Gas Booking: Pockets વૉલેટથી સિલિન્ડર બુક કરતાં મળશે 50 રૂપિયાનું કેશબેક, જાણો પૂરી પ્રોસેસ

Gas Booking: Pockets વૉલેટથી સિલિન્ડર બુક કરતાં મળશે 50 રૂપિયાનું કેશબેક, જાણો પૂરી પ્રોસેસ
ગેસ બુકિંગ પર કેશબેક મેળવવા આ સરળ 9 સ્ટેપ્સ અપાનાવો, આ પ્રોમો કોડનો ઉલ્લેખ કરવાનું ભૂલતા નહીં

ગેસ બુકિંગ પર કેશબેક મેળવવા આ સરળ 9 સ્ટેપ્સ અપાનાવો, આ પ્રોમો કોડનો ઉલ્લેખ કરવાનું ભૂલતા નહીં

  • Share this:
    નવી દિલ્હીઃ રાંધણ ગેસ સિલિન્ડર (LPG Cylinder)ની કિંમતો વધતી જઈ રહી છે. હવે જો તમે 14.2 કિલોગ્રામનો ગેસ સિલિન્ડર બુક કરો છો તો આપને 694 રૂપિયાની ચૂકવણી કરવી પડશે. પરંતુ અમે આપને અહીં એક એવી પદ્ધતિ જણાવી રહ્યા છીએ જેનાથી આપને આ ગેસ સિલિન્ડર (Gas Cylinder) પર 50 રૂપિયાનું નિશ્ચિત કેશબેક મળી શકે છે. તેના માટે આપને પોતાના ગેસ સિલિન્ડનું બુકિંગ આઇસીઆઇસીઆઇ બેંક (ICICI Bank) દ્વારા સંચાલિત પોકેટ્સ વૉલેથી કરાવવાનું રહેશે.

    આવી રીતે મળશે કેશબેક



    પોકેટ્સ વૉલેટ મુજબ, આ કેશબેક એ જ કસ્ટમરને મળશે જે જાન્યુઆરી મહિનામાં પોકેટ્સ એપના માધ્યમથી પહેલીવાર ગેસ બુકિંગ કે બિલ પેમેન્ટ્સ કરશે. કેશબેક મેળવવા માટે PMRJAN2021 પ્રોમો કોડ નાખવો પડશે. તેમાં 10 ટકાના હિસાબથી મહત્તમ 50 રૂપિયાનું કેશબેક મળે છે. પોકેટ્સ મુજબ આ ઓફર 25 જાન્યુઆરી 2021 સુધી માન્ય છે. આ પ્રોમો કોડનો ઉપયોગ મહિનામાં 3 વાર કરી શકાય છે.

    આ પણ વાંચો, આ કંપનીની OMG પોલિસી! દિવસમાં એકથી વધુ વાર Toilet Break લેતાં કર્મચારીને ભરવો પડે છે દંડ!

    આ પણ વાંચો, આ 7 Appsને ફોનમાં ડાઉનલોડ કરવાની ભૂલ ન કરતાં, મિનિટોમાં ખાલી થઈ જશે એકાઉન્ટ

    આવી રીતે ગેસ સિલિન્ડરનું કરો બુકિંગ

    1. પોતાના Pockets વૉલેટ એપને ઓપન કરવાનું રહેશે.
    2. ત્યારબાદ તેમાં Pay Bills પર ક્લિક કરવાનું રહેશે.
    3. ત્યારબાદ Choose Billersમાં Moreનું ઓપ્શન દેખાશે, જેની પર આપને ક્લિક કરવાનું છે.
    4. ત્યારબાદ આપની સામે LPGનું ઓપ્શન આવશે.
    5. અહીં આપને આપના સર્વિસ પ્રોવાઇડરનું નામ પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ આપને કન્ઝયૂમર નંબર, ડિસ્ટ્રીબ્યૂટર આઇડી અને મોબાઇલ નંબર નોંધાવવાનો રહેશે.
    6. ત્યારબાદ PMRJAN2021 પ્રોમો કોડ નાખવાનો રહેશે.
    7. હવે આપને બુકિંગ અમાઉન્ટ સિસ્ટમ દ્વારા જણાવવામાં આવશે.
    8. ત્યારબાદ આપને બુકિંગ અમાઉન્ટનું પેમેન્ટ કરવાનું રહેશે.
    9. ટ્રાન્ઝેક્શનના 10 દિવસની અંદર 10 ટકાના હિસાબથી મહત્તમ 50 રૂપિયાનું કેશબેક આપના પૉકેટ્સ વોલેટમાં ક્રેડિટ કરી દેવામાં આવશે.
    Published by:Mrunal Bhojak
    First published:January 10, 2021, 07:28 IST

    ટૉપ ન્યૂઝ