કાર્ડને કરો બાયબાય, હવે UPIના માધ્યમથી QR કોડ સ્કેન કરીને ATMમાંથી ઉપાડી શકશો પૈસા

બેંકે આ સુવિધા માટે 1500થી વધુ એટીએમ અપગ્રેડ કરી લીધા છે

બેંકે આ સુવિધા માટે 1500થી વધુ એટીએમ અપગ્રેડ કરી લીધા છે

  • Share this:
નવી દિલ્હી : પૈસા ઉપાડવા માટે બેંકમાં જવાનું ચલણ તો ઘણા સમયથી ઓછું થઈ ચૂક્યું છે. મોટાભાગે લોકો મોટી રકમ ઉપાડવા માટે જ બેંકમાં જાય છે. એટીએમનો ઉપયોગ વધ્યો છે. જોકે હવે એટીએમ પણ આધુનિક થવા લાગ્યા છે. જેના પરિણામે ડેબિટ કાર્ડ વગર જ એટીએમમાંથી પૈસા ઉપાડી શકાશે. તાજેતરમાં એટીએમ બનાવનાર કંપની એનસીઆર કોર્પોરેશને UPI પ્લેટફોર્મ પર આધારિત ઈન્ટરઓપેરેબલ કાર્ડ લેસ કેસ વિડ્રોલ સોલ્યુશન લોન્ચ કર્યું છે. જેના માધ્યમથી યુપીઆઈ એપ દ્વારા ક્યુઆર સ્કેન કરીને એટીએમમાંથી પૈસા ઉપાડી શકાશે.

સિટી યુનિયન બેંકે એનસીઆર કોર્પોરેશન સાથે કરાર કર્યો

આ ખાસ સુવિધા ધરાવતા એટીએમને ઇન્સ્ટોલ કરવા માટે સિટી યુનિયન બેંકે એનસીઆર કોર્પોરેશન સાથે કરાર કર્યો છે. બેંકે આ સુવિધા માટે 1500થી વધુ એટીએમ અપગ્રેડ કરી લીધા છે.

આ પણ વાંચો - દાનવીરોની મહેનત રંગ લાવી, ધેર્યરાજના ખાતામાં 15.50 કરોડ રૂપિયા જમા થયા

આવી રીતે પૈસા કાઢી શકશો

- BHIM, Paytm, GPay, Phonepe, Amazon જેવી કોઈ પણ મોબાઈલ એપ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો.

- ત્યાર બાદ એટીએમ સ્ક્રીન ઉપર રહેલા QR codeને સ્કેન કરો.

- હવે જેટલી રકમ ઉપાડવી છે તે દાખલ કરો. હાલ તો આ સુવિધાના માધ્યમથી માત્ર રૂ. 5000 ઉપાડી શકાય છે.

- હવે Proceed પર ક્લિક કરી કન્ફર્મ કરો.

- તમારો 4 અથવા 6 આંકડાનો UPI પિન નાંખો.

- જે બાદ એટીએમમાંથી રોકડ નીકળી જશે.

UPI એટલે શું?

યુનિફાઇડ પેમેન્ટ સિસ્ટમ- UPI રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ છે. જે મોબાઈલના એપના માધ્યમથી બેંક ખાતામાં તુરંત પૈસા ટ્રાન્સફર કરે છે. UPIના માધ્યમથી તમે એક બેંક એકાઉન્ટને અલગ-અલગ UPI એપ સાથે લિંક કરી શકો છો. બીજી તરફ એક UPIથી અનેક બેંક એકાઉન્ટને પણ ઓપરેટ કરી શકો છો. ભીમ, ગૂગલ પે, એમેઝોન, ફોન પે જેવી અનેક UPI એપ ઉપલબ્ધ છે. જેનાથી તમે બેંક એકાઉન્ટને લિંક કરી પૈસા ટ્રાન્સફર કરી શકો છો.
First published: