હવે ભારતીય માર્કેટમાં નજરે પડશે આ અમેરિકન કંપનીની બાઈક્સ

News18 Gujarati
Updated: February 11, 2018, 8:13 PM IST
હવે ભારતીય માર્કેટમાં નજરે પડશે આ અમેરિકન કંપનીની બાઈક્સ

  • Share this:
અમેરિકન ઓટોમોબાઈલ કંપની Cleveland CycleWerksએ ઓટો એક્સપો 2018 દરમિયાના ભારતીય માર્કેટમાં પોતાની એન્ટ્રી કરી છે. કંપનીએ ભારતમાં પોતાની 2 મોટરસાઈકલ Ace અને Misiftને લોન્ચ કરી છે. કંપનીએ અમેરિકામાં 2009માં પોતાનું કામ શરૂ કર્યું હતું.

મીડિયા રિપોર્ટ અનુસાર કંપનીનું ટાર્ગેટ 2019 સુધી લગભગ 5 હજાર યૂનિટ્સ વેચવાનો છે. કંપનીએ રેટ્રો સ્ટાઈલના મોટરસાઈકલોને અહી ઉતારવા માટે લઈશ મેડિસન મોટર વર્ક્સ સાથે હાથ મિલાવ્યો છે. લઈશ મેડિસન મોટરસ વર્ક્સના મુખ્ય કાર્યકારી અધિકારી પ્રણવ ટી દેસાઈએ આ અવસરે કહ્યું કે, અમે 2019 સુધી ઓછામાં ઓછી 5000 યુનિટ્સ વેચવા માંગીએ છીએ. અમારી પાસે પુણેમાં 35 હજાર યૂનિટ્સની ક્ષમતાવાળું પ્લાન્ટ છે.

બજારમાં ભાગીદારીના ટાર્ગેટ વિશે પૂછવા પર તેમને કહ્યું કે, હાલના સમયમાં આના વિશે કોઈ જ અનુમાન વ્યક્ત કરી શકવો મુશ્કેલ છે. કેમ કે, મોટરસાઈકલ બજાર ઝડપી રીતે આગળ વધી રહ્યો છે. તેમને કહ્યું, અમે વેચાણની ટકાવારી વધારવા પર ધ્યાન આપીશું.

Ace સિરીઝ હેઠળ ત્રણ મોર્ડલ Ace Deluxe, Ace Scrambler અને Ace Cafe Racer ઉતારવામાં આવી છે. આમાં 299ccના 4-સ્ટ્રોક એન્જિન છે. Misfit શ્રેણીમાં જેન2ને ઉતારવામાં આવી છે, જેમાં 229ccનું એરકૂલર એન્જિન લગાવવામાં આવ્યું છે, જે 15.4 હોર્સપાવરની ક્ષમતા અને 16 ન્યટન-મીટર સુધી ટાર્ક પેદા કરી શકવાની ક્ષમતા રાખે છે. ક્લીવલેન્ડના સંસ્થાપક સ્કોટ કોલોસિમાને કહ્યું, ભારતના ઉપયોગકર્તા, ટ્રાફિક અને રસ્તાઓની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ બાઈક રજૂ કરવામાં આવી છે.

 
First published: February 11, 2018
વધુ વાંચો
अगली ख़बर