બિઝનેસ ટાયકુન આનંદ મહિન્દ્રાનો કુલ લૂક જોઈ અક્ષર પટેલ બોલી ગયો કંઈક આવું..

આનંદ મહિન્દ્રાએ ટ્વીટર પર શેર કરેલી તસવીર

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ક્રિકેટર અક્ષર પટેલે પહેરેલા ગોગલ્સ જેવા જ ગોગલ્સ પહેરી ટ્વીટર પર પોસ્ટ કરેલી સેલ્ફીએ ઈન્ટરનેટ પર નવો જ ટ્રેન્ડ બનાવ્યો છે.

  • Share this:


મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ક્રિકેટર અક્ષર પટેલે પહેરેલા ગોગલ્સ જેવા જ ગોગલ્સ પહેરી ટ્વીટર પર પોસ્ટ કરેલી સેલ્ફીએ ઈન્ટરનેટ પર નવો જ ટ્રેન્ડ બનાવ્યો છે. આ સેલ્ફી અપલોડ કર્યા બાદ અક્ષર પટેલે આનંદ મહિન્દ્રા કૂલ દેખાતા હોવાનું ટ્વિટ કર્યું છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ દરમિયાન અક્ષર પટેલના જાદુએ રંગ રાખ્યો હતો. એટલું જ નહીં અક્ષર પટેલે પહેરેલા ગોગલ્સ પણ ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યાર બાદ અક્ષર પટેલે આ ગોગલ્સ દાન કરી દીધા હતા.

અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ વિક્રમી લીડથી જીત્યા બાદ આનંદ મહિન્દ્રાએ આ વિજયને વધાવી લીધો હતો. આ મેચમાં આનંદ મહિન્દ્રાને અક્ષર પટેલે પહેરેલા ગોગલ્સ ગમી ગયા હતા. તેમણે સોશ્યલ મીડિયા પર આવા ગોગલ્સ ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે એમ પણ પૂછ્યું હતું કે આ ગોગલ્સ કઈ બ્રાન્ડના છે અને ક્યાં મળશે.

તાજેતરમાં જ પૂર્ણ થયેલી ટી-20 શ્રેણીમાં ભારતે ઇંગ્લેન્ડ સામે વિજય મેળવ્યો હતો. ત્યારે આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કરીને ગોગલ્સ પહેરવાનું અને સેલ્ફી શેર કરવાનું વચન આપ્યું હતું. આ ટી-20 સિરીઝમાં ભારતની જીત બાદ તુરંત આનંદ મહિન્દ્રાએ તેમનું વચન પાળ્યું હતું. જેને લઈને તાજેતરમાં આનંદ મહિન્દ્રાએ માઇક્રોબ્લોગીંગ વેબસાઈટ ટ્વિટર ઉપર ગોગલ્સ પહેરેલો ફોટો પોસ્ટ કર્યો હતો.

આનંદ મહિન્દ્રાએ ફોટો અપલોડ કર્યા બાદ અક્ષર પટેલે ટ્વિટ કરી તેમના નિર્ણયને વધાવ્યો હતો. અક્ષરે લખ્યું હતું કે, આ ચશ્માં તમને ખૂબ સરસ લાગી રહ્યા છે. સપોર્ટ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
First published: