Home /News /tech /

આ ફોનની સાથે દર મહિને ફ્રીમા મળશે 10GB ડેટા, આજે 12 વાગ્યાથી થશે બૂક

આ ફોનની સાથે દર મહિને ફ્રીમા મળશે 10GB ડેટા, આજે 12 વાગ્યાથી થશે બૂક

    Asus નો લેટેસ્ટ સ્માર્ટફોન, ZenFone મેક્સ પ્રો આજે 12 વાગે સેલની શરૂઆત થશે. આ ફોન બે વેરિએન્ટ ઉપલબ્ધ છે. 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ જેની કિંમત  10,999 રૂપિયા અને 12,999 રૂપિયામાં તમને 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ સાથે ફોન મળી શકે છે.

    એસયુએસએ વોડાફોન સાથે ભાગીદારી પણ કરી છે જેમાં પ્રિપેડ અને પોસ્ટપેડ કસ્ટમર્સને દર મહિને 10 જીબી ડેટા મળશે. વોડાફોન પ્રિપેર યુઝર્સને આ ઓફર લેવા માટે 199 રૂપિયા અથવા તો વધુ રીચાર્જ કરાવવુ પડશે. પોસ્ટપૅડ યુઝર્સ 399 રૂ. અથવા તેનાથી વધારે વોડાફોન રેડ પ્લૅન્સ લઇ શકે છે. 499 રૂપિયાનો વોડાફોન રેડ પ્લાન લેવા પર યુઝર્સને 2 વર્ષ માટે ફોનનો ઇન્શ્યોરન્સ પણ મળશે.

    શું છે તેનુ સ્પેસિફિકેશન
    આ ફોનની ડિસ્પ્લે 6 ઇંચની છે જે પૂર્ણ એચડી છે અને એન્ડ્રોઇડ ઓરીયો પર આધારિત છે. તેમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે જે 13 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલના છે. તેની સાથે જ કેમેરામાં એલઇડી ફ્લેશ સેટઅપ છે. તેના સિવાય ફ્રન્ટ કેમેરા 8 મેગાપિક્સલનો છે જે સૉફ્ટલાઈટ એલઇડી સાથે છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Asus, Sale

    આગામી સમાચાર