Home /News /tech /Smartphone Mistakes: આ 7 ભૂલ તમારા સ્માર્ટફોનને પહોંચાડી શકે છે નુકસાન, તમે પણ આવી ભૂલ નથી કરી રહ્યા ને?
Smartphone Mistakes: આ 7 ભૂલ તમારા સ્માર્ટફોનને પહોંચાડી શકે છે નુકસાન, તમે પણ આવી ભૂલ નથી કરી રહ્યા ને?
સ્માર્ટફોન માર્કેટ
7 common mistakes with smartphone: ઘણા યૂઝર્સને ગેરસમજ છે કે બધા ચાર્જર સમાન છે. તેઓ માને છે કે જ્યાં સુધી કેબલનું કનેક્ટર તેમના ફોનમાં ફિટ થશે ત્યાં સુધી કોઈપણ ચાર્જર બરાબર કામ કરશે.
નવી દિલ્હી: સ્માર્ટફોન (Smartphones) આધુનિક જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે, કારણ કે તેનો ઉપયોગ મલ્ટીપલ ટાસ્ક કરવા માટે થાય છે. તમને સવારે ઉઠાડવાથી લઈને મિત્રો, કુટુંબીજનો અને સહકર્મીઓ સાથે જોડાયેલા રાખવાથી લઈને તમારી અમૂલ્ય યાદોને સ્ટોર કરવા સુધી, આ મોબાઈલ ઉપકરણો બધું કરે છે. થોડી શંકા છે કે યૂઝર્સ આ નાનકડા 'લાઇફ-ચેન્જર' ઉપકરણને શક્ય તેટલા લાંબા સમય સુધી સરળતાથી ચાલતા રાખવા માંગે છે. ધ્યેય હાંસલ કરવા માટે યૂઝર્સે તેમના ફોનના લાઈફ સ્પેનને અસર કરતી કેટલિક રોજિંદા આદતોને જાણીને અને તેને ન કરવાની ટેવ શરૂઆત કરવી જોઈએ. અહીં અમે કેટલીક સૌથી સામાન્ય અને સૌથી મોટી સ્માર્ટફોન ભૂલો (Smartphone Mistakes) વિશે ચર્ચા જણાવીશું જે તમે કરી રહ્યા છો.
1) ખોટા ચાર્જરનો ઉપયોગ કરવો
ઘણા યૂઝર્સને ગેરસમજ છે કે બધા ચાર્જર સમાન છે. તેઓ માને છે કે જ્યાં સુધી કેબલનું કનેક્ટર તેમના ફોનમાં ફિટ થશે ત્યાં સુધી કોઈપણ ચાર્જર બરાબર કામ કરશે. જોકે, યોગ્ય ચાર્જર હોવું મહત્વપૂર્ણ છે. સસ્તા ચાર્જર એ એક મોટું જોખમ છે. તેઓ માત્ર આગ અને શોર્ટ સર્કિટનું જોખમ જ નથી બનાવતા, પરંતુ ટૂંકા અને લાંબાગાળે તમારા સ્માર્ટફોનના લાઈફ સ્પેનને પણ નુકસાન પહોંચાડી શકે છે. સલામતી અને સુસંગતતા માર્ગદર્શિકા તપાસ્યા પછી હંમેશા વિશ્વસનીય બ્રાન્ડ્સ પાસેથી ચાર્જર ખરીદો.
2) Google Play Store સિવાયના સોર્સમાંથી એપ્લિકેશન્સ ડાઉનલોડ કરવી
કેટલાક યૂઝર્સ જ્યારે એપ્સને Google Play Store પર શોધી શકતા નથી, ત્યારે તેઓ અન્ય સોર્સ એક્સપ્લોર કરે છે. અનઓફિશિયલ સોર્સ અને થર્ડ પાર્ટી એપ્લિકેશન સ્ટોર્સની ભલામણ કરવામાં આવતી નથી, કારણ કે આ સોર્સમાંથી એપ્લિકેશન્સ ડાઉનલોડ કરવાથી તેમના ડિવાઈસને માલવેર અને મેલિશિયસ એપ્લિકેશન્સ સામે આવી શકે છે. આ હાનિકારક એપ્સ વાયરસ અને સ્પાયવેરથી ઉપકરણોને સંક્રમિત કરી શકે છે, જે યૂઝર્સની અંગત માહિતી, પાસવર્ડ અને બેંકિંગ વિગતો પણ ચોરી શકે છે. વધુમાં આ મેલિશિયસ એપ્લિકેશનો સાયબર ક્રિમિનલ તમારા ફોનના કેમેરા અને માઇક્રોફોનને ઍક્સેસ કરવાની મંજૂરી પણ આપી શકે છે. ઓફિશિયલ એપ સ્ટોર્સ પરથી એપ્સ ડાઉનલોડ કરવી એ શ્રેષ્ઠ વિકલ્પ છે, કારણ કે આ એપ્સ સૂચિબદ્ધ થતાં પહેલાં સખત સ્ક્રીનીંગ પ્રક્રિયામાંથી પસાર થાય છે.
3) Android OS અને સુરક્ષા અપડેટ્સ ડાઉનલોડ ન કરવી
મોબાઈલ બ્રાન્ડ્સ નિયમિતપણે મોબાઈલ OS (Android) માટે સોફ્ટવેર તેમજ સુરક્ષા અપડેટ્સ શેર કરતી રહે છે. જ્યારે આમાંના કેટલાક મહત્વપૂર્ણ છે કારણ કે તે તમારા ડિવાઈસમાં નવી સુવિધાઓ અને ડિઝાઇન ઘટકો લાવે છે, અન્ય સુરક્ષા અપડેટ્સ છે જે ફોનને મેલિશિયસ એપ્લિકેશનો અને અન્ય સમાન જોખમોથી સુરક્ષિત કરે છે. તમારા સ્માર્ટફોનને ખામી-મુક્ત ચલાવવા માટે આ અપડેટ્સને ડાઉનલોડ કરવું મહત્વપૂર્ણ છે.
