નવી દિલ્હી : મહામારીમાં ઓનલાઇન બેન્કિંગમાં છેતરપિંડીના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે બેંકના ગ્રાહકોએ વધુમાં વધુ સતર્ક રહેવાની જરૂર છે. ગુગલ પ્લે સ્ટોર (Google Play Store) પર અમુક એવી એન્ડ્રોઇડ એપ્લિકેશન (Android App)ની ઓળખ થઈ છે, જે જોકર માલવેરથી સંક્રમિત છે. આવા માલવેર તમને આર્થિક રીતે નુકસાન પહોંચાડી શકે છે.
સાયબર સિક્યોરિટી રિસર્ચર Zscalerના ThreatLabzની રિપોર્ટ મુજબ બેન્કિંગ ફ્રોડ માટે જવાબદાર કુલ 11 એપ્સની ઓળખ થઈ છે. આ એપ્સને અત્યાર સુધીમાં લગભગ 3000થી વધુ વખત ઇન્સ્ટોલ કરવામાં આવી છે. જો તમારા ફોનમાં પણ આ એપ્સ હોય, તો તેને તુરંત હટાવી દેવી જોઈએ. નહીંતર એકાઉન્ટમાંથી પૈસા પણ ઉપડી જાય તેવો ખતરો રહે છે.
જાણો, કઈ રીતે થાય છે નુકસાન?
રિપોર્ટ્સ અનુસાર, જોકર માલવેરને એન્ડ્રોઇડ ડિવાઇસ માટે તૈયાર કરવામાં આવ્યો છે. ડિવાઇસમાં આ વેરિયન્ટ યૂઝરની જાસૂસી કરે છે. તે મેસેજ અને SMS દ્વારા જાણકારી ચોરી શકે છે.
જોકર માલવેર હોય તેવા મોબાઈલમાં બેન્કિંગ ફ્રોડ થઈ શકે છે. જોકર એન્ડ્રોઇડ એલર્ટ સિસ્ટમ દ્વારા તમામ નોટિફિકેશનની પરમિશન લઈ લેવાય છે. જ્યારે ટ્રાન્સલેટ, PDF કન્વર્ટ સ્કેનર, Delux કી બોર્ડ દ્વારા જોકર માલવેર ફોનમાં પહોંચે છે.