સાઇબર ફાઇનેંશિયલ ફ્રૉડ: હવે બેંક ખાતાથી પૈસા ચોરી થવા પર 12615 એક્સપર્ટ અપાવશે તમારા પૈસા પાછા

સાઇબર ફાઇનેંશિયલ ફ્રૉડ: હવે બેંક ખાતાથી પૈસા ચોરી થવા પર 12615 એક્સપર્ટ અપાવશે તમારા પૈસા પાછા
પ્રતિકાત્મક તસવીર

વધુમાં હવે વ્યક્તિને આ માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં પડે. પીડિત ઘરે બેઠા સાઇબર ક્રાઇમની નામથી બનેલા આ પોર્ટલ પર પોતાની ફરિયાદ નોંધાવી શકશે. અને એક વાર ફરિયાદ દાખલ થતા જ સંબંધિત તપાસ અધિકારી પોતે પીડિતથી સંપર્ક કરશે.

 • Share this:
  એટીએમ કે કેબિટ કાર્ડમાંથી બારોબાર પૈસા નીકળી જવાની ઘટનાઓ આજકાલ વધુ સામે આવી રહી છે. કોઇ બીજાના હાથમાં આવ્યા વગર ક્રેડિટ કાર્ડથી સાઇબર ક્રિમિનલ (Cyber Fraud) શોપિંગ કરી લે છે. જ્યારે આપણને ખબર પડે છે ત્યાં સુધીમાં ધણું મોડું થઇ જાય છે. અને આપણા મોબાઇલ પર ખાલી એક ટ્રાંજેક્શન (Mobile Transitions) મેસેજ આવે છે અને આપણને ખબર પડે છે કે આપણને કેટલું મોટું નુક્શાન થયું છે. પણ હવે સરકાર આ રીતે સાઇબર ફાઇનેંશિયલ ફોર્ડની રકમ પાછી મેળવવા માટે એક એક્સપર્ટની ટીમ તૈયાર કરી છે. આ ટીમ સાઇબર ફોરેંસિક એક્સપર્ટ કહેવાશે. આ ટીમની મદદથી દેશભરમાં લેબોરેટ્રી બનાવાનું કામ ચાલી રહ્યું છે.

  12615 લોકોની આ ટીમમાં ત્રણ રીતના એક્સપર્ટ રહેશે. સંસદની ગૃહ મામલાની સંસદીય સમિતિની સામે ગૃહ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે આ લોકો ફાઇનેસિયલ ફ્રોડ જેવા કેસમાં મદદ કરશે અને આ દ્વારા તેમના પૈસા પાછા લાવવામાં તેમની મદદ કરશે. આ માટે સાઇબર ફોરેસિક એક્સપર્ટની એક ટીમ તૈયાર કરી છે. આ ટીમમાં 12615 લોકો છે. જેમાં પોલીસ, વકીલો અને જ્યુડિશિયલ સેવાથી જોડાયેલા લોકોને પણ સમાવવામાં આવેલ છે. તે બધા લોકો દેશના અલગ-અલગ ભાગો છે. તે ખાસ રીતે સાઇબર ફાઇનાશિયલ ફ્રોડ્સના પીડિતોની મદદ કરશે, વધુમાં તે બાળકો અને મહિલા વિરુદ્ધ થતા સાયબર ક્રાઇમમાં પણ મદદ કરશે.  ગૃહ મંત્રાલયના અધિકારીઓએ પણ આ પોર્ટલની સંસદીય સમિતિની સામે જણાવ્યું હતું કે, ઘરે બેસીને તમે આ છેતરપિંડીની ફરિયાદ કરી શકો તે માટે આ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. વધુમાં હવે વ્યક્તિને આ માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં પડે. પીડિત ઘરે બેઠા સાઇબર ક્રાઇમની નામથી બનેલા આ પોર્ટલ પર પોતાની ફરિયાદ નોંધાવી શકશે.

  વધુ વાંચો : ભાજપના ભિષ્મ પિતામાહ 'કેશુબાપા': રાજકીય સફર પર કરો એક નજર

  અને એક વાર ફરિયાદ દાખલ થતા જ સંબંધિત તપાસ અધિકારી પોતે પીડિતથી સંપર્ક કરશે. આ હેઠળ જ મહિલા અને બાળકોની વિરુદ્ધ થનારા સાઇબર ક્રાઇમની પણ અહીં ફરિયાદ કરી શકાશે. આવા કેસમાં ફરિયાદકર્તાની જાણકારી ગોપનીય રાખવામાં આવશે.

  આમ હવે ઓનલાઇન છેતરપીંડી થતા તમારી મદદ આ એક્સપર્ટ કરશે, જેથી તમારા ફસાયેલા નાણાં પાછા આવી શકે.
  Published by:Chaitali Shukla
  First published:October 29, 2020, 15:11 pm

  ટૉપ ન્યૂઝ