4) તમારા Android ફોન પર જૂની એપ્સનો ઉપયોગ કરવો
કેટલાક યૂઝર્સને નોટિફિકેશન નાપસંદ થઈ શકે છે જે તેમને કહે છે કે ચોક્કસ એપ્લિકેશનો માટે નવું સોફ્ટવેર અપડેટ ઉપલબ્ધ છે. જો કે, આ જરૂરી ઈન્ટરપ્શન છે જે ઉપકરણને સરળતાથી અને સુરક્ષિત રીતે ચલાવવામાં મદદ કરે છે. આ અપડેટ્સ માત્ર યૂઝર્સના અનુભવને બહેતર બનાવવા પર જ ધ્યાન કેન્દ્રિત કરતું નથી, પરંતુ તેમાં સિક્યોરિટી પેચનો પણ સમાવેશ થાય છે. આ અપડેટ્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેમને અવગણવાથી તમારા ડિવાઈસ પર માલવેર અટેક થઈ શકે છે. વધુમાં આ અપડેટ્સ અમુક ભૂલોને પણ ઠીક કરે છે જે તમારા હેન્ડસેટને ખરાબ કરી શકે છે અથવા તો ધીમી કામગીરી પણ કરી શકે છે. યૂઝર્સએ સુનિશ્ચિત કરવું જોઈએ કે જ્યારે પણ તેઓને શક્ય તેટલી વહેલી તકે તેના વિશે નોટિફઇકેશન મળે ત્યારે તેઓ અપડેટ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરે છે.
સાર્વજનિક Wi-Fi નેટવર્ક્સ સસ્તા અને ઍક્સેસ કરવા માટે સરળ છે. જોકે, આ નેટવર્ક્સ એક મોટું સુરક્ષા જોખમ બની શકે છે. હેકર્સ અને ખરાબ એક્ટર્સ કે જેઓ આ નેટવર્ક્સ સાથે પણ જોડાયેલા છે, તેઓ સાર્વજનિક Wi-Fi નેટવર્ક્સ પર મોકલવામાં આવેલી માહિતી સરળતાથી જોઈ શકે છે. આનાથી હેકર્સ યુઝરની માહિતી ચોરી શકશે અને તેમના ડિવાઈસને રિમોટલી એક્સેસ કરી શકશે. એવી પરિસ્થિતિમાં જ્યાં તમારે સાર્વજનિક Wi-Fi નેટવર્કનો ઉપયોગ કરવો પડે છે, ખાતરી કરો કે તમે ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરતી વખતે VPNનો ઉપયોગ કરી રહ્યાં છો. વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક્સ અથવા VPNએ જાહેર નેટવર્ક્સ પર પણ વેબસાઇટ્સ સાથે સુરક્ષિત રીતે કનેક્ટ થવાનો એક સરળ ઉપાય છે. જો કે, જો આવી પરિસ્થિતિઓમાં મોબાઇલ ડેટા ઉપલબ્ધ હોય તો તેનો ઉપયોગ કરવો વધુ સારું છે.
6) કેસ અથવા બેક કવરનો ઉપયોગ ન કરવો
તમારા ઉપકરણોને નુકસાન થવાથી બચાવવા માટે બેક કવર અથવા ફોન કેસ ઉપયોગી થઈ શકે છે. યૂઝર્સએ તેમના ઉપકરણ માટે નવા કવરની શોધ કરતી વખતે સ્ટાઈલ કરતાં કેસની ગુણવત્તા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ કવર્સનો હેતુ માત્ર ફોનનુ આકર્ષણ વધારવાનો જ નથી પરંતુ તેને પડવા અને અન્ય અકસ્માતોને કારણે થતા નુકસાનને પહોંચી વળવાથી અસરકારક રીતે રક્ષણ આપવાનો પણ છે. સિલિકોન ફોન કેસ અન્ય સામગ્રી કરતાં વધુ ટકાઉ હોય છે અને મોટાભાગની સ્માર્ટફોન બ્રાન્ડ્સ બોક્સમાં આવા કવરનો સમાવેશ કરે છે.
તમારા iOS અથવા Android ડિવાઈસને જેલબ્રેકિંગ અને રૂટ કરવું ગેરકાયદેસર નથી. જો કે, તેમની સ્ટોક સ્કીન પર ચાલતા ડિવાઈસમાં વધુ સુરક્ષા હોય છે, જે યૂઝર્સને ફોનની ઓપરેટિંગ સિસ્ટમના કેટલાક મહત્વપૂર્ણ ભાગોને ઍક્સેસ કરવાથી પ્રતિબંધિત કરે છે. મોડ ડિવાઇસમાં કસ્ટમ ROMનો ઉપયોગ કરવાથી યૂઝર્સને છુપાયેલા સિસ્ટમ સેટિંગ્સની ઍક્સેસ મળી શકે છે, જે તેમને તેમના ફોન સાથે ઘણું બધું કરવાની મંજૂરી આપશે, પરંતુ આ તમારા ડિવાઈસને વધુ સિક્યોરિટી રિસ્કમાં મૂકી શકે છે. તમે તમારા ડિવાઈસને રુટ અથવા જેલબ્રેક કરવાનું નક્કી કરો તે પહેલાં કેટલાક રિસર્ચ કરવા અને ગાઈડલાઈનમાંથી પસાર થવું આવશ્યક છે, ખાસ કરીને પ્રથમ વખત માટે આ કરવુ જરૂરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર