ટેક ડેસ્ક: આપની આસ પાસ ઘણાં લોકોને એવું કહેતા સાંબળ્યા હશે કે તેમનાં કાર્ડમાંથી કોઇએ પૈસા કાઢી લીધા જ્યારે કાર્ડ તો તેમની પાસે જ હતું. આવો જ એક કિસ્સો હાલમાં દિલ્હીમાં કામ કરતાં ગુજરાતનાં પ્રીત સાથે થયો. પ્રીત દરરોજની જેમ ઓફિસમાં કામ કરી રહ્યો હતો તેમ તેનાં અકાઉન્ટમાંતી 10 હજાર રૂપિયાનું ટ્રાન્જેક્શન થયુ છે. જ્યારે તેને આ અંગે તપાસ કરાવી તો માલૂમ પડ્યું કે તેની સાથે ATM ફ્રોડ થયો છે.
પ્રીતે News18 સાથે વાત કરતાંક હ્યું કે, સોમવારે જ્યારે તે ઓફિસમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેને SMS આવ્યો કે દિલ્હીનાં પાંડવ નગર વિસ્તારમાં સ્થિત PNB ATMથી કોઇએ તેનાં SBIનાં ખાતામાંથી 10 હજાર રૂપિયા ઉપાડી લીધા છે. પ્રિતે આ મામલે પોલીસ અને બેંકને જાણકારી આપી છે અને તે અંગે તપાસ ચાલી રહી છે.
ATMથી કરવામાં આવેલો આ ફ્રોડ કંઇ એક એકલો કિસ્સો નથી. આપને જણાવી દઇએ કે, તમામ બેંકનાં ગ્રાહકોને નિર્દેશ જાહેર કરતાં હાલમાં RBI દ્વારા કહેવામાં આવ્યું હતું કે, જે લોકો પાસે નોર્મલ ATM છે તે જલદી જ EVM ચિપ બેઝ ATM કાર્ડ માટે અપ્લાય કરી દે. જથી હેકર્સ ATMનું ક્લોન ન બનાવી શકે. જેનાંથી હેકર્સ ગ્રાહકોનાં અકાઉન્ટમાં ચોરી ન કરી શકે. પણ તેમ છતાં અવાર નવાર ATMમાંથી પૈસા ઉડવાનાં સમાચાર આવે છે.
1 અઠવાડિયામાં ATMમાંથી 10 લાખ રૂપિયાની લૂંટ ગેજેટ નાવની રિપોર્ટની માનિયે તો, ગત એક અઠવાડિયામાં હેકર્સે આશરે 12 લોકોનાં ATM કાર્ડમાંથી 10 લાખ રૂપિયા ઉડાવ્યા છે. આ લિસ્ટમાં સૌથી વધુ પંજાબ નેશનલ બેંકનાં ગ્રાહકો શામેલ છે. જોકે તમામ ગ્રાહકોએ પૈસા ઉડવાની ફરિયાદ દાખલ કરવાની છે. જેમાં ગ્રાહકોનું કહેવું છે કે, લક્ષ્મી નગરનાં ઘણાં ATMમાં પૈસા કાઢ્યા બાદ ગેરકાયદેસર તેમનાં ખાતામાંથી પૈસા ગૂમ થયા છે.
હેકર્સ પૈસા ઉડાવવા માટે ઘણાં લોકોનાં ATM કાર્ડની માહિતી એકઠી કરે છે. અને પછી તેમનાં અકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લે છે. તે ATM કાર્ડ સ્કિમિંગનો ઉપયોગ કરે છે. પોાતની પાસે ATM મશિનમાં સ્કિમર નામની નાનકડી ડિવાઇસ લગાવે છે. જેમાં ATM મશીનને કાર્ડ સ્લોટમાં લગાવવામાં આવી રહ્યું છે. જે બાદ આ ડિવાઇઝ ચુંબકીય સ્ટ્રિપની મદદથી લોકોનાં કાર્ડની માહિતી સેવ કરી લે છે. આ ઉપરાંત તે લોકોનાં પાસવર્ડ જાણવા માટે હેકર્સ ATM મશીનનાં કીપેડમાં ગુપ્ત કેમેરા લગાવે છે જેમાં પિન રેકોર્ડ થઇ જાય છે જે બાદ તે સહેલાઇથી ગ્રાહકનાં ખાતામાંથી પૈસા ઉડાવી દે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર