map પર ન કરો વિશ્વાસ

ટૂરિસ્ટ્સને ગાઇડ કરવા બાગા બીચ પાસે આવું બેનર લગાવવામાં આવ્યું છે.

ટૂરિસ્ટ્સને બચાવવા માટે એક બેનર લગાવવામાં આવ્યું છે કે તમે ખોટા રસ્તે છો બાગા બીચ અહીંથી 1 કિમી દૂર છે

    આપણે જ્યારે પણ કોઈ નવી જગ્યાએ જઈએ છીએ તો ત્યાં ફરવા માટે ગૂગલ મેપનો સહારો લેતા હોઈએ છીએ. પરંતુ અનેકવાર એવું થાય છે કે ગૂગલ મેપનો રૂટ ફોલો કરતાં ખોટા રસ્તે ચાલ્યા જઈએ છીએ. ક્યારે બંધ રસ્તા પર તો ક્યારેક સાંકડી ગલીઓમાં. આ પરેશાનીથી ટૂરિસ્ટ્સને બચાવવા માટે ગોવાના બાગા બીચની પાસે એક બેનર લગાવવામાં આવ્યું છે જેમાં લોકોને સંદેશ આપવામાં આવ્યો છે કે તમે ખોટા રસ્તે છો. આ બેનરમાં લખવામાં આવ્યું છે કે ગૂગલ મેપ આપને મૂર્ખ બનાવી રહ્યું છે. આ રોડથી તમે બાગા બીચ પર નહીં પહોંચો. પાછા વળો અને ડાબી તરફ જાઓ. બાગા બીચ માત્ર એક કિલોમીટર દૂર છે.

    ટ્વિટર પર આ બેનર પોસ્ટ થયા બાદ લોકોએ ધન્યવાદ આપતાં તેની પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી.



     ઉલ્લેખનીય છે કે ગોવાના બાગા બીચના પર્યટકોમાં ઘણો લોકપ્રિય છે, જ્યાં દર વર્ષે લાખો લોકો ફરવા આવે છે.

    આ પણ વાંચો, હવે પહેલાં જેવા નહીં દેખાય મિત્રોના WhatsApp Status, થશે આ ફેરફાર
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Banners, Google map, Social media, Twitter, ગોવા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन