Home /News /tech /બજાજ ભારતમાં જલ્દી લોન્ચ કરશે પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર

બજાજ ભારતમાં જલ્દી લોન્ચ કરશે પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર

બજાજ ઇલેક્ટ્રિક પહેલેથી જ આ ઇલેક્ટ્રિક સ્કૂટરનું પરીક્ષણ કરી રહી છે.

બજાજ તેનું પહેલું ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર લોન્ચ કરવાની તૈયારીમાં છે અને બજાજ ઇલેક્ટ્રિક સ્કૂટરને કંપનીનની અર્બનાઇટ (Arbnait) બ્રાન્ડ દ્વારા વેચવામાં આવશે.

બજાજ તેનું પહેલું ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર લોન્ચ કરવાની તૈયારીમાં છે અને બજાજ ઇલેક્ટ્રિક સ્કૂટરને કંપનીનની અર્બનાઇટ (Arbnait) બ્રાન્ડ દ્વારા વેચવામાં આવશે. કંપનીનું પહેલું ઇ-સ્કૂટર હવે થોડા મહિનામાં લોન્ચ થશે. બજાજ ઇલેક્ટ્રિક પહેલેથી જ આ ઇલેક્ટ્રિક સ્કૂટરનું પરીક્ષણ કરી રહી છે, તે તેનું અદ્યતન પ્રોટોટાઇપ છે. બજાજનું આગામી ઇલેક્ટ્રિક સ્કૂટર સંપૂર્ણ રેટ્રો સ્ટાઇલ ડિઝાઇનમાં બન્યું છે. કદાચ ઇ-સ્કૂટર કંપનીના લોકપ્રિય સ્કૂટરને પ્રેરિત થઇને બનાવ્યું છે.

લૂકમાં આ સ્કૂટર કેવું હશે તે વિશે કોઇ માહિતી નથી કારણકે આ સ્કૂટર પૂરી રીતે સ્ટીકર્સથી ઢંકાયેલું છે. તેના ફિચર વિશે વાત કરીએ તો તેમા ટ્વીન ટેલીમ્પ્સ, એલિવેટેડ ગ્રેબ રેલ્સ, એલોય વ્હીલ્સ અને ડિસ્ક બ્રેક્સ ઉપલબ્ધ હશે. તે ટેસ્ટ મોડેલમાં પણ દેખાયુ છે, ઇલેક્ટ્રિક સ્કૂટરના અન્ય ફિચર્સ અને ટેકનીકી માહિતી હજી પણ સામે આવી નથી.

આ પણ વાંચો: માત્ર 10 હજારમાં બૂક કરાવો ટોયાટાની આ શાનદાર કાર

પહેલા બજાજ ઓટોએ જાહેરાત કરી હતી કે કંપની ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર લોન્ચ કરશે, ત્યારે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ બજાજે કહ્યું હતુ કે Arbnait સાથે બજાજ મહત્વકાંક્ષી ઉત્પાહ બનાવવા માંગે છે અને ટેસ્લાની જેમ ટૂ-વ્હીલર બજારમાં ધાક જમાવવા માંગે છે. બજાજ ઓટોનું ધ્યેય છે કે આ ઇલેક્ટ્રિક સ્કૂટરને 2020 સુધી વેચવાનું શરુ કરશેશે.
First published:

Tags: Auto news, Bajaj, Electric scooter, ટેક ન્યૂઝ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો