બજાજ ચેતક આવી રહ્યું છે પાછું, જાણો - કેવો હશે નવો અવતાર

News18 Gujarati
Updated: August 31, 2019, 4:01 PM IST
બજાજ ચેતક આવી રહ્યું છે પાછું, જાણો - કેવો હશે નવો અવતાર
બજાજ ઓટો ટુંક સમયમાં ચેતકને નવા અવતારમાં લોન્ચ કરશે.

નવું ચેતક ઈલેક્ટ્રીક સ્કૂટર હશે અને માર્કેટમાં તેને બજાજ ઓટો ઈલેક્ટ્રીક ડિવિઝન Bajaj Urban દ્વારા લોન્ચ કરવામાં આવશે.

  • Share this:
બજાજનું સૌથી લોકપ્રિય સ્કૂટર ચેતક લાંબા સમય બાદ એકવાર ફરી ભારતીય રસ્તાઓ પર દોડવાની તૈયારીમાં છે. બજાજ ચેતક નવા અવતારમાં લોન્ચ થવાનું છે. આ સ્કૂટરમાં આજના જમાનાના લેટેસ્ટ ફિચર્સ મળશે અને તે એકવાર ફરી ટૂ-વ્હીલર સેગમેન્ટમાં પોતાની પકડ બનાવવાની કોશિસ કરશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બજાજ ઓટો ટુંક સમયમાં ચેતકને નવા અવતારમાં લોન્ચ કરશે. નવા ચેતકમાં તમને ઓટોમેટિક ગિયર મળશે. કંપનીએ થોડા સમય પહેલા જ પોતાના સ્કૂટર બ્રેંન્ડ ચેતકને ફરીથી રજિસ્ટર કરાવ્યું છે. આ સમાચાર હવે ઝડપથી ફેલાઈ રહ્યા છે, અને લોકો જાણવા માંગે છે કે, આખરે તે ક્યારે લોન્ચ થશે.

ક્યારે થશે લોન્ચ

બતાવવામાં આવી રહ્યું છે કે, નવું ચેતક ઈલેક્ટ્રીક સ્કૂટર હશે અને માર્કેટમાં તેને બજાજ ઓટો ઈલેક્ટ્રીક ડિવિઝન Bajaj Urban દ્વારા લોન્ચ કરવામાં આવશે. બજાજ અર્બાનાઈટ સ્કૂટરની દેશના અલગ અલગ ભાગમાં ટેસ્ટિંગ કરવામાં આવેલી તસવીરો સામે આવી ચુકી છે. કહેવામાં આવી રહ્યું છે કે, કંપની સપ્ટેમ્બર, 2019માં સ્કૂટર લોન્ચ કરી શકે છે. પરંતુ, હજુ સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

કેવો હશે લૂક
સ્કૂટર વિશે જોકે વધારે જાણકારી બહાર આવી નથી. પરંતુ, તેનો લૂક જૂના મોડલથી મળતો આવવાની આશા છે. કંપનીએ સ્કૂટરનું પ્રોડક્શન 2006માં બંધ કરી દીધુ હતું. ત્યારે રાહુલ બજાજે કંપનીને પોતાના દીકરી રાહુલ બજાજજને સોંપી હતી. રાજીવ બજાજે કંપનીનું ફોકસ સ્કૂટરને બદલે બાઈક્સ પર શિફ્ટ કર્યું અને ત્યારથી જ સ્કૂટર બનાવવાનું બંધ કરી દીધું.
First published: August 31, 2019, 4:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